Valsad: અગસ્તક્રાંતિ ટ્રેન સાથે મોટી દુર્ઘટના થતી બચી, રેલવે ટ્રેક પર સિમેન્ટના થાંભલા સાથે અથડાઈને એન્જીન સહિત ટ્રેન પસાર

|

Jan 15, 2022 | 7:30 AM

અગસ્ટ ક્રાંતિ ટ્રેન સિમેન્ટના થાંભલા પરથી પસાર થઈ ગઇ. જો કે ટ્રેનના એન્જિન સાથે અથડાઈ પોલ સાઈડમાં ફેંકાતા મોટી દુર્ઘટના ટળી હતી.

વલસાડ (Valsad)અને અતુલ રેલવે સ્ટેશન વચ્ચે મોટી ટ્રેન દુર્ઘટના (Train Accident) ટળી છે. અસામાજિક તત્વોએ રેલવે ટ્રેક પર સિમેન્ટનો પોલ મુકી દીધો હતો.  અને તે જ સમયે અગસ્ટ ક્રાંતિ ટ્રેનનો સમય પણ હતો, જો કે, સદનસીબે આ પિલર ટ્રેનના એન્જિન સાથે અથડાઈ ફેંકાઈ ગયો હતો. જેના પગલે મોટી દુર્ઘટના ટળી હતી.

મોડી રાત્રે વલસાડ અને અતુલ રેલવે સ્ટેશન વચ્ચે મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી. અતુલ રેલવે સ્ટેશન નજીક કોઈએ ટ્રેક પર સિમેન્ટનો પિલર મૂકી દીધો હતો.આ જ સમયે અગસ્ટ ક્રાંતિ ટ્રેનનો સમય પણ હતો. અગસ્ટ ક્રાંતિ ટ્રેન આવી અને ટ્રેક પરથી પસાર પણ થઇ ગઇ હતી. જો કે ટ્રેનનું એન્જીન સિમેન્ટનાં થાંભલા સાથે ધડાકાભેર અથડાયુ હતું અને સિમેન્ટનો થાંભલો સાઈડ પર ફેંકાઈ ગયો હતો. જો કે ટ્રેન ડિરેઈલ થતા અટકી ગઈ હતી.

ઘટનાની જાણ અગસ્તક્રાંતિ ટ્રેનના ડ્રાઈવર દ્વારા રેલવે અધિકારીઓને કરવામાં આવતા ઘટનાસ્થળે રેલવેના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા હતા. વલસાડ જિલ્લા પોલીસ સહિતનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડતો થઇ ગયો હતો અને એફ.એસ.એલ સહિત ડોગ સ્કવોડને બોલાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. હાલ આ મુદ્દે પોલીસે નજીકમાં રહેતા લોકોની પૂછપરછ શરૂ કરી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ

Botad: બોટાદનાં સાળંગપુર હનુમાનજી મંદિર શ્રદ્ધાળુઓ ઉમટ્યા, હનુમાન દાદાને પતંગ, દોરી, ચીક્કી અને લાડુનો શણગારાયા, જુઓ VIDEO

આ પણ વાંચોઃ

Porbandar: પોરબંદરમાં કાર અથડાવાને લઈ બે જુથ વચ્ચે હિંસક અથડામણ, આમને સામને ફાયરિંગમાં બે ના મોત

 

 

 

Published On - 6:36 am, Sat, 15 January 22

Next Video