VALSAD : હજી પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે કપરાડા, શું છે આ વિસ્તારની સમસ્યા ? વાંચો આ અહેવાલ

|

Sep 25, 2021 | 2:28 PM

નોકરી ધંધા જવા માટે પણ મુશ્કેલી પડે છે તો બાળકો શાળામાં જઈ શકતા નથી. હાલના આ દ્રશ્યો કપરાડા તાલુકાના કરચોંડ ગામના છે.જ્યાં હર ચોમાસામાં કોઝવે ઉપરથી પાણી ફરી વળે છે. અને લોકોએ માથે હાથ દઈને બેસવું પડે છે.

VALSAD : હજી પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે કપરાડા, શું છે આ વિસ્તારની સમસ્યા ? વાંચો આ અહેવાલ
VALSAD: Kaprada is still deprived of basic amenities, what is the problem in this area?

Follow us on

ગુજરાતનું ચેરીપુંજી એટલે કપરાડા, પહાડી વિસ્તારમાં આવેલા કપરાડામાં ભરપુર હરિયાળી છે. અને ચોમાસા દરમિયાન તો અહીંના દ્રશ્યો રમણીય દેખાઈ છે. આ દ્રશ્યો જોઇને કોઈ પણ પ્રકૃતિ પ્રેમી અહીંથી જવાનું નામ લેશે નહિ.પરંતુ ચોમાસું અહીના લોકો માટે અનેક સમસ્યા લઈને આવે છે. એક ગામથી બીજા ગામમાં જવાની વાત તો દુર રહી ગઈ, પરંતુ એક ફળીયામાંથી બીજામાં જવું પણ અશક્ય બની જાય છે. જેનું કારણ એ છે કે કપરાડાના મોટા ભાગના કોઝવે પાણીમાં ગરકાઉ થઇ જાય છે અને રસ્તાઓ બંધ થઇ જાય છે.

નોકરી ધંધા જવા માટે પણ મુશ્કેલી પડે છે તો બાળકો શાળામાં જઈ શકતા નથી. હાલના આ દ્રશ્યો કપરાડા તાલુકાના કરચોંડ ગામના છે.જ્યાં હર ચોમાસામાં કોઝવે ઉપરથી પાણી ફરી વળે છે. અને લોકોએ માથે હાથ દઈને બેસવું પડે છે. પાણી ઓછું થવાની રાહ જોવી પડે છે. અને ત્યારબાદજ લોકો નીકળી શકે છે. તેમાં પણ કોઈ બીમાર હોય કે કોઈ મૃત્યુ થયું હોય તો તો ફાંફાજ પડી જાય છે. કેમકે ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે લોકો સ્મશાન યાત્રા કાઢવા મજબુર બની જાય છે.તો બીમાર વ્યક્તિને પણ દવાખાને લઇ જવું હોય તો અહીના રહીશોએ લોખંડના ચણા ચાવવા સમાન બની જાય છે. 2 દિવસ પહેલાજ એક મહિલાનું અવસાન થયું હતું. તેમની અંતિમ યાત્રા ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે કાઢવી પડી હતી.

એવું નથી કે આ સમસ્યા આજની અને માત્ર એકજ ગામની છે.કપરાડા તાલુકામાં આવા ઘણા વિસ્તાર છે કે જ્યાં ના રહીશો ચોમાસા દરમિયાન અટવાઈ રહ્યા છે. જોકે તંત્રને કંઈ પડી નથી. લોકો ઉપર શું વીતે છે એ તો માત્ર તેમનેજ ખબર હશે.તો બીજી બાજુ સરકારી બાબુ માત્ર કામ કરશેનું ગાણું ગઈ રહ્યા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કરચોંડ જેવા અનેક ગામના લોકો હર વર્ષે આશ લઈને બેસે છે કે આ વર્ષે સરકાર પુલ ઉંચો બનાવશે. આ વર્ષે બનાવશે. પરંતુ સરકારી તંત્ર માત્ર કોણીએ ગોળ ચોંટાડે છે. ત્યારે શું આ સમસ્યાનો નિવેડો આવશે ખરો? શું સરકાર વિકાસના દાવા સાચા કરશે ખરી? કે પછી અહીના રહીશોની હરેક પેઢી એ અંતિમ શ્વાસ સુધી માત્ર રાહજ જોવી પડશે.

Next Article