Valsad: હંગામી એસટી ડેપો ખાતે સુવિધાનો સદંતર અભાવ, મુસાફરોની વધી મુશ્કેલી
હંગામી ડેપો કાર્યરત થઈ ચૂક્યો છે અને હજારો મુસાફરો એસટીમાં મુસાફરી પણ કરી રહ્યા છે, પરંતુ આ હંગામી ડેપો ઉપર પાણીથી લઈને ટોયલેટ સુધીની પાયાની સુવિધા જ ન હોવાથી મુસાફરોની હાલત કફોડી બની છે.
વાપી ટાઉનનો મુખ્ય ઓવરબ્રિજ તૂટવાના કારણે અહીંથી એસટી ડેપો વાપી હાઇવે ખાતે ખસેડવામાં આવ્યો છે. જોકે ડેપો ખાતે પાયાની સુવિધાનો સદંતર અભાવ છે જેને કારણે રોજના હજારો મુસાફરોની મુશ્કેલી વધી ગઈ છે. આ હંગામી ડેપો કાર્યરત થઈ ચૂક્યો છે, અને હજારો મુસાફરો એસટીમાં મુસાફરી પણ કરી રહ્યા છે, પરંતુ આ હંગામી ડેપો ઉપર પાણીથી લઈને ટોયલેટ સુધીની પાયાની સુવિધા જ ન હોવાથી મુસાફરોની હાલત કફોડી બની છે.
હંગામી બસ ડેપોમાં પ્રાથમિક સુવિધાની માંગણી
દેશ અને દુનિયાની અગ્રીમ ઉદ્યોગ નગરી વાપી મેટ્રો પોલિટિન સીટી તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે. ઉદ્યોગોને કારણે વાપીમાં રોજના હજારો લોકો બહારથી આવતા હોય છે. સંખ્યાબંધ લોકો અહીં એસટી બસથી જ અવરજવર કરતાં હોય છે. આ વાપી એસટી ડેપો જ્યારે ટાઉન વિસ્તારમાં હતો ત્યારે પણ એસ.ટી મારફતે આવતા જતા મુસાફરોની લાઈન જોવા મળતી હતી.
જોકે વાપી ટાઉનનો બ્રિજ તોડીને નવો બનાવી રહ્યો છે. એટલે એસટી ડેપોને બલિઠા હાઇવે પાસે સ્થળાંતરીત કરવામાં આવ્યો છે. આ હંગામી ડેપો કાર્યરત થઈ ચૂક્યો છે અને હજારો મુસાફરો એસટીમાં મુસાફરી પણ કરી રહ્યા છે, પરંતુ આ હંગામી ડેપો ઉપર પાણીથી લઈને ટોયલેટ સુધીની પાયાની સુવિધા જ ન હોવાથી મુસાફરોની હાલત કફોડી બની છે.
ટ્રેક્ટરમાં બનાવવામાં આવ્યું ટોઇલેટ
મુસાફરો એટલે પણ ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે કારણ કે એસટી ડેપો ખસેડાયો હોવા અંગેની કેટલાક મુસાફરોને હજી પણ જાણ નથી. એટલે બને છે એવું કે તેઓ પહેલાં જૂના ડેપો ઉપર જાય છે અને જ્યારે ખબર પડે છે કે ડેપો ખસેડાયો છે. ત્યારે ટાઉનથી નવા ડેપો ઉપર લગભગ ચાર કિલોમીટરનું અંતર કાપીને તેઓ ગમે તેમ પહોંચે છે. એમાં પણ વાપીમાં આવતી મહિલા મુસાફરો વધુ તકલીફમાં મુકાતી જોવા મળી રહી છે, કારણ કે તેમના માટે પણ બેસવાની કે પીવાના પાણીની કે પછી ટોયલેટની યોગ્ય સુવિધા નથી. જે ટોયલેટ ટ્રેક્ટરમાં ઊભું કરવામાં આવ્યું છે તેમાં પણ સ્વચ્છતાનો સદંતર અભાવ હોવાને કારણે લોકો તેમાં જવાનું ટાળી રહ્યા છે.