Vadodara : ગુજરાતમાં પ્રથમ વાર પોલીસે જપ્ત કરેલા જૂના અને ભંગાર વાહનોની હરાજી થ્રી સ્ટાર હોટેલમાં થશે, જાણો કઇ તારીખે થશે કામગીરી

|

Jun 03, 2023 | 1:15 PM

વડોદરાના (Vadodara) સયાજીગંજ પોલીસ મથક દ્વારા અત્યાર સુધીમાં જપ્ત કરાયેલા જૂના અને ભંગાર વાહનોની હરાજી કરાશે. કુલ 189 વાહનો કબજે કરાયેલા હતા, જેમની હરાજી કરવામાં આવશે.

Vadodara : ગુજરાતમાં પ્રથમ વાર પોલીસે જપ્ત કરેલા જૂના અને ભંગાર વાહનોની હરાજી થ્રી સ્ટાર હોટેલમાં થશે, જાણો કઇ તારીખે થશે કામગીરી

Follow us on

Vadodara : વડોદરા શહેર પોલીસ તેમણે જપ્ત કરેલા વાહનોની હરાજી (Auction) કરવા જઇ રહ્યુ છે. જો કે મળતી માહિતી પ્રમાણે આ વાહનોની હરાજી થ્રી સ્ટાર હોટલમાં કરવામાં આવે તેવી શક્યતા છે. મદદનીશ પોલીસ કમિશ્નર A ડિવિઝન હસ્તકના ત્રણ પોલીસ મથકમાં જપ્ત કરાયેલા વાહનોની હરાજી 12મી તારીખે રાખવામાં આવી છે. જો કે આ શક્યતા એવી છે કે રાજ્યમાં સૌપ્રથમ વાર જૂના અને ભંગાર વાહનોની (Scrapped vehicles) હરાજી હોટેલમાં રાખવામાં આવી હોવાનું મનાઇ રહ્યુ છે.

આ પણ વાંચો-Auction Today : પાટણના હારીજમાં નાગરાજ શોપિંગ સેન્ટરમાં સ્થાવર મિલકતની ઇ- હરાજી, જાણો વિગતો

વડોદરાના સયાજીગંજ પોલીસ મથક દ્વારા અત્યાર સુધીમાં જપ્ત કરાયેલા જૂના અને ભંગાર વાહનોની હરાજી કરાશે. ટુ વ્હીલ૨ અને થ્રી વ્હીલ૨ 29 વાહનો, ફતેગંજ પોલીસ મથકના 100 ટુ વ્હીલર અને છાણી પોલીસ મથકના ટુ વ્હીલર,થ્રી વ્હીલ૨ અને ફોર વ્હીલ૨ મળી 60 વાહનો મળી કુલ 189 વાહનો કબજે કરાયેલા હતા. આ વાહનોની જાહેર હરાજી 12 જૂન 2023ના રોજ સવારે 10.30 કલાકે થશે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

સયાજીગંજ પ્રતાપગંજ પોલીસ ચોકીની બાજુમાં હોટેલ લોર્ડ્સ રિવાયવલની અંદર આ હરાજી રાખવામા આવી છે. જેથી ભંગારના વેપારી તથા જૂના વાહનો ખરીદવા રસ ધરાવનારાને હાજર રહેવા જણાવવામાં આવ્યુ છે. જોકે આ થ્રી સ્ટાર હોટેલમાં બેન્કવેટ હોલનુ ભાડું એક લાખ કે એનાથી વધારે હોવાની માહિતી હોટેલ મેનેજર દીપક ગુપ્તાએ આપી છે.

આ પણ વાંચો-Surat : સરથાણામાં રખડતા ઢોર પકડવા ગયેલી ટીમ પર થયો હૂમલો, એક વ્યક્તિને આંખમાં ગંભીર ઇજા

વધારે લોકો આવશે તો હોટેલમાં જઈશું

મીડિયા રિપોર્ટસ અનુસાર આ હરાજીને લઇને ACP ધર્મેન્દ્ર ચાવડાએ જણાવ્યું હતું કે, હરાજી અંગે ત્રણ મહિનાથી કાર્યવાહી ચાલી રહી હતી. 189 વાહનની હરાજી છે. વધારે વેપારી આવી શકે છે પરિણામે ચોકીમાં જગ્યા ઓછી પડે એવા સંજોગો ઊભા થાય તેથી હોટેલ સંચાલકોને જાણ કરી રાખી છે.

ગયા વર્ષે હરાજીનો ફિયાસ્કો થયો હતો

વર્ષ- 2022માં છાણી પોલીસ મથકે કબજે કરાયેલા વાહનોની હરાજી કમ્પાઉન્ડમાં મંડપ બાંધીને કરવામાં આવી હતી. પરંતુ વાહનોની પરિસ્થિતિ ભંગારમાં હોવા છતાં બેસ પ્રાઈઝ વધારે હોવાથી વાહનોની હરાજીમાં કોઈએ ભાગ લીધો ન હતો.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article