Monsoon 2024 : દક્ષિણ ગુજરાતમાં દે માર વરસાદ, નવસારી, વલસાડ અને સુરતમાં ક્યાંક મેઘમહેર તો ક્યાંક મેઘ કહેર, જુઓ Video

|

Aug 25, 2024 | 11:53 AM

ગુજરાતમાં છેલ્લા 4 કલાકમાં 125 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતના વલસાડમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. ખેરગામ અને સાગબારામાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ વલસાડમાં ભારે વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ છે. નીચાણવાળા અનેક વિસ્તારોમાં ફરી પાણી વળ્યા છે. સુરતમાં તાપી નદી પણ બે કાંઠે થઈ છે.

Monsoon 2024 : દક્ષિણ ગુજરાતમાં દે માર વરસાદ, નવસારી, વલસાડ અને સુરતમાં ક્યાંક મેઘમહેર તો ક્યાંક મેઘ કહેર, જુઓ Video

Follow us on

ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ જામ્યો. છેલ્લા 24 કલાકમાં 234 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો. સૌથી વધુ વાપીમાં 13 ઈંચ વરસાદ ખાબક્યો. તો 27 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો. રવિવારે સવાર થી ગુજરાતમાં મેઘ મહેર જામી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.

વરસાદને કારણે ડેમમાં પાણીની આવક

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની ધરખમ આવક થઈ છે. ડેમમાં 2 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ. ઉકાઈ ડેમનુ રૂલ લેવલ જાળવવા તાપી નદીમાં દોઢ લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. પાણી છોડવાને લઈ આસપાસના ગામોમાં એલર્ટ અપાયું છે. વરસાદને પગલે રાજ્યના જળાશયોમાં પાણીની આવક થઈ છે. રાજ્યના 72 જળાશયો હાઈ એલર્ટ પર છે. રાજ્યના 16 જળાશયો એલર્ટ પર તો 10 ડેમ માટે વોર્નિંગ જાહેર કરાઈ.

આજનું રાશિફળ તારીખ : 22-12-2024
નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી
સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત

નવસારી જિલ્લાની નદીઓ બની ગાંડી તુર

આ તરફ નવસારી જિલ્લાની તમામ નદીઓ ગાંડીતૂર બની છે. વાંસદામાંથી પસાર થતી કાવેરી નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે. ભારે વરસાદને કારણે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. કાવેરી નદી પર બનાવેલા જૂજ ડેમમાં પાણીની આવક વધી છે. વહેલી સવારથી જ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. તમામ તાલુકાઓમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. વરસાદને કારણે પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થયો છે. મહુવા,વાલોડ,ઢોલણ સહિતના તાલુકાઓમાં વરસાદ નોંધપાત્ર રહ્યો છે.

વસલાડમાં 40 ગામને જોડતો મુખ્ય માર્ગ બંધ

વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે નદીઓમાં ઘોડાપુરની સ્થિતિનું નિર્માણ થયું છે. વલસાડ શહેરને 40 ગામ સાથે જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. કૈલાશ રોડ બ્રિજ ઉપર ઔરંગા નદીના પાણી ફરી વળ્યા છે. 40 ગામને જોડતો મુખ્ય માર્ગ બંધ થતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

વલસાડ શહેરને અડીને આવેલ ખારીયા ફળિયાનો સંપર્ક કપાયો હોવાની સ્થિતિનું નિર્માણ થયું હતું. નનકવાડા ગામના ખારીયા ફળિયા જતા મુખ્ય માર્ગ પર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ. વાંકી નદીના પાણી ગામમાં ફરી વળતા માર્ગ બંધ થયો. ગામના 250 લોકો સંપર્ક વિહોણા થયા હોવાની માહિતી સામે આવી હતી. રસ્તો ઊંચો કરવા વારંવાર રજૂઆત છતાં તંત્રની ઢીલી કામગીરીને કારણે વરસાદ વચ્ચે લોકો મુશ્કેલીમાં મુકાયા.

વલસાડ શહેર અને ધરમપુરને જોડતા સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા. ધોધમાર વરસાદ વરસતા ઠેર-ઠેર જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યાં. રસ્તાઓ નદીમાં પરિવર્તન થઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ. ઘૂંટણસમા પાણીમાંથી સ્થાનિકો વાહન નીકાળવા મજબૂર બન્યા.

વલસાડ જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદ પડી રહયો છે. વરસાદના કારણે જિલ્લાના 116 રસ્તાઓ બંધ થયા. વલસાડમાં એક NDRFની ટીમ સ્ટેન્ડબાય રખાઇ છે. પોલીસે 116 રસ્તાઓ પર બેરીકેડ મુકી રસ્તા બંધ કર્યા. નદીઓની સપાટી વધતા વહીવટી તંત્ર નજર રાખી રહ્યું છે.

સુરતમાં વરસદને કારણે તાપી નદી બે કાઠે

બીજી તરફ સુરતમાં પણ વરસાદને લઈને નદી નાળાઓમાં નવા નીરની આવક થઈ છે. સુરત જિલ્લાની તાપી નદી હાલ બે કાઠે થઈ છે. ઉકાઈ ડેમમાંથી હાલ 1.51 લાખ ક્યુસેક પાણી છોડાયું. ડેમના 11 દરવાજાઓ 8 ફૂટ જેટલા ખોલી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. છોડાઇ રહેલા પાણીને કારણે તાપી નદીના લો લેવલ બ્રિજ પાણીમાં ડૂબી ગયા હોવાની માહિતી સામે આવી છે. લો લેવલ બ્રિજ પાણીમાં ડૂબતા એક ગામથી બીજા ગામોના સીધા સંપર્ક તુટી ગયા. તંત્ર દ્વારા તાપી નદીના કાંઠે આવેલા ગામડાઓને એલર્ટ કરાયા છે.

સુરત જિલ્લામાં સતત 24 કલાકથી સાર્વત્રિક વરસાદી માહોલ સર્જાયો છે. રાત્રિ દરમિયાન ભારે વરસાદ બાદ સવારે પણ ધોધમાર વરસાદ હતો. ભારે વરસાદને લીધે વિઝિબિલિટી ડાઉન થઈ. કીમ-માંડવી સ્ટેટ હાઈવે પર વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. વિઝિબિલિટી ડાઉન થતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર એલર્ટ પર છે.

ભરૂચમાં રસ્તા પર વરસાદી પાણીને કારણે અકસ્માત

ભરૂચમાં રસ્તા પરથી પસાર થવું હોય એટલે બિસ્માર રસ્તા, રખડતા ઢોર અને ખુલ્લી ગટર સલામત પસાર કરી જનારને જાણે જંગ જીતવા જેવો અહેસાસ થાય છે. તાજેતરમાં ભરૂચમાં ખુલ્લી ગટરમાં એક વ્યક્તિના ડૂબી જવાથી મૃત્યુ અને જંબુસરમાં મહિલાના ગટરમાં ખાબકવાની ઘટના બાદ પણ તંત્ર લાપરવાહ બની બેઠું છે.

ભરૂચના નવી વસાહત ગોળી રોડ પર ખુલ્લી ગટર અકસ્માતને આમંત્રણ આપી રહી હોય તેવું લાગી રહ્યું છે. વરસાદ દરમિયાન ખુલ્લી ગટર વાહનચાલક અને રાહદારીઓ માટે જીવનું જોખમ ઉભું કરે છે. ભરૂચમાં ખુલ્લી ગટરની સમસ્યાઓ સર્જાઇ હતી. ડભોયા વાડ વિસ્તારમાં વરસાદી પાણીમાં ખુલ્લી ગટર નજરે ન પડતા રીક્ષા પલટી ગઈ. સાધના શિબિર રિક્ષામાં સવાર મુસાફરો અને ચાલકનો આબાદ બચાવ થયો.

એકસાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની શક્યતા છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એક સાથે બબ્બે વરસાદી સિસ્ટમ બની. મોટાભાગના વિસ્તારોમાં 7થી 8 ઇંચ વરસાદ પડે તેવી સંભાવના છે. ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં ભારે વરસાદનું પણ અનુમાન વ્યક્ત કર્યું.

Next Article