Vadodara: લો બોલો! “કોરોનાથી બચવા માસ્ક પહેરો”, માસ્ક પહેર્યા વગર ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની લોકોને સલાહ

| Edited By: | Updated on: Dec 28, 2021 | 4:52 PM

કોરોનાના વધતા કેસોની સ્થિતિએ નેતાઓ રાજકીય મેળાવડાઓ યોજી રહ્યા છે. ખુદ નેતાઓ જ કોરોના સામે બેદરકારી દાખવે છે અને લોકોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની સલાહ આપી રહ્યા છે.

‘ગોળ ખાનાર પોતે જ બીજાને ગોળ ન ખાવાની સલાહ આપે તો? જી, હા આવુ જ કંઈક બન્યુ છે. વડોદરા (Vadodara)ના વાઘોડિયા (Vaghodia)ના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે (MLA Madhu Srivastava) લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે અને એ પણ પોતે જ માસ્ક પહેર્યા વિના.

 

ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે દરેક વ્યક્તિએ પોતે જ સમજીને ગાઈડલાઈનનું પાલન કરવુ ખૂબ જ જરુરી છે. જેથી કોરોના સંક્રમણ વધે નહીં. સમગ્ર રાજ્યમાં વહીવટી તંત્ર અને સત્તાધીશો લોકોને ગાઈડલાઈનનું કડક પાલન કરવા અપીલ પણ કરી રહ્યા છે. વડોદરાના વાઘોડિયામાં પણ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે. જો કે નવાઈની વાત એ છે કે આ સલાહ આપતા સમયે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પોતે જ માસ્ક પહેર્યુ ન હતુ.

મહત્વનું છે કે કોરોનાના વધતા કેસોની સ્થિતિએ નેતાઓ રાજકીય મેળાવડાઓ યોજી રહ્યા છે. ખુદ નેતાઓ જ કોરોના સામે બેદરકારી દાખવે છે અને લોકોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની સલાહ આપી રહ્યા છે.

ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોનો વિસ્ફોટ થઇ રહ્યો છે. રાજ્યમાં સોમવારે કોરોના વાયરસના નવા 204 કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 98 એટલે કે નવા કેસના 50 ટકા જેટલા માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. તો આ સાથે જ રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 1000ને પાર થઇને 1086 પર પહોચ્યો છે. ત્યારે સામાન્ય જનતાએ કોરોના નિયમોનું પાલન કરીને સાવચેતી રાખવાની જરુર છે.

 

આ પણ વાંચોઃ Surat : શિક્ષણ સમિતિની શાળામાં કોમ્પ્યુટર ઓપરેટરોના અભાવે શિક્ષકો કલાર્કની ભૂમિકા ભજવવા માટે મજબુર

 

આ પણ વાંચોઃ દેશમાં નશાખોરીને ડામવા ગૃહમંત્રી અમિત શાહે બોલાવી બેઠક, ડ્રોન-સેટેલાઇટના ઉપયોગ સહિત અનેક મહત્વના નિર્ણયો લેવાયા

 

આ પણ વાંચોઃ Surat : કાપડ ઉધોગમાં 12 ટકા જીએસટીનો વેપારીઓનો વિરોધ પાણીમાં જાય તેવી શક્યતા, સરકાર હજી સુધી નિર્ણય પર અડગ

Published on: Dec 28, 2021 04:46 PM