સુરત અને મુંબઈના હજારો પરિવારના લોકો એક વ્યકિતને આપી રહ્યા છે ઘણી શુભેચ્છા, કારણ કે તેને જ રોકી સુરત-મુંબઈ ટ્રેક પર મોટી રેલ દુર્ઘટના

સુરત અને મુંબઈના હજારો પરિવારના લોકો એક વ્યકિતને આપી રહ્યા છે ઘણી શુભેચ્છા, કારણ કે તેને જ રોકી સુરત-મુંબઈ ટ્રેક પર મોટી રેલ દુર્ઘટના

સંજાણ રેલવે સ્ટેશન ખાતે આજે મોટી દુર્ઘટના ટળી હતી.રેલવે સ્ટેશન પાસેજ રેલ ટ્રેકમાં ક્રેક પડ્યું હતું.જેના કારણે ટ્રેન દુર્ઘટના થવાની શક્યતા હતી.પરંતુ આ ક્રેક ઉપર રેલવે વિભાગના કર્મચારીની નજર પડતા તેણે તાત્કાલિક ઉપર અધિકારીઓ ને જાણ કરી હતી અને રેલવે ટેકનીકલ સ્ટાફ સહીત અધિકારી સ્થળ ઉપર દોડી ગયા હતા. ક્રેક સ્પષ્ટ દેખાતા તાત્કાલિક રેલ વેહવાર […]

Sachin Kulkarni

| Edited By: Parth_Solanki

Feb 09, 2019 | 2:13 PM

સંજાણ રેલવે સ્ટેશન ખાતે આજે મોટી દુર્ઘટના ટળી હતી.રેલવે સ્ટેશન પાસેજ રેલ ટ્રેકમાં ક્રેક પડ્યું હતું.જેના કારણે ટ્રેન દુર્ઘટના થવાની શક્યતા હતી.પરંતુ આ ક્રેક ઉપર રેલવે વિભાગના કર્મચારીની નજર પડતા તેણે તાત્કાલિક ઉપર અધિકારીઓ ને જાણ કરી હતી અને રેલવે ટેકનીકલ સ્ટાફ સહીત અધિકારી સ્થળ ઉપર દોડી ગયા હતા.

ક્રેક સ્પષ્ટ દેખાતા તાત્કાલિક રેલ વેહવાર અટકાવવામાં આવ્યો હતો અને ટેકનીકલ ટીમ કામે લાગી હતી.યુદ્ધના ધોરણે કામગીરી આરંભી ટ્રેક રીપેર કરવામાં આવ્યો હતો અને બાદમાં રેલ વ્યવહાર શરુ કરાયો હતો.

અમદાવાદથી મુંબઈ તરફ જતા ટ્રેક ઉપર પડેલી આ તિરાડ લગભગ ૪ ઇંચ જેટલી મોટી હતી.જેથી પસાર થતી ફાસ્ટ ટ્રેન દરમિયાન મોટી દુર્ઘટના થવાની પૂરે પુરી શક્યતા હતા. જોકે રેલ વિભાગના કર્મચારીની નજર પડવાથી એક મોટી હોનારત ટળી હતી.

[yop_poll id=1257]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati