હરિધામ સોખડા (Haridham Sokhada) મંદિર (temple) નો વિવાદ હાઇકોર્ટ (High Court) માં પહોંચ્યા બાદ સમાધાનની વાત વચ્ચે ગુણાતીત સ્વામીના આપઘાતને કારણે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. આમ છતાં સમધાનની પ્રક્રિયા આગળ વધારવાની કોશિશ કરવામાં આવી રહી છે અને આ માટે આજે હાઇકોર્ટના વકીલ સોખડા મંદિરમાં પહોંચ્યા છે. તેઓ આજે સોખડા મંદિરમાં સંતો સાથે બેઠક કરશે અને સમાધાનની શક્યતાઓ તપાસશે. જો સમાધાન નહીં થાય તો હાઇકોર્ટ આગામી સપ્તાહે પોતાનો ચૂકાદો સંભળાવશે.
હાઇકોર્ટ સમક્ષ સુનાવણી દરમિયાન પ્રબોધ સ્વામી જૂથ દ્વારા આક્ષેપ કરાયો હતો કે સ્વામીનો મૃતદેહ આગલી સાંજે જ લટકતો જોવા મળ્યો હતો.
આ આરોપ સામે પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથે જવાબ આપ્યો હતો કે મંદિરની પ્રતિષ્ઠા ન ખરડાય તે માટે પોલીસને જાણ નહોતી કરી.
હાઈકોર્ટે ટકોર કરી હતી, આપ સૌ તો સમાજને પ્રેરણા આપનાર છો. તો આપઘાતના વિચારો કેવી રીતે આવે ? ત્યારે સંતોએ જણાવ્યું હતું કે, સંસારમાં રહેતી વ્યક્તિની પોતાની સહન કરવાની ક્ષમતા 50 ટકા હોય છે. 50 ટકા ક્ષમતા પુરી થાય એટલે વ્યક્તિને આપઘાત કરવાના વિચારો આવે. અમે સંતો ભગવાન નથી, મનુષ્ય જ છીએ. ભગવાનના સંદેશાવાહક છીએ. અમે સાધના કરતા સેવકો છીએ, અમારી સહન કરવાની ક્ષમતા કદાચ 80 ટકા હોય. ક્ષમતા પુરી થાય એટલે આપઘાતના વિચારો આવે. અમારી વાત સાંભળીને નામદાર કોર્ટે સંમત થઇ હતી.
બીજી બાજુ સોખડા હરિધામ મંદિરમાં ગુણાતીત સ્વામીના અપમૃત્યુની બાબતે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયામાં ગુણાતીત સ્વામીને ન્યાય આપોના ફોટો ફરતા થયા છે. ગુણાતીત સ્વામીની હત્યા? તેવા સવાલ કરતો ફોટો પણ વાયરલ થયો છે. હરિધામમાં હવે પછી કોનો વારો? તેવા સવાલ સાથેનો પણ ફોટો વાયરલ થયો છે.
આ પણ વાંચોઃ ઇતિહાસમાં પહેલી વખત સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 2810 થયો, આયાતી પામ તેલનો ભાવ વધવાની અસર