Vadodara : મ્યુકોરમાઇકોસિસની સર્જરી કરવાના મામલે રાજ્યમાં વડોદરા સૌથી મોખરે

|

Jul 02, 2021 | 10:57 AM

Vadodara : મ્યુકોરમાઇકોસિસમાં (Mucormycosis) વધારો થતા ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વડોદરા મ્યુકોરમાઇકોસિસની સર્જરીમાં રાજ્યમાં મોખરે છે.

Vadodara : મ્યુકોરમાઇકોસિસની સર્જરી કરવાના મામલે રાજ્યમાં વડોદરા સૌથી મોખરે
મ્યુકોરમાઇકોસિસની સર્જરી

Follow us on

Vadodara : રાજ્યમાં કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસએ (Mucormycosis) ચિંતા વધારી છે. આ રોગના દર્દીઓમાં વધારો થતા તંત્ર પણ સતર્ક થયું છે. રાજ્યમાં મ્યુકોરમાઇકોસિસના કેસ ભલે રાજકોટ અને અમદાવાદમાં વધારે હોય પરંતુ સર્જરી મામલે વડોદરા મોખરે રહ્યું છે.

અમદાવાદ અને રાજકોટમાં જેટલી સર્જરી થઇ છે તેનાથી વધુ સર્જરી વડોદરામાં થઇ છે. વડોદરામાં ગોત્રી હોસ્પિટલ અને એસએસજી હોસ્પિટલમાં 1540થી વધુ દર્દીની સર્જરી કરવામાં આવી છે. જયારે અમદાવાદમાં 650થી વધુ અને રાજકોટમાં 620થી વધુ સર્જરી કરવામાં આવી છે.

વડોદરામાં ખાનગી હોસ્પિટલમાં તો અલગથી સર્જરી કરવામાં આવી હતી. સુરતમાં પણ અત્યાર સુધી 400થી વધુ સર્જરી કરવામાં આવી છે. નોંધનીય છે કે, વડોદરામાં 21 દિવસમાં જ જડબાની 265 અને અન્ય 518 સર્જરી કરવામાં આવી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

વડોદરામાં ગુરુવારે એસએસજી અને ગોત્રી હોસ્પિટલમાં મ્યૂકોરમાઇકોસિસના નવા 5 કેસ આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં એક દર્દીનું મોત થયું હતું. 24 કલાકમાં 9 દર્દીઓએ મ્યૂકોરમાઇકોસિસને મ્હાત આપી છે. હાલ એસએસજીમાં 134 અને ગોત્રી હોસ્પિટલમાં 47 થઇને કુલ 181 દર્દીઓ સારવાર હેઠળ છે. ગુરુવારે ગોત્રીમાં 22 અને એસએસજીમાં 23 સહિત કુલ 45 સર્જરીઓ કરવામાં આવી હતી.

સરકારે મ્યૂકરમાઈકોસિસથી બચવાના પાંચ ઉપાયો જાહેર કર્યા છે. સરકારે જાહેર કરેલા ઉપાયોની વાત કરીએ તો, કોરોના થયો હોય કે ન થયો હોય લોકોએ સુગર લેવલ મર્યાદા કરતા ઓછું રાખવા પ્રયાસ કરવો.

કોરોનાની સારવાર દરમિયાન છઠ્ઠા દિવસ પછી જરૂર જણાય તો જ સ્ટિરોઈડનો ઉપયોગ કરવો. સ્ટિરોઈડનો ઉપયોગ પણ ડોક્ટરના ઓબ્ઝર્વેશનમાં જ કરવો. કોરોનાનો દર્દી ઓક્સિજન પર હોય તો તેના માસ્કમાં પાણીના ટીપા બાઝે તો તેને સાફ કરવા અને અન્ય પાણીનો ઝડપથી નિકાલ કરવો.

કોરોનાના દર્દીઓએ શરીરની યોગ્ય સાફ સફાઈ જાતે થાય તો કરવી અથવા વોર્ડ બોય દ્વારા સફાઈ કરાવવી. મોઢામાં ક્યાંય પણ અલ્સર થાય કે ચાંદી પડે ત્યારે સામાન્ય સારવાર દ્વારા તેનો ઝડપી ઉકેલ લાવવો જોઈએ. આ બિમારીને ઝાયગોમાઈકોસિસના નામે પણ ઓળખાય છે.

Next Article