Valsad : શિક્ષણનું વ્યાપારીકરણ કરતી શાળાઓની મનમાની હવે નહીં ચલાવી લેવાય, પ્રાથમિક શિક્ષણ અધિકારી એલર્ટ પર

|

Jun 18, 2022 | 9:45 AM

વિદ્યાર્થીઓને(Students ) ગણવેશ પુસ્તકો, સ્ટેશનરી ચોક્કસ દુકાનેથી કે શાળામાંથી ખરીદવા દબાણ કરતી શાળાઓ સામે કાયદેસર કાર્યવાહી કરવા શિક્ષણ વિભાગે તાકીદ કરી છે.

Valsad : શિક્ષણનું વ્યાપારીકરણ કરતી શાળાઓની મનમાની હવે નહીં ચલાવી લેવાય, પ્રાથમિક શિક્ષણ અધિકારી એલર્ટ પર
School Students (File Image )

Follow us on

વલસાડ(Valsad ) જિલ્લાની કેટલીક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને (Students ) યુનિફોર્મથી લઇ નોટબુક, સ્ટેશનરી વગેરે શહેરની ચોક્કસ દુકાનેથી કે શાળામાંથી(Schools ) ખરીદી કરવા દબાણ કરાતું હોવાનો મામલો સામે આવ્યો હતો. તે બાદ વલસાડ પ્રાથમિક શિક્ષણ અધિકારી એક્શન મોડમાં આવી ગયા છે અને સ૨કા૨ી નિતિ-નિયમોનો ઉલ્લંઘન કરતી શાળાઓ સામે કાયદેસ૨ કાર્યવાહી કરવા તૈયારી દર્શાવી રહ્યા છે.

સરકારના નિયમોનો ઉલ્લંઘન કરતી શાળાઓ સામે શિક્ષણ વિભાગના તા.02/12/2014 નાં ઠરાવ નંબર 6 તથા પ્રાથમિક શિક્ષણ નિયામક ગાંધીનગરના તા.10/06/2022 પત્ર હેઠળ દંડની જોગવાઇ કરવામાં આવી છે. આ ઠરાવની જોગવાઇ પ્રમાણે જો શાળાઓ સ૨કા૨ના નિતિનિયમોનો ઉલ્લંઘન કરે તો આરટીઇ એકટ-2009 ની કલમ-17 મુજબ પહેલા કિસ્સામાં  રૂ.10 હજાર અને તે પછીના દરેક કિસ્સામાં 25 હજાર રૂપિયા દંડ કરવાની જોગવાઇ કરવામાં આવેલ છે. જો સંબંધિત શાળા દ્વારા દંડ ભરવામાં ન આવે તેમજ વારંવાર અનિમિતતાઓ બતાવવામાં આવે તેવા સંજોગોમાં અંતિમ પગલા તરીકે તે શાળા કે સંસ્થાની માન્યતા રદ કરવાની કાર્યવાહી ની જોગવાઇ કરવામાં આવી છે.

વલસાડ જિલ્લાની તમામ નોન ગ્રાન્ટેડ ખાનગી પ્રાથમિક શાળાઓને આ પરિપત્રના ચુસ્ત અમલ અંગેની અને દરેક ખાનગી શાળાઓએ તેઓ પોતાની શાળાના વિદ્યાર્થીઓને કોઇપણ પ્રકારની ચીજવસ્તુ શાળામાંથી કે ચોક્કસ દુકાનેથી ખરીદવાનો આગ્રહ રાખતા નથી કે દબાણ કરતા નથી. આવી જાહેરાતની નકલ શાળાના નોટીસ બોર્ડ પર સોશિયલ મિડિયા પર મુકી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને જાણ કરવા સૂચના આપવામાં આવી છે. આ અંગે જો કોઇપણ વાલીઓને રજૂઆત કે ફરિયાદ કરવી હોય તો કચેરીના ફોન નંબર અને વેબસાઈટ પણ જાહેર કરવામાં આવી છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

વાલીઓ પોતાની ફરિયાદ  ફોન નં. (02632) 253210 અથવા ઇમેઇલ dpeovalsad@gmail.com ઉપર કરી શકે છે. નોંધનીય છે કે શાળાઓ શરૂ થઇ ગઈ છે, ત્યારે કેટલીક શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને અમુક ચોક્કસ દુકાનોમાંથી જ યુનિફોર્મ, સ્ટેશનરી કે નોટબુક ખરીદવા માટે આગ્રહ કરવામાં આવે છે, ત્યારે વિદ્યાર્થીઓને ગણવેશ પુસ્તકો, સ્ટેશનરી ચોક્કસ દુકાનેથી કે શાળામાંથી ખરીદવા દબાણ કરતી શાળાઓ સામે કાયદેસર કાર્યવાહી કરવા શિક્ષણ વિભાગે તાકીદ કરી છે. અને જો કોઈ શાળા આવું કરતી જણાશે, અને શિક્ષણાધિકારીને ફરિયાદ મળશે તો કાર્યવાહી કરવાની પણ તૈયારી તંત્રએ દર્શાવી છે.

Next Article