Vadodara : વરસાદ બાદ પાણીજન્ય રોગચાળો વકર્યો, હોસ્પિટલો હાઉસફૂલ થતા દર્દીઓને હાલાકી

|

Jul 25, 2022 | 9:40 AM

વડોદરાના (vadodara news) વિવિધ વિસ્તારોમાં દૂષિત પાણી અને ગંદકીને કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના કેસોમાં વધારો થઇ રહ્યો છે.

Vadodara : વરસાદ બાદ પાણીજન્ય રોગચાળો વકર્યો, હોસ્પિટલો હાઉસફૂલ થતા દર્દીઓને હાલાકી
Mosquito borne diseases

Follow us on

વડોદરામાં (vadodara) ભારે વરસાદ (Rain) બાદ હવે વકરી રહેલો રોગચાળો લોકો પર કહેર વરસાવી રહ્યો છે. વડોદરામાં વધી રહેલા રોગચાળાને કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં (Hospital) સતત કેસો વધી રહ્યા છે.બીજી તરફ દંતેશ્વર તળાવના ફૂટપાથ પર ખુલ્લામાં રહેતા યુવકનું ઝાડા ઉલટી બાદ મોત નિપજ્યું છે. તમને જણાવી દઈએ કે, યુવકને સારવાર માટે SSG હોસ્પિટલમાં (SSG Hospital) ખસેડવામાં આવ્યો હતો પરંતુ બે દિવસ પહેલા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યુ.મહત્વનું છે કે શંકાસ્પદ રોગને કારણે વડોદરામાં કુલ બે લોકોના મોત થયા છે.

હોસ્પિટલોમાં સુવિધાઓનો પણ અભાવ

બીજી તરફ વડોદરાના (vadodara news) વિવિધ વિસ્તારોમાં દૂષિત પાણી અને ગંદકીને કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના કેસોમાં વધારો થઇ રહ્યો છે.શહેરની સરકારી હોસ્પિટલોમાં કમળા અને ટાઇફોઇડના દર્દીઓ મોટી સંખ્યામાં દાખલ થઇ રહ્યા છે.SSG હોસ્પિટલ અને ચેપી રોગોની સારવારની હોસ્પિટલમાં દર્દીઓની (patient) સંખ્યા સતત વધી રહી છે.વડોદરાની ચેપી રોગ હોસ્પિટલમાં હાલ વારસિયા, ઇન્દ્રનગર, ડભોઇ રોડ વિસ્તારના 35 અલગ અલગ રોગના દર્દીઓ સારવાર હેઠળ છે. બીજી તરફ હોસ્પિટલોમાં સુવિધાઓનો પણ અભાવ છે.દર્દીઓ તેમજ તેમના સ્વજનોનું કહેવું છે કે પીવાનું શુદ્ધ પાણી ન આવતું હોવાથી તેમજ ગંદકી હોવાથી મચ્છરોનો (mosquito)ઉપદ્રવ વધી રહ્યો છે.

ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...

સવાર અને સાંજ એમ બંને ટાઇમ ઓપીડી હોલ ખીચોખીચ દર્દીઓની લાઇનથી ઉભરાઇ રહ્યો છે.SSG હોસ્પિટલના મેડિસિન વિભાગના મોટા ભાગના બેડ ફૂલ થઇ ગયા છે. કમળો, તાવ અને ઝાડા ઉલટી જેવા રોગોના દર્દીઓથી વોર્ડ ઉભરાઈ રહયા છે.

Published On - 9:25 am, Mon, 25 July 22

Next Article