વલસાડ : ઉંમરગામ સ્ટેશન વિસ્તારમાં રસ્તા પર કીચડથી વાહન ચાલકો લપસ્યા, જુઓ વીડિયો
વલસાડ : રાજ્યમાં મેઘરાજા મહેરબાન થયા છે.અનેક જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.દક્ષિણ ગુજરાતમાં વલસાડના ઉમરગામ અને મહારાષ્ટ્ર બોર્ડરની આજુબાજુના ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો.
વલસાડ : રાજ્યમાં મેઘરાજા મહેરબાન થયા છે.અનેક જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.દક્ષિણ ગુજરાતમાં વલસાડના ઉમરગામ અને મહારાષ્ટ્ર બોર્ડરની આજુબાજુના ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો.વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે પણ એક આફત પણ જોવા મળી હતી.
ઉંમરગામ સ્ટેશન વિસ્તારમાં વરસાદથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. સિઝનના પહેલા વરસાદથી રસ્તાઓ પરની માટીના કારણે ચીકણા થવાથી એક બાદ એક બાઈક ચાલકો લપસતા જોવા મળ્યા હતા.સદનસીબે કોઈ વાહન ચાલકોને ગંભીર ઈજા પહોંચી ન હતી.
Input Credit : Akshay kadam – Valsad
આ પણ વાંચો : ફરી એકવાર સિંહોની સુરક્ષા સામે સવાલ, ઊંઘતુ ઝડપાયુ વનવિભાગ, માલગાડી રોકીને રેલવે કર્મીઓએ સિંહોને બચાવ્યા- જુઓ Video