Vadodara: વડોદરાના વિવિધ વિસ્તારોમાં હજુ પાણી, આદર્શનગરમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકો મુશ્કેલીમાં

વડોદરાના (Vadodara) તરસાલીમાં કોર્પોરેશનની ઘોર બેદરકારીથી લોકોની વધી મુશ્કેલી. આદર્શનગરમાં વરસાદી પાણીનો (Rain Water) નિકાલ ન થતા રહીશો રોષે ભરાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2022 | 4:40 PM

સોમવારે મોડી રાત્રે પડેલા ભારે વરસાદને (Rain) પગલે વડોદરાના (Vadodara) અનેક વિસ્તારો પાણી પાણી થયા છે. વડોદરાના વાઘોડીયા રોડ, આજવા રોડ સહિતના વિસ્તારોમાં આવેલી સોસાયટીઓમાં વરસાદી પાણી ઘુસ્યા છે. ખાસ કરીને વાઘોડીયા રોડ પર આવેલી રંગવાટિકા, સોનપુર અને સરદાર એસ્ટેટમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. તો વૃંદાવન ચાર રસ્તા, પ્રભાત રોડ, સૂર્ય નગર, પાણીગેટ, ઉમા ચાર રસ્તા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે. તરસાલીમાં પણ આદર્શનગરમાં વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આદર્શનગરમાં વરસાદી પાણીનો નિકાલ  ન થતા રોષ

વડોદરાના તરસાલીમાં કોર્પોરેશનની ઘોર બેદરકારીથી લોકોની વધી મુશ્કેલી. આદર્શનગરમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા રહીશો રોષે ભરાયા છે..એક અઠવાડિયાથી ગોઠણસમા ભરાયેલા પાણીથી લોકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે..બીજી તરફ વડોદરાના ધનિયાવી ગામ જવાના માર્ગ પર પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. આદર્શનગરમાં વરસાદી પાણી ભરાયેલા હોવાથી લોકોને મગરનો ભય રહે છે..છેલ્લા 4 વર્ષથી પાણી ભરાવવાની સમસ્યા સર્જાય છે છતાં કોર્પોરેશન તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

હેરણ નદીમાં ત્રીજી વખત પૂર આવ્યું

બીજી તરફ વડોદરાના ડભોઇમાં અવિરત વરસાદને પગલે હેરણ નદીમાં ત્રીજી વખત પૂર આવ્યું છે. જેના કારણે આશગોલ ગામ ફરી સંપર્કવિહોણું બન્યું. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે હેરણ નદીમાં પૂર આવ્યું. નદીના પાણી ડાયવર્ઝન રોડ પર ફરી વળતા સંપર્ક ખોરવાયો. હેરણ નદી આશગોલ ગામ વચ્ચેથી જ પસાર થાય છે જેના કારણે 600 જેટલા લોકોની સ્થિતિ કફોડી બની છે. ઉપરવાસમાં વરસાદને લઇને ડભોઇ તાલુકાના 10 જેટલા રસ્તાઓ બંધ થયા છે.

Follow Us:
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">