ઓમિક્રોનની વધતી દહેશત, સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં રાત્રિ કર્ફ્યૂ

|

Dec 02, 2021 | 10:26 PM

પ્રસાશનના આદેશથી પ્રદેશના આરોગ્ય વિભાગે જાહેરનામુ બહાર પાડ્યું છે.. સંઘ પ્રદેશમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ અમલી કરાયું છે. આની સાથે કોવિડ -19 પ્રોટોકોલની ચુસ્ત અમલવારીના આદેશ પણ કરાયા છે.

કોરોના(Corona)વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોન(Omicron)29 દેશોમાં હાહાકાર મચાવ્યો છે.. ત્યારે દેશમાં પણ સતર્કતાના પગલાં લેવામાં આવી રહ્યાં છે. ગુજરાતને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી (Dadra Nagar Haveli) અને દમણમાં (Daman)સાવચેતીના ભાગ રૂપે રાત્રી કર્ફ્યુ ફરી અમલી કરવામાં આવ્યો છે. 

જેમાં પ્રસાશનના આદેશથી પ્રદેશના આરોગ્ય વિભાગે જાહેરનામુ બહાર પાડ્યું છે.. સંઘ પ્રદેશમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ અમલી કરાયો  છે. આની સાથે કોવિડ -19 પ્રોટોકોલની ચુસ્ત અમલવારીના આદેશ પણ કરાયા છે. આ કર્ફ્યૂ 31 ડિસેમ્બર સુધી લાગુ કરવામાં આવ્યો છે.

સંઘ પ્રદેશના વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી અગાઉની માર્ગદર્શિકા અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) પણ 31 ડિસેમ્બર સુધી અથવા આગળના આદેશો સુધી અમલમાં રહેશે.

નવા કોરોના વાયરસ ચેપમાં અચાનક વધારો થવાને કારણે સંઘ પ્રદેશ એપ્રિલની શરૂઆતમાં નાઇટ કર્ફ્યુ હેઠળ હતું. જો કે, થોડા મહિના પહેલા પરિસ્થિતિ કાબૂમાં આવ્યા પછી ધીમે ધીમે પ્રતિબંધો હટાવવામાં આવ્યા હતા.હાલમાં  સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશમાં  કોરોનાનો કોઈ સક્રિય કેસ નથી. અત્યાર સુધીમાં કુલ 10,655  કોરોના ચેપગ્રસ્ત લોકોમાંથી 10,651 સ્વસ્થ થયા છે,જ્યારે ચાર મૃત્યુ નોંધાયા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના(Gujarat)  જામનગરમાં(Jamnagar)  ઓમીક્રોન(Omicron) વેરીએન્ટનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો છે. જેના સેમ્પલ પુણે લેબમાં(Puna lab) તપાસ માટે મોકલવામાં આવ્યા છે.જામનગરમાં આજે આફ્રિકાથી(Africa)  આવેલ  એક વ્યકિતનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા દોડધામ મચી છે. ઓમિક્રોન વેરિયન્ટનો શંકાસ્પદ કેસ હોવાનું દેખાતા આરોગ્ય વિભાગ દ્વારા પુણેની લેબમાં સેમ્પલ મોકલવામા આવ્યા છે.

આ પણ  વાંચો : વાઇબ્રન્ટ માટે વિદેશ ગયેલા બે ડેલિગેશન પરત ફરતા એરપોર્ટ પર ટેસ્ટિંગ થશે, કવોરન્ટાઇન થવું પડશે

આ પણ  વાંચો : Surat : કોરોનાની સારવાર કરાવનારાઓને મેયર ફંડમાંથી રૂપિયા 1.83 કરોડની આર્થિક સહાય

Published On - 10:03 pm, Thu, 2 December 21

Next Video