Vadodara: પાદરા નગરપાલિકાએ એવું તો શું કર્યું કે શહેરમાં ટીવી ચેનલ, ઇન્ટરનેટ બધું ઠપ થઈ ગયું?

|

Jun 04, 2022 | 12:52 PM

ચોમાસામાં ભારે વરસાદ અને પવનને કારણે વીજ પુરવઠો ખોરવાય નહી તે માટે વીજ કંપની દ્વારા ચોમાસું શરૂ થાય તે પહેલાં પ્રિ-મેન્સુન કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે જેમાં વીજલાઈને નડતરરૂપ વૃક્ષોનું ટ્રિમિંગ અને નબળા પડી ગયેલાં વાયરો બદલવાની કામગીરી કરાતી હોય છે.

Vadodara: પાદરા નગરપાલિકાએ એવું તો શું કર્યું કે શહેરમાં ટીવી ચેનલ, ઇન્ટરનેટ બધું ઠપ થઈ ગયું?
Padra Municipality in action

Follow us on

પ્રિ-મોન્સૂનની કામગીરીને લઈને વડોદરા (Vadodara) ની પાદરા નગરપાલિકા (Municipality) એકશનમાં આવ્યું છે. પાદરા (Padra) માં મધ્ય ગુજરાત વીજ કંપની (MGVCL) અને નગરપાલિકાએ કેબલ ઓપરેટરો તેમજ બેનર માલિકો સામે તવાઈ બોલાવી છે. ચોમાસા (Monsoon) માં સ્ટ્રીટ લાઈટના થાંભલા પરથી કરંટ ન લાગે તે માટે ટીવી કેબલના વાયરો કાપી નાખવામાં આવ્યા છે. સાથે વીજ કંપનીના થાંભલા પર લગાવેલા ગેરકાયદે બેનરો અને હોર્ડિંગ્સ પણ ઉતારી લેવામાં આવ્યા હતા. એકાએક વાયરો કાપી નાખવામાં આવતા શહેરના તમામ ટીવી અને નેટ બંધ થઈ ગયાં હતાં. ખુદ નગરપાલિકાના સ્ટ્રીટ લાઈટ કમિટીના ચેરમેન બેનરો હટાવવાની કાર્યવાહીમાં લાગ્યા હતા. શહેરના જાસપુર રોડ, નવા એસટી ડેપો, પાદરા જંબુસર હાઇવે સહિત વિવિધ વિસ્તારોમાં MGVCLએ કામગીરી કરી હતી. ત્રણ દિવસ અગાઉ મધ્ય ગુજરાત વીજ કંપનીના મુખ્ય અધિકારીએ કેબલ ઓપરેટરો અને ગેરકાયદે લગાવેલા બેનર માલિકોને ચેતવણી આપી હતી.

ચોમાસામાં ભારે વરસાદ અને પવનને કારણે વીજ પુરવઠો ખોરવાય નહી તે માટે વીજ કંપની દ્વારા ચોમાસું શરૂ થાય તે પહેલાં પ્રિ-મેન્સુન કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે જેમાં વીજલાઈને નડતરરૂપ વૃક્ષોનું ટ્રિમિંગ અને નબળા પડી ગયેલાં વાયરો બદલવાની કામગીરી કરાતી હોય છે. આ સાથે વીજ થાંભલા પર લોકો દ્વારા લગાવવામાં આવેલા બેનરો અને કેબલ કંપનીઓના વાયરો પણ હટાવી દેવામાં આવતાં હોય છે. આવી જ કાર્યવાહી મધ્ય ગુજરાત વીજ કંપની અને પાદરા નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

Next Article