VADODARA : ભારે વરસાદના કારણે ડભોઇનું વઢવાણા તળાવ છલોછલ ભરાતા ખેડૂતોમાં આનદ
વઢવાણા તળાવનું પાણી ડભોઇ સહિત સંખેડા તાલુકાના 35 ગામની તરસ પણ છીપાવે છે.ત્યારે તળાવ છલોછલ ભરાતા ડભોઇ અને સંખેડા તાલુકાના લોકો કુદરતનો આભાર માની રહ્યા છે.
VADODARA : જિલ્લાના ડભોઇ તાલુકાનું સિંચાઇ સ્ત્રોત ગણાતું વઢવાણા તળાવ છલોછલ ભરાતા ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે.આ એજ ખેડૂતો છે જે તળાવ ખાલી થતા સિંચાઇના પાણી માટે વલખા મારી રહ્યા હતા અને પાણી વિના ખેતરોમાં ઉભો પાક સુકાઇ રહ્યો હતો. જોકે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વઢવાણા તળાવમાં નવા નીરની આવક થઇ અને આજે તળાવ છલકાયું છે. તળાવ છલકાતા જ ખેડૂતોની ખુશી પણ છલકાઇ અને ખેતરોમાં હરિયાળી ફેંલાઇ છે.
ખેડૂતોને આશા છે કે તળાવમાં પર્યાપ્ત પાણીથી શિયાળું પાક સાથે ઉનાળું પાકમાં પણ તેઓને મોટી રાહત મળશે.ઉલ્લેખનીય છે કે માત્ર સિંચાઇ માટે જ નહીં. પરંતુ વઢવાણા તળાવનું પાણી ડભોઇ સહિત સંખેડા તાલુકાના 35 ગામની તરસ પણ છીપાવે છે.ત્યારે તળાવ છલોછલ ભરાતા ડભોઇ અને સંખેડા તાલુકાના લોકો કુદરતનો આભાર માની રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ડભોઇમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ પડી રહ્યો છે.
રાજ્યમાં હાલ વરસાદના બીજા રાઉન્ડમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદને કારણે તળાવો અને ડેમમાં નવા નીર આવ્યાં છે, જેના કારણે ખેડૂતોના આનંદનો પાર નથી રહ્યો. સારો વરસાદ પડતા રાજ્યમાં ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ચિંતા દુર થઇ છે.
આ પણ વાંચો : ત્રીજી લહેરની વાતો વચ્ચે ICMRના સર્વેમાં મોટો ખુલાસો, 75 ટકા એન્ટિબોડી સાથે ગુજરાત દેશભરમાં ચોથા ક્રમે
આ પણ વાંચો : AHMEDABAD : ફરજિયાત રસીકરણના કારણે AMCને રોજનું 5 થી 7 લાખ રૂપિયાનું નુકસાન