Vadodara: સતત બીજા નોરતે થયેલા હોબાળા બાદ, યુનાઇટેડ વેના ગરબા મેદાનમાં કરાઈ સાફ સફાઈ, કાંકરા હટાવાયા

|

Sep 28, 2022 | 1:26 PM

વડોદરાના (Vadodara) યુનાઇટેડ વેના ગરબા ખૂબ જ પ્રખ્યાત છે. જો કે યુનાઇટેડ વેના (United Way) મેદાનમાં કાંકરા વાગતા સતત બીજા દિવસે ખેલૈયાઓએ હોબાળો મચાવ્યો હતો.

Vadodara: સતત બીજા નોરતે થયેલા હોબાળા બાદ, યુનાઇટેડ વેના ગરબા મેદાનમાં કરાઈ સાફ સફાઈ, કાંકરા હટાવાયા
હોબાળા બાદ યુનાઇટેડ વે ગરબાના મેદાનની સાફ સફાઇ કરાઇ

Follow us on

વડોદારાના (Vadodara) યુનાઇટેડ વેના ((United way ) ગરબા મેદાનમાં ભારે હોબાળા બાદ સાફ સફાઇ કરવામાં આવી છે. ખેલૈયાઓના ભારે હોબાળા બાદ આયોજકોએ મેદાનમાંથી કાંકરા હટાવ્યાં છે. આયોજકોએ 100 મજૂરો સાથે ગ્રાઉન્ડમાં સાફ સફાઈ કરી. એટલું જ નહીં ગ્રાઉન્ડમાં કાંકરાની સફાઈ, પાણીનો છંટકાવ અને માટી નાખવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ કામગીરી માટે પાણીના 4 ટ્રેકટર, માટીના 9 ટ્રેકટર અને બે JCBની મદદ લેવામાં આવી રહી છે.

પોલીસે મેદાન સાફ કરાવવાની ખાતરી આપી હતી

વડોદરાના યુનાઇટેડ વેના ગરબા ખૂબ જ પ્રખ્યાત છે. જો કે યુનાઇટેડ વેના મેદાનમાં કાંકરા વાગતા સતત બીજા દિવસે ખેલૈયાઓએ હોબાળો મચાવ્યો હતો. પ્રથમ દિવસે પણ લોકોને પથ્થર વાગતા નારા લગાવાયા અને ગઈકાલે સતત બીજા દિવસે ખેલૈયાઓએ પથ્થર પથ્થરના સૂત્રોચ્ચાર કર્યા હતા. ગરબા માટે પાસના હજારો રૂપિયા લેવા છતા ખેલૈયાઓને હાલાકી પડી હતી. ખેલૈયાઓએ ભારે હોબાળો મચાવતા પોલીસે સ્ટેજ પર જઈને કરી શાંતિ જાળવવા અપીલ કરી હતી અને ત્રીજા દિવસે મેદાન સાફ કરાવવાની ખાતરી આપી હતી.

વડોદરાના (Vadodara) વિશ્વ વિખ્યાત ગરબા મહોત્સવમાં વિવાદ સર્જાયો હતો. યુનાઇટેડ વેના (United way of baroda) ગરબામાં સતત બીજા દિવસે ખેલૈયાઓએ હોબાળો મચાવીને રોષ વ્યક્ત કર્યો હતો.જો કે હોબાળાને પગલે માંજલપુર પીઆઇ સ્ટેજ પર દોડી આવ્યા હતા અને ખેલૈયાઓને તેમની રજૂઆત લેખિતમાં આપવા જણાવ્યું હતું. ખેલૈયાઓએ રિફંડની બૂમો પાડતાં ગરબા બંધ કરવાનો વારો આવ્યો હતો. સ્ટેજ પાસે જ ખેલૈયાઓનું ટોળું વળી ગયું હતું. સતત અડધો કલાક સુધી હોબાળા બાદ ફરીથી ગરબા શરૂ થયા હતા.

આજનું રાશિફળ તારીખ : 14-05-2024
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર

ગ્રાહક સુરક્ષા કોર્ટમાં પણ ફરિયાદ કરાઈ

તો બીજી બાજુ મુખ્ય કલાકાર અતુલ પુરોહિતે પણ શાંતિ જાળવવા અપીલ કરી હતી, તેમણે ત્રીજા દિવસે મેદાન સાફ કરાવવાની ખાતરી આપી હતી. બીજીબાજુ ગરબાના (Garba) આયોજનમાં વ્યવસ્થાનો અભાવ હોવાના મુદ્દે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં પણ ફરિયાદ કરાઈ છે. તમને જણાવી દઈએ કે, ઈન્ટરવલ બાદ પગમાં પથ્થરો વાગતા ખૈલેયાઓએ હોબાળો મચાવ્યો હતો.તો ફૂડ કોર્ટ (Food court) તથા પાણીના સ્ટેન્ડમાં પણ યોગ્ય વ્યવસ્થા નહીં હોવાને કારણે ખૈલાયાઓ રોષે ભરાયા હતા.

અસુવિધાને પગલે ખૈલેયાઓ રોષે ભરાયા

પ્રથમ નોરતે પણ ખેલૈયાઓએ પથ્થર -પથ્થરના નારા લગાવીને વિરોધ નોંધાવ્યો હતો.તો આ મામલે ગઈકાલે ગ્રાહક સુરક્ષામાં પણ ખેલૈયાઓએ ફરિયાદ કરી હતી.વડોદરા શહેરમાં યોજાતા યુનાઇટેડ વેના ગરબા વિશ્વ વિખ્યાત છે. અહીં પાસનો ભાવ 5000 હોવા છતા ખૈલેયા માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ખૈલેયાઓએ વિરોધ (Protest) નોંધાવ્યો હતો.

Next Article