વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં આવ્યું પૂર ! ભયજનક સપાટી પર પહોંચી નદી, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ-Video

વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં આવ્યું પૂર ! ભયજનક સપાટી પર પહોંચી નદી, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ-Video

| Edited By: | Updated on: Aug 27, 2024 | 9:26 AM

વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું છે. વડોદરાના અનેક રાજમાર્ગો પર વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યાં છે. સમા ઊર્મિ બ્રિજથી અમિતનગર સર્કલ સુધી વિશ્વામિત્રી નદીના પાણી આવી ગયા છે. મંગલપાંડે રોડ, સમા ગામ, સયાજીગંજ વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે.

સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે અનેક જીલ્લાઓમાં વરસાદી પાણીના કારણે બેટમાં ફેરવાયા છે. ત્યારે વડોદરામાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. જે બાદ વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું છે. વડોદરાના અનેક રાજમાર્ગો પર વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યાં છે. સમા ઊર્મિ બ્રિજથી અમિતનગર સર્કલ સુધી વિશ્વામિત્રી નદીના પાણી આવી ગયા છે. મંગલપાંડે રોડ, સમા ગામ, સયાજીગંજ વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે.

વિશ્વામિત્રી નદીમાં આવ્યું પૂર

વડોદરાની વિશ્વામિત્રી નદીમાં વરસાદી પાણીની ભરપૂર આવક થતા છલકાઈ ગઈ છે જેના કારણે વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. વડોદરાના વડસર, કારેલીબાગ, મુજમહોડા, ફતેગંજ વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે. તંત્રએ આર્મી અને એરફોર્સને સ્ટેન્ડબાય રાખી રહી છે. તે સાથે મ્યુનિસિપલ કમિશનર, મેયર, ચેરમેન, સાંસદ, વિધાનસભા દંડક, ધારાસભ્યો આખી રાત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં બેસી સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે.

ભયજનક સપાટી પર પહોંચી વિશ્વામિત્રી

વરસાદી પાણીના કારણે વિશ્વામિત્રી નદીની સપાટી કાલાઘોડા બ્રિજ પર 32 ફૂટ પર પહોંચી ગઈ છે. જ્યારે સમા હરણી બ્રિજ પર 40.83 ફૂટ, અકોટા બ્રિજ પર 36 ફૂટ, મંગલ પાંડે બ્રીજ પર 35 ફૂટ પર પહોંચી ગઈ છે. અનેક વિસ્તારોમાં નદીના પાણી ફરી વળ્યા છે ત્યારે લોકોને પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદ અને બીજી તરફ વિશ્વામિત્રી નદીમાં પૂરના કારણે લોકો સ્થિતિ દૈનિય બની છે. અનેક સોસાયટીના ઘરોમાં, દુકાનો, ગોડાઉનમાં પાણી ફરી વળ્યા છે.

Published on: Aug 27, 2024 08:57 AM