વાપી નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ, જાણો કોણ બિનહરીફ ચૂંટાયા ?

|

Dec 14, 2021 | 4:59 PM

આ સભામાં વાપી નગરપાલિકાની ચૂંટણીમાં વિજેતા થયેલા ભાજપના તમામ ચૂંટાયેલા સભ્યો અને વલસાડ જિલ્લા ભાજપ ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. આ સભામાં ભાજપના મોવડી મંડળ દ્વારા અપાયેલા મેન્ડેટ પ્રમાણે પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન ને બિનહરીફ ચૂંટાયા હતા.

વાપી નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ, જાણો કોણ બિનહરીફ ચૂંટાયા ?
વાપી નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ

Follow us on

રાજ્યની સૌથી મોટી વાપી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની આજે ચૂંટણી યોજાઈ હતી. જેમાં નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે કાશ્મીરાબેન શાહ બિનહરીફ ચૂંટાયા હતા. તો પાલિકાના ઉપપ્રમુખ તરીકે અભય શાહ અને પાલિકાના કારોબારી ચેરમેન તરીકે મિતેશ ભાઈ દેસાઈ બિનહરીફ ચૂંટાયા હતા.

મહત્વપૂર્ણ છે કે વાપી નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં પાલિકાની કુલ 44 બેઠકોમાંથી 37 બેઠકો પર વિજય મેળવી અને ભાજપ પ્રચંડ બહુમતી સાથે ફરી સત્તા પર મેળવી છે. જ્યારે કોંગ્રેસ માત્ર 7 બેઠકો પર જ સીમિત રહી હતી. જોકે આજે પાલિકાના નવા પ્રમુખ અને ઉપપ્રમુખ અને કારોબારીની વરણી માટે વાપી નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોની પ્રથમ સામાન્ય સભા મળી હતી.

આ સભામાં વાપી નગરપાલિકાની ચૂંટણીમાં વિજેતા થયેલા ભાજપના તમામ ચૂંટાયેલા સભ્યો અને વલસાડ જિલ્લા ભાજપ ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. આ સભામાં ભાજપના મોવડી મંડળ દ્વારા અપાયેલા મેન્ડેટ પ્રમાણે પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન ને બિનહરીફ ચૂંટાયા હતા. મહત્વપૂર્ણ છે કે આ વખતે વાપી નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં ભાજપ દ્વારા મોટાભાગના નવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. આથી વાપી નગરપાલિકાની આ વખતની ટીમમાં મોટાભાગે તમામ નવા સભ્યો જ છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

પ્રમુખ તરીકે ચૂંટાયેલા કાશ્મીરાબેન શાહ પણ સૌ પ્રથમ વખત કોર્પોરેટરની ચૂંટણી લડ્યા હતા. અને પાર્ટીએ તેના પર વિશ્વાસ મૂકી અને વાપી નગરપાલિકાના પ્રમુખની જવાબદારી સોંપી છે. આથી આ નવી ટીમ વાપી નગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલા કામોને વધુ તેજ ગતિથી આગળ વધારવાની સાથે નગરના વિકાસ માટે હંમેશા પ્રયત્નશીલ રહેશે. સાથે જ લોકોની જરૂરિયાતો અંગે અભ્યાસ કરી અને વિકાસના નવા કામોનું પ્લાનિંગ કરશે તેવી ખાતરી આપી હતી. પાલિકાના નવા કારોબારી ચેરમેન નગરપાલિકાની હવે પછીની ચૂંટણી મહાનગરપાલિકાની ચૂંટણી તરીકે યોજાય તે માટે વાપી ને મહાનગરપાલિકાનો દરજ્જો અપાવવા નવી ટીમ સરકાર સુધી રજૂઆત કરશે. અને સાચા અર્થમાં વાપીને મહાનગરપાલિકા બનાવવામાં આવે તે માટે તમામ પ્રયાસો કરશે તેવી ખાતરી આપી હતી.

 


આ પણ વાંચો : Naukri News: એગ્રિકલ્ચર ક્ષેત્રમાં રસ ધરાવનારા આ પોસ્ટ ખાસ વાંચે, જાણો નોકરીની ઉત્તમ તક અને કેટલો મળશે પગાર

આ પણ વાંચો : Omicron Variant: દિલ્હી-રાજસ્થાનમાંથી ઓમિક્રોન વેરિઅન્ટના 4-4 નવા કેસ સામે આવ્યા, કુલ આંકડો 49 પર પહોંચ્યો

Published On - 4:23 pm, Tue, 14 December 21

Next Article