Vadodara: કારેલીબાગ સ્વામિનારાયણ મંદિરના કાર્યક્રમમાં મોદીએ વર્ચ્યુઅલ સંબોધનમાં જણાવ્યું કે વડોદરા સ્ટેસ્યુ ઓફ યુનિટીનો બેઝ અને ટુરિઝમના ક્ષેત્રમાં મહત્ત્વનું સ્થાન બનશે

|

May 19, 2022 | 1:16 PM

મોદીએ કહ્યુx કે યુવાનો આ શિબિરમાંથી જશે તો નવી ઉર્જા અને નવચેતનાના સંચારનો અનુભવ કરશે. સંસ્કાર શિબિરનું આયોજન એવા સમયે થયું છે જ્યારે દેશ આઝાદીનો આમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે.

Vadodara: કારેલીબાગ સ્વામિનારાયણ મંદિરના કાર્યક્રમમાં મોદીએ વર્ચ્યુઅલ સંબોધનમાં જણાવ્યું કે વડોદરા સ્ટેસ્યુ ઓફ યુનિટીનો બેઝ અને ટુરિઝમના ક્ષેત્રમાં મહત્ત્વનું સ્થાન બનશે
Modi virtual address at the Karelibaug Swaminarayan temple

Follow us on

આજે વડોદરા (Vadodara) માં કારેલીબાગ સ્વામિનારાયણ મંદિર (Swaminarayan temple) ખાતે સપ્તદિનાત્મક જ્ઞાનયજ્ઞમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. વડોદરા કારેલીબાગ સ્વામિનારાયણ મંદિરના ઘનશ્યામ મહારાજના 18માં પાટોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, મંત્રી વિનોદ મોરડીયા ઉપસ્થિત રહ્યા હતા.

વડોદરામાં યોજાયેલી ‘યુવા શિબિર’માં PM મોદીએ હુંકાર ભરતા કહ્યું કે, “ભારતની સફળતા યુવાનોના સામર્થ્યની સાબિતી છે અને સંસ્કાર શિબિરોથી સમાજનો ઉદય થાય છે”. કારેલીબાગ ખાતે સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત ‘યુવા શિબિર’માં PM મોદી વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. આ દરમિયાન તેમણે કાર્યક્રમમાં હાજર લોકોને વર્ચ્યુઅલ સંબોધન કર્યું. PM મોદીએ કહ્યું કે, “વડોદરા અને કાશીએ બંનેએ મને એકસાથે સાંસદ બનાવ્યો”. PM મોદીએ વધુમાં કહ્યું કે, “આજે દેશમાં સરકારના કામકાજ કરવાની રીત બદલાઇ છે. સમાજની વિચારધારા પણ બદલાઇ છે અને સૌથી ખુશીની વાત એ છે જનભાગીદારી પણ વધી છે. આજે ભારતમાં વિશ્વની  ત્રીજા નંબરની સ્ટાર્ટ અપ ઇકો સિસ્ટમ છે કે જેનું નેતૃત્વ યુવાઓ જ કરી રહ્યાં છે”.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મોદીએ કહ્યુx કે યુવાનો આ શિબિરમાંથી જશે તો નવી ઉર્જા અને નવચેતનાના સંચારનો અનુભવ કરશે. સંસ્કાર શિબિરનું આયોજન એવા સમયે થયું છે જ્યારે દેશ આઝાદીનો આમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. કોઈ પણ ક્ષેત્રમાં જ્યાં પડકાર હોય છે ત્યાં ભારત ઉમ્મીદોથી આગળ વધ્યો છે. કોરોનામાં વૅક્સિન અને દવાઓ મોકલીને ભારત વિશ્વભરમાં આગળ વધ્યુ છે. ભારતની સફળતમાં યુવાઓ આ સામર્થ્યનો સૌથી મોટો પુરાવો છે.

 


વડાપ્રધાને જણાવ્યું કે સરકારના કામમાં જન ભાગીદારી વધી છે. ભારત સ્ટાર્ટઅપમાં વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ છે. ભારત માટે અસંભવ મનાતા લક્ષ્ય હતાં તેમાં આજે ભારત બેહતર કરી રહ્યું છે જે દુનિયા જોઇ રહી છે. સ્ટાર્ટઅપમાં વધતું પ્રમાણ તેનો પુરાવો છે. જો બુદ્ધી શુદ્ધ છે તો કંઈ અપ્રાપ્ય નથી.

મોદીએ વડોદરામાં રૂબરુ ન આવી શકવાનો અફસોસ વ્યક્ત કર્યો અને વડાદરાના ઘણા લોકોના નામ લઈને પોતાનું વડોદરા સાથેનું કનેક્શન જણાવ્યું હતું અને વડોદરાના વખાણ કર્યા હતા. મોદીએ જણાવ્યું કે ટુરિઝમના ક્ષેત્રમાં વડોદરા મહત્ત્વનું સ્થાન બનશે. વડોદરા સ્ટેસ્યુ ઓફ યુનિટીનો બેઝ બનશે, પાવાગઢનું પણ રિસ્ટોરેશન થઈ રહ્યું છે તે પણ વડોદરાના વિકાસમાં મહત્ત્વનું સાબિત થશે, મારી પણ ઇચ્છા છે કે પાવાગઢમાં મા કાલીના ચણરમાં આવીને શીષ નમાવું.


મોદીએ કહ્યું કે આપણને દેશ માટે મરવાનું સૌભાગ્યન નથી મળ્યું પણ જીવવાનું સૌભાગ્ય મળ્યું છે તો આપણે દેશ માટે જીવવું પડશે. આઝાદીના અમૃત મહેત્સવ દરમિયાન 15 ઓગસ્ટ 2023 સુધી આ સંસ્કાર અભ્યુદય સેમિનારમાં આવ્યા છે તે અને તેના સગા સંબંધી એ નક્કી કરે કે એક વર્ષ સુધી માત્ર ડીઝીટલ પેમેન્ટ જ કરશે. આનાથી બહુ મોટી ક્રાંતી આવશે, તમારો નાનકડો પ્રયાસ કેટલાય લોકોની જિંદગી બદલાશે. આ આઝાદીના અમૃત મહોત્સવમાં 75 કલાક માતૃભુમિની સેવા માટે કોઈ ને કોઈ કામ સમાજ સેવાને લગતું કામ કરીએ અને આ વર્ષમાં 75 કલાક તેના માટે આપીએ.

 

Next Article