Vadodra : પોલીસના વફાદાર સ્નિફર ડોગ મીનાનું નિધન, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત VVIP બંદોબસ્તમાં ફરજ બજાવી છે

|

Jun 18, 2021 | 1:59 PM

Vadodra : પોલીસ દળમાં ચોરી, લૂંટફાટ, હત્યા, બિનવારસી વસ્તુઓનો ભેદ ઉકેલવામાં ડોગ સ્કવોડની મહત્વની ભૂમિકા હોય છે. વડોદરા પોલીસમાં સ્નિફર ડોગ તરીકે ફરજ બજાવતી મીના જર્મન શેફર્ડનું  અવસાન થયું હતુ.

Vadodra : પોલીસના વફાદાર સ્નિફર ડોગ મીનાનું નિધન, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત VVIP બંદોબસ્તમાં ફરજ બજાવી છે
Vadodra Police sniffer dog Meena dies VVIP including Statue of Unity on duty

Follow us on

Vadodra : પોલીસ દળમાં ચોરી, લૂંટફાટ, હત્યા, બિનવારસી વસ્તુઓનો ભેદ ઉકેલવામાં ડોગ સ્કવોડની મહત્વની ભૂમિકા હોય છે.  વડોદરા પોલીસ (Vadodra Police)માં  સ્નિફર ડોગ (sniffer dog) તરીકે ફરજ બજાવતી મીના જર્મન શેફર્ડનું  અવસાન થયું હતુ.

વડોદરા શહેર પોલીસ (City Police)મુખ્ય મથકમાં ડોગ સ્કોવોડમાં સ્નિફર ડોગ (sniffer dog)તરીકે ફરજ બજાવતા મીના જર્મન શેફર્ડનું લાંબી બીમારી બાદ 17 જૂનના રોજ અવસાન થયું હતુ. આ કામગીરી માટે પોલીસ શ્વાન (Police Dog) ટુકડીમાં ઊંચી નસ્લના તાલીમબધ્ધ શ્વાન હોય છે, જે પોલીસ (Police)ને વિવિધ ગંભીર પ્રકારના ગુનાઓ ઉકેલવામાં મદદરુપ બને છે,

એમ પણ કહેવાય છે કે, શ્વાન બહુ જ વફાદાર પ્રાણી છે. જેની સુંધવા-ગંધ પારખીને પગેરુ શોધવાની શક્તિનો રાજ્ય પોલીસ દળ ખૂબ લાંબા સમયથી લાભ લઈ રહ્યું છે.આ માદા જર્મન સ્નિફર ડોગ શહેર પોલીસના શ્વાન દળમાં જૂન 2014થી ફરજ બજાવતી હતી.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

મીના સ્નિફર ડોગ (sniffer dog)ને તમામ સન્માન સાથે ડોગ સ્કોવોડના અન્ય બે સાથી ડોગ ડેની અને સમ્રાટ દ્વારા શ્વાન દળની પરપંર અનુસાર સલામી આપી અંતિમ સન્માન આપવામાં આવ્યું હતં. પોલીસ મુખ્ય મથકના અધિકારીઓ અને ડોગ સ્કોવોડના કર્મચારીઓ દ્વારા અંતિમ વિધી કરવામાં આવી હતી.

વડોદરા શહેર પોલીસ (City Police) શ્વાન દળના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર ( Police Inspector ) શુકલાએ જણાવ્યું કે, શ્વાન દળમાં ચોરી, હત્યાનો ભેદ ઉકેલવા જેવા ગુનામાં ડોગની મદદ લેવામાં આવે છે, તેને ટ્રેકર તરીકે ઓળખવામાં આવે છે જેને માનવ ગંધ પારખવાની ખાસ તાલીમ આપવામાં આવે છે, જ્યારે સ્નિફર ડોગને વિસ્ફોટક પદાર્થ શોધવાની અદ્યતન તાલીમ આપવામાં આવે છે.

આ ડોગને પોલીસ દ્વારા વી.વી.આઈ.પી, વી.આઈ.પી મુલાકાત ઉપરાંત વિસ્ફોટક પદાર્થ શોધવા મોબ ડ્રીલ અને ડેમોસ્ટ્રેશનમાં સ્નિફર ડોગની મદદ લેવામાં આવે છે. જેમકે મહાનુભાવોની મુલાકાત ઉપરાંત રથયાત્રા જેવા પ્રસંગોએ નિર્ધારિત રુટ પર વિસ્ફોટક પદાર્થની શોધખોળ માટે સ્નિફર ડોગની મદદ લેવામાં આવે છે.

સ્નિફર ડોગ મીનાએ વડોદરા શહેર (Vadodra city)જિલ્લા તેમજ કેવડિયા કોલો (Kevadia)ની સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity)ના વી.વી.આઈ.પી બંદોબસ્ત તેમજ રાજ્યમાં અન્ય સ્થળોએ વી.વી.આઈ.પી બંદોબસ્તમાં સફળ ફરજ બજાવી હતી.

 

Next Article