Vadodara: પોલીસે ટ્રાન્સજેન્ડર ડોકટરની કરી ધરપકડ, છોકરીમાંથી છોકરો બનીને કર્યાં લગ્ન, અંતે ફૂ્ટયો ભાંડો, જાણો સમગ્ર વિગતો

ડો. વિરાજ સાથે લગ્ન કરનાર યુવતીને કબાટની સાફ સફાઈ દરમિયાન પતિ વિરાજે લિંગ પરિવર્તન કર્યા હોવાની ફાઇલ મળી આવી હતી અને આ ફાઇલ જોતા તે ચોંકી ગઈ હતી અને પોતે  છેતરાઈ હોવાની લાગણી સાથે તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. યુવતી જાણી ગઇ હતી કે વિરાજ છોકરી છે અને તેનું સાચું નામ વિજેતા છે. 

Vadodara: પોલીસે ટ્રાન્સજેન્ડર ડોકટરની કરી ધરપકડ, છોકરીમાંથી છોકરો બનીને કર્યાં લગ્ન, અંતે ફૂ્ટયો ભાંડો, જાણો સમગ્ર વિગતો
વડોદરામાં ટ્રાન્સજેન્ડર યુવતીએ યુવક બનીને કર્યાં લગ્ન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2022 | 1:11 PM

વડોદરાની  (Vadodara) પરિણીતા સાથે જાતિ છુપાવી લગ્ન કરનાર દિલ્લીના ડો.વિરાજની આખરે પોલીસે (Police) ધરપકડ કરી છે. પરિણીતાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિરાજ સામે કાર્યવાહી કરી છે. રિમાન્ડ માટે વિરાજને કોર્ટમાં રજૂ કરાશે અને ટ્રાન્સજેન્ડરની (Transgender) સર્જરીની વિગતો મેળવવામાં આવશે. તેમજ અન્ય સબંધીઓની તપાસ માટે રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવશે. ડોક્ટરો અને વકીલો સાથેની મેરેથોન મીટિંગ બાદ કાર્યવાહી કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, વિરાજે જાતિય પરિવર્તન માટે કોલકત્તામાં સર્જરી કરાવી હતી. સર્જરી બાદ પુરૂષ બનીને વડોદરાની મહિલા સાથે લગ્ન કર્યા હતા. ડો. વિરાજ સાથે લગ્ન કરનાર યુવતીને  કબાટની સાફ સફાઈ દરમિયાન પતિ વિરાજે લિંગ પરિવર્તન કર્યા હોવાની ફાઇલ મળી આવી હતી અને આ ફાઇલ જોતા તે ચોંકી ગઈ હતી અને પોતે  છેતરાઈ  હોવાની  લાગણી સાથે તેણે  પોલીસ ફરિયાદ નોંધાવી હતી. યુવતી જાણી ગઇ હતી કે વિરાજ છોકરી છે અને તેનું સાચું નામ વિજેતા છે.

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

જાણો સમગ્ર ઘટનાની વિગતો

વડોદરાની મહિલાએ ટ્રાન્સજેન્ડર પતિ વિરુદ્ધ વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. મહિલાએ કહ્યું કે, વડોદરાની યુવતીના પહેલા પતિનું મૃત્યુ થયું છે, અને તેને પહેલા પતિથી સંતાનમાં એક દીકરી હતી. દીકરીના ભવિષ્ય માટે મહિલાએ બીજા લગ્ન કરવાનું નક્કી કર્યું. તેના બીજા લગ્ન દિલ્હીના યુવક વિરાજ હર્ષવર્ધન સાથે 6 વર્ષ પહેલા થયા હતા. પરિવારજનોએ યુવતી સાથે ફાઈવ સ્ટાર હોટલમાં ધામધૂમથી લગ્ન પણ કર્યાં. પતિ વિરાજ હર્ષવર્ધન  લગ્નની પ્રથમ રાત્રે  પત્ની સાથે શારિરીક સંબંધ બાંધી શક્યો ન હતો અને તે સતત બહાના બતાવીને આ બાબત ટાળતો હતો.મહિલા પાસે પોતે સ્ત્રી હોવાની વાત છુપાવનાર દિલ્હીના ડો.વિરાજે જાતિય પરિવર્તન માટે કોલકત્તામાં સર્જરી કરાવી હતી. લગ્ન કરનારી યુવતીએ ગોત્રી પોલીસ મથકે અરજી આપી હતી.

પત્ની શારિરીક સંબંધ ટાળવા બનાવતો હતો બહાના

ડો. વિરાજ પત્ની સાથે  શારિરીક સંબંધ ટાળવા સતત બહાના બનાવતો હતો , યુવતીએ જણાવ્યા અનુસાર તેનો પતિ તેને એમ કહેતો હતો કે  રશિયામાં હતો ત્યારે અકસ્માત દરમિયાન  તેના લિંગને નુકસાન થયું હતું અને તેનું ઓપરેશન કરાવવાનું છે. પ્રાપ્ત થયેલી વિગતો પ્રમાણે કોરોનાકાળ દરમિયાન ડો. વિરાજ લિંગના ઓપરેશન માટે કોલકાત્તા ગયો હતો જ્યાં તેની સાથળની ચામડી લઇને લિંગ બનાવવામાં આવ્યું હતું, પરંતુ ડો.  વિરાજ  આ ઓપરેશન બાદ પણ લિંગ દ્વારા લઘુશંકાથી  માંડીને શારિરીક સંબંધ બાંધવા સક્ષમ નહોતો.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">