વડોદરાની ટ્રાયએથલીટ રિદ્ધિની યશસ્વી સિદ્ધિ, ટ્રાયથ્લોનમાં કોમનવેલ્થ અને એશિયન ગેમ્સ માટેના ટ્રાયલ કેમ્પ માટે પસંદગી

|

Feb 03, 2022 | 12:25 PM

રિદ્ધિએ ઓક્ટોબર માસમાં ધનુષકોટી ખાતે નેશનલ ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો, તેણીએ વર્ષ 2021માં ભારતીય ટ્રાયથલોન ફેડરેશન દ્વારા આયોજિત રાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટમાં બે કાંસ્ય ચંદ્રક પણ મેળવ્યા હતા

વડોદરાની ટ્રાયએથલીટ રિદ્ધિની યશસ્વી સિદ્ધિ, ટ્રાયથ્લોનમાં કોમનવેલ્થ અને એશિયન ગેમ્સ માટેના ટ્રાયલ કેમ્પ માટે પસંદગી
રિદ્ધિ કદમ (file photo)

Follow us on

વડોદરા (Vadodara)ની રમત વીરાંગના ટ્રાયએથલીટ રિદ્ધિ કદમે યશસ્વી અને આશાસ્પદ સિદ્ધિ મેળવી છે. તે આગામી XXII કોમનવેલ્થ ગેમ્સ, બર્મિંગહામ અને XIX એશિયન ગેમ્સ, હાંગઝોઉ માટે ટ્રાયથ્લોન ઇવેન્ટમાં ઇન્ડિયન ટ્રાયથલોન (Triathlon) ફેડરેશન ધ્વારા ટ્રાયલ/કેમ્પ માટે પસંદ થઈ છે.

કોરોના મહામારી પછી આ વર્ષે રિદ્ધિએ ઓક્ટોબર માસમાં ધનુષકોટી ખાતે નેશનલ ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. તેણીએ વર્ષ 2021માં ભારતીય ટ્રાયથલોન ફેડરેશન (ITF) દ્વારા આયોજિત રાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટમાં બે કાંસ્ય ચંદ્રક પણ મેળવ્યા હતા.

દરેક પડકાર ને પાર કરીને રિદ્ધીએ પોતાની ક્ષમતા પુરવાર કરીને આ સ્થાન હાંસલ કર્યું છે. XXII કોમનવેલ્થ (Commonwealth) ગેમ્સ અને XIX એશિયન ગેમ્સ (Asian Games) માં ક્વોલિફાય કરવા માટે, તે આવનાર ફેબ્રુઆરી અને એપ્રિલ માસમાં યોજાનારી શ્રેણીબદ્ધ પસંદગીની ટ્રાયલ્સમાં ભાગ લેશે. તેણી સ્પોર્ટ્સ ઓથોરીટ ઓફ ગુજરાતના ડીસ્ટ્રીકટ કોચ ક્રિષ્ના પંડ્યા, વિવેકસિંહ બોરાલિયા તથા ટ્રેનર બિપિન કુમાર અને સુબોધ કુમાર પાસે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કોચિંગ લઈ રહી છે.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

વડોદરા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના સિનિયર કોચ જયેશ ભાલાવાલાએ રિદ્ધિની આ સફળતાને બિરદાવી છે તથા સ્વિમિંગ ડિસ્ટ્રિક્ટ કોચ ક્રિષ્ના પંડ્યા અને વિવેકસિંહને તેની આ સિદ્ધિ માટે અભિનંદન આપ્યા છે.

શું છે ટ્રાઈથ્લોન

ટ્રાઇથ્લોન એક રમત છે જે વિવિધ પ્રકારની રેસને જોડે છે. તેમાં સ્વીમિંગ, સાયકલિંગ અને રનિંગને સમાવેશ થાયે છે. સ્પર્ધાના આ ત્રણ મુખ્ય એક બીજાને જોડીને સળંગ એક સ્પર્ધા બને છે. સૌપ્રથન સ્વીમિંગ કરવાનું હોય છે ત્યાર બાદ સાયકલિંગ અને છેલ્લા દોડવાનું કરવાનું હોય છે. તેના વિવિધ પ્રકારો હોય છે. જે પ્રમાણે તેનું અંતર નક્કી થાય છે.

ટ્રાઈથ્લોનના કેવા પ્રકાર હોય છે

1. સુપર સ્પ્રિન્ટ – ટૂંકા અંતરની સ્પર્ધા. સ્વિમિંગ – 300 મીટર, સાયકલિંગ – 8 કિલોમીટર, રનિંગ – 2 કિલોમીટર.

2. સ્પ્રિન્ટ – સ્વિમિંગ – 750 મીટર, સાયકલિંગ – 20 કિલોમીટર, રનિંગ – 5 કિલોમીટર.

3. ઓલિમ્પિક ટ્રાયથ્લોન: સ્વિમિંગ – 1500 મીટર, સાયકલિંગ – 40 કિલોમીટર, રનિંગ – 10 કિલોમીટર

4. હાફ આયર્ન : સ્વિમિંગ – 1.9 કિલોમીટર, સાયકલિંગ – 90 કિલોમીટર, રનિંગ – 21 કિલોમીટર

5. આયર્ન મેનઃ સ્વિમિંગ – 3.8 કિલોમીટર, સાયકલિંગ – 180 કિલોમીટર, રનિંગ -42 કિલોમીટરનું અંતર

આ ઉપરાંત અલ્ટ્રા ટ્રાયથ્લોન પણ હોય છે જેના ઘણા પ્રકારો હોય છે. તેમાં સામાન્ય રીતે આયર્નમેન કરતાં ડબલ, ત્રણ ગણું, ચાર ગણું, પાંચ ગણું કે દસ ગણું અંતર હોઈ શકે છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં મહેસૂલ વિભાગમાં ધરખમ ફેરફારો,134 ડેપ્યુટી કલેક્ટરોની મધ્યરાત્રીએ બદલીના આદેશો

આ પણ વાંચોઃ Gujarat માં કોરોના રસીકરણની કામગીરી પૂરજોશમાં, 10 લાખ ડોઝ પુરા થતાં ઉજવણી કરાશે

Next Article