World Music Day: સંગીતનો ગુજરાત સાથે અનોખો નાતો, અનેક કલાકારોએ MS યુનિવર્સિટીમાંથી મેળવ્યુ સંગીતનું જ્ઞાન

આજે મ્યુઝિક ડે 2022 (Music Day 2022) પર અમે તે એ સંગીતકારો (Famous Musician) વિશે વાત કરીશું, જેમણે સંગીતની દુનિયામાં ગુજરાતનું નામ રોશન કર્યુ છે. સંગીતની વાત આવે એટલે પહેલા જ વડોદરાની એમ એસ યુનિવર્સિટીની પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી જ સામે આવે.

World Music Day: સંગીતનો ગુજરાત સાથે અનોખો નાતો, અનેક કલાકારોએ MS યુનિવર્સિટીમાંથી મેળવ્યુ સંગીતનું જ્ઞાન
MS University (File Image)
| Edited By: | Updated on: Jun 21, 2022 | 1:07 PM

સંગીતનું (Music) આપણા જીવનમાં ઘણું મહત્વ છે. તેના વિના આપણે આપણા જીવનની કલ્પના પણ કરી શકતા નથી. સંગીત એવું છે કે તે તમને આધ્યાત્મિક અને માનસિક શાંતિની અનુભૂતિ કરાવે છે. આતેથી જ દર વર્ષે 21 જૂને‘વિશ્વ સંગીત દિવસ’ (World Music Day) ઉજવવામાં આવે છે. જો કે સંગીતનો ગુજરાત સાથે અનેરો સંબંધ છે. હાલમાં બોલિવુડથી લઇને શાસ્ત્રીય સંગીત સુધી તેમજ લોક ગીતોમાં પણ ગુજરાતી કલાકારોનું ખૂબ નામ છે. જેમાં ઘણા કલાકારો સંગીતના પાઠ વડોદરાની (Vadodara) પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીમાંથી શીખેલા છે.

MS યુનિવર્સિટીમાંથી મેળવ્યુ આ કલાકારોએ જ્ઞાન

આજે મ્યુઝિક ડે 2022 (Music Day 2022) પર અમે તે એ સંગીતકારો (Famous Musician) વિશે વાત કરીશું, જેમણે સંગીતની દુનિયામાં ગુજરાતનું નામ રોશન કર્યુ છે. સંગીતની વાત આવે એટલે પહેલા જ વડોદરાની એમ એસ યુનિવર્સિટીની પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી જ સામે આવે. કારણકે ઘણા કલાકારોએ પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીમાંથી એક્ટિંગ, નૃત્ય તેમજ સંગીતના પાઠ મેળવેલા છે. સંગીતકારોની વાત કરવામાં આવે તો ગઝલ ગાયિકા મીતાલી મુખર્જી, મ્યુઝિક ડાયરેક્ટર આસિત દેસાઇ, પ્લેબેક સિંગર સબ્બિર કુમાર, લોકગાયક કીર્તિદાન ગઢવી ઇ.સ. 1996થી ઇ.સ. 2000માં આ ફેકલ્ટીમાં ભણ્યા હતા. આજે પણ જ્યારે તેઓ વડોદરા આવે ત્યારે ફેકલ્ટીની જરૂર મુલાકાત લે છે.

સંગીતના પાઠ્યપુસ્તકની શરૂઆત વડોદરામાં

દેશમાં માત્ર ત્રણ જ સંસ્થામાં પર્ફોર્મિંગ આર્ટસનો અભ્યાસ કરાવવામાં આવે છે, જેમાંથી એક ગુજરાતના વડોદરાની એમ.એસ. યુનિવર્સિટી છે. જેમાં પરફોર્મિંગ આર્ટ્સનો અભ્યાસ કરાવવામાં આવે છે, ભારતમાં સૌથી વધુ શિક્ષકોની સંખ્યા વડોદરાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં છે. સંગીતના પાઠ્યપુસ્તકની શરૂઆત વડોદરામાં કરવામાં આવી હતી. તેમજ સ્વરલીપી અને ભારતીય વાદ્યોનું વૃંદવાદન કરવાનો પ્રથમ પ્રયોગ વડોદરામાં કરવામાં આવ્યો. ત્યારબાદ ફ્રેડલીસ નામના એક વિદેશી જાણકાર આવ્યા અને તેમણે અનેક પ્રયોગો કર્યો. ઇ.સ. 1916માં અખંડ ભારતની પ્રથમ સંગીત પરિષદ પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે કે જેઓ સંગીતના ભીષ્મપિતા ગણવામાં આવે છે તેમણે મધ્યવર્તી શાળામાં કર્યું હતું. જેમાં 400 વિદ્વાન આવ્યા.

ગાયકો, તબલાવાદકોએ પણ અહીં ભણ્યા

લોક ગાયિકા અને ગૌરવ પુરસ્કાર વિજેતા વત્સલા પાટીલ પણ અહીં અભ્યાસ કરી ચુક્યા છે. તબલા વાદક નિતિરંજ બિશ્વાસ નેધરલેન્ડમાં આખા યુરોપમાં શો કરે છે અને એક્સપરિમેન્ટલ મ્યુઝિકમાં મોટું નામ છે. આ સિવાય તબલા વાદક હિમાંશુ મહંત પણ અહીં ભણી ચુક્યા છે.