Vadodara: વિદેશ મંત્રી એસ જયશંકર સાથે શહેરના નાગરીકોનો વન ટુ વન સંવાદ યોજાયો

|

May 30, 2022 | 10:39 PM

વડોદરા મહાનગરના ભારતીય જનતા પાર્ટીના વિવિધ સેલ દ્વારા આજે વિદેશ મંત્રી એસ જયશંકર (S. Jaishankar) સાથે શહેરના પ્રબુદ્ધ નાગરીકોનો વન-ટુ-વન સંવાદ યોજાયો હતો.

Vadodara: વિદેશ મંત્રી એસ જયશંકર સાથે શહેરના નાગરીકોનો વન ટુ વન સંવાદ યોજાયો
External Affairs Minister

Follow us on

Vadodara: વડોદરા મહાનગરના ભારતીય જનતા પાર્ટીના વિવિધ સેલ દ્વારા આજે વિદેશ મંત્રી (Minister of External Affairs of India) એસ જયશંકર (S. Jaishankar) સાથે શહેરના પ્રબુદ્ધ નાગરીકોનો વન-ટુ-વન સંવાદ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, સાંસદ રંજનબેન ભટ્ટ અને મેયર. કેયુર રોકડીયા ઉપસ્થિત રહ્યા હતા. વડોદરાના વિવિધ ક્ષેત્રોમાંથી આવતા જાણીતા 250 જેટલા અગ્રણીઓ જેમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર, એડ્વોકેટ્સ, પ્રોફેસર્સ, વીસીસીઆઇ અને જીસીસીઆઈ, રિયલ એસ્ટેટ, ફાઇનાન્સ, બ્રોકર્સ, એજ્યુકેશન, એનજીઓ અને ટ્રસ્ટના અગ્રણીઓ આજે વિદેશ મંત્રી જયશંકર સાથે વન ટુ વન સંવાદ કાર્યક્રમમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં ભાજપાના શહેર અધ્યક્ષ ડો.વિજય શાહે વિદેશ મંત્રીનું સન્માન કર્યુ હતુ.

આ સંવાદ કાર્યક્રમ ઉપસ્થિત નાગરીકોએ તેમના પૂર્વ IFS બ્યુરોક્રેટ તરીકેના અનુભવ ત્યારબાદ એક રાજકારણી તરીકેના અનુભવ વિશે સવાલ પૂછ્યા હતા. જેનો તેમણે સંતોષકારક જવાબ આપતા ઉપસ્થિત શેહરીજનોને તેમના અનુભવો વિશે માહીતી આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે, ભારતની સંતુલિત રાજનીતિ અને પરિપક્વ વલણ અન્ય દેશોની સરખામણીમાં કઈ રીતે દેશને લાભદાયી બન્યુ છે. તે બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી.

મહત્વનું છે કે સંયુકત રાષ્ટ્રના વિવિધ અહેવાલોમાં જણાવ્યા અનુસાર જમીનનો નાશ અટકાવવા તાત્કાલિક અને નકકર પગલાંઓ લેવા જરૂરી છે. સમગ્ર દુનિયાના તમામ રાષ્ટ્રો જમીનની ફળદ્રુપતા ગુમાવી રહ્યાં છે. જે માનવજાત માટે તેમજ વૈશ્વિક ખાદ્યાની તેમજ જળ સંશોધનો માટે ખતરારૂપ સાબિત થઇ શકે તેમ છે. ભારતમાં પણ જમીનની સેન્દ્રીયતા ઘટીને 0.68 ટકા જેટલી ઓછી થયેલ છે. જે ખેતી લાયક જમીનને રણ જેવી સુકીભઠ બનાવી દેશે, એક અંદાજ અનુસાર ભારતની 30 ટકા જેટલી જમીન બિનફળદ્રુપ બની છે અને તેના પર ખેતપેદાશો મેળવવી શકય નથી. તેજ રીતે એક અભ્યાસના તારણ અનુસાર વૈશ્વિક કક્ષાએ 25 ટકા જેટલી જમીન તેની ફળદ્રુપતા ગુમાવી ચુકી છે. આ અંગે તાત્કાલિક પગલાં લેવામાં ન આવે તો વર્ષ 2050 સુધીમાં વિશ્વની લગભગ 90 ટકા જેટલી જમીન તેની ગુણવત્તા ગુમાવી દેશે. જમીનની ગુણવત્તામાં થઇ રહેલા ઘટાડાને કારણે વૈશ્વિક કક્ષાએ પર્યાવરણીય, આર્થિક તેમજ સામાજીક અસમાનતા વધી શકે તેમ છે. જેના કારણે કલાઇમેટ ચેન્જની વિપરીત અસરો વધી શકે છે તેમજ આંતરાષ્ટ્રીય કક્ષાએ સામાજીક અસ્થિરતા વધવાની શકયતાઓ રહેલી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

(with inputs from yunus gazi)

Published On - 10:29 pm, Mon, 30 May 22

Next Article