Vadodara: ચોરીના મોબાઇલ લે વેચ કરતા વેપારીને ઝડપવા પોલીસ બની મોબાઇલ ચોર, આ રીતે ઝડપી પાડ્યા ગુનેગારોને

|

May 27, 2022 | 9:02 PM

વડોદરા શહેર પોલીસના ઝોન-2 DCPની LCB પકડવા માંગતી હતી ખિસ્સા કાતરુંને પણ ખિસ્સા કાતરું ઝડપાયા બાદ ખુલ્યું મોબાઇલ ચોરી અને ચોરીના મોબાઇલ વેચવાનું નેટવર્ક.

Vadodara: ચોરીના મોબાઇલ લે વેચ કરતા વેપારીને ઝડપવા પોલીસ બની મોબાઇલ ચોર, આ રીતે ઝડપી પાડ્યા ગુનેગારોને
Vadodara police

Follow us on

Vadodara: વડોદરા શહેર પોલીસના ઝોન-2 DCPની LCB પકડવા માંગતી હતી ખિસ્સા કાતરુંને પણ ખિસ્સા કાતરું ઝડપાયા બાદ ખુલ્યું મોબાઇલ ચોરી અને ચોરીના મોબાઇલ વેચવાનું નેટવર્ક. વડોદરાથી ભરૂચ સુધી પથરાયેલા મોબાઇલ ચોરીના આ નેટવર્કનો ઝોન 2 DCPની LCBએ પર્દાફાશ કરી બે આરોપીઓની ધરપકડ સાથે ચોરીના 27 મોબાઇલ કબ્જે કર્યા છે.

એસટી બસ તથા સ્થાનિક બસોના જ્યાં સ્ટોપેજ આવેલા છે તે વડોદરા શહર નાના કીર્તિ સ્થંભ નજીક ખિસ્સા કાતરું સક્રિય થયા હોવાની ફરિયાદ વડોદરા શહેર પોલીસ કમિશ્નર શમશેર સિંઘને મળતા, તેઓએ ઝોન 2 DCP અભય સોનીને આ અંગે કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. DCP અભય સોનીએ LCBની ટિમ સાથે મળી આ ખિસ્સા કાતરુંને ઝડપી પાડવા આયોજન ઘડી કાઢ્યું અને કીર્તિ સ્થમ્ભ જતી બસોમાં અગાઉથીજ LCBના અલગ માણસો ગોઠવાઈ ગયા બસમાં ચઢ ઉત્તર કરતી વ્યક્તિઓમાં શંકાસ્પદ વ્યક્તિઓની ગતિવિધિ પર વોચ ગોઠવાયેલી હતી દરમ્યાન એક ખિસ્સા કાતરું મુસાફરનું પાકિટ મારતા lcbના એક કર્મચારીના હાથે રંગે હાથ ઝડપાઇ ગયો.

આ સમગ્ર ઓપરેશન અંગે માહિતી આપતા વડોદરા શહેર પોલીસના ઝોન 2 ના DCP અભય સોનીએ ટીવીનઇનને જણાવ્યું કે, વડોદરા શહેરના આજવા રોડ પર રહેતા રાશીદ અબ્દુલ શેખ નામના આ 27 વર્ષીય ખિસ્સાકતરુંની LCB PSI આસિફ દીવાન તથા સ્ટાફ દ્વારા ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી તો તેણે કબૂલાત કરી કે, તે માત્ર તે મુસાફરોના પાકિટ નથી મારતો મોબાઇલ પણ ચોરે છે. અને ચોરીના મોબાઇલ તે જંબુસરના આકીબ મોહંમદ પટેલ નામના મોબાઇલની દુકાન ચલાવતા વેપારીને વેચે છે. રાશીદની કબૂલાત બાદ પોલીસે શરૂ કર્યું વેપારીને પકડવાનું ઓપરેશન.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

DCP અભય સોનીએ વધુમાં જણાવ્યું કે, અમે ખિસ્સા કાતરું પાસેના મોબાઇલથી જ જંબુસરના મોબાઇલ વિક્રેતા આકીબનો સંપર્ક કરી બે મોબાઇલ વેચવાના હોવાનું કહી જંબુસર પહોંચવાનું નક્કી કર્યું, ચોરીના બે મોબાઇલ વેચવાના નામે પોલીસે બિછાવેલી જળમાં મોબાઇલ વિક્રેતા આકીબ પટેલ સપડાઈ ગયો. પૂછપરછમાં તે ભાંગી પડ્યો અને તેની પાસે રાશીદ અબ્દુલ શેખ દ્વારા લાવવામાં આવેલા ચોરીના 27 મોબાઇલ હોવાની કબૂલાત કરી હતી. આ બંને આરોપીઓને વડોદરા ઝોન-2 LCB દ્વારા નવાપુરા પોલીસને સોંપવામાં આવ્યા છે. પોલીસે હવે વડોદરા સુધી પથરાયેલા ચોરીના મોબાઇલ બજાર નેટવર્ક સાથે સન્ડોવાયેલા અન્ય લોકોની શોધખોળ હાથ ધરી છે.

ચોરાયેલા કે ગુમ થયેલા 22 મોબાઇલ મૂળ માલિકોને પરત સોંપ્યા

DCP અભય સોનીએ ટીવી નાઈન સાથેની વાતચીતમાં જણાવ્યું કે, જે પી પોલીસ સ્ટેશનની હદમાં જે લોકોના મોબાઇલ ચોરાયેલા હતા અથવા ગુમ થયેલા હતા તેવા લોકોની ફરિયાદ લઈ તેમના મોબાઇલના IMEI નમ્બરને અમે સર્વેલન્સમાં મુક્યા હતા, આવા 22 મોબાઇલ માલિકોને તેમના ખોવાયેલ મોબાઇલ શોધીને પરત કર્યા છે.

Published On - 9:02 pm, Fri, 27 May 22

Next Article