AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VADODARA : અલ્હાદપુરા ગામમાં કિશોરોનું પહેલા ડોઝનું 100 ટકા રસીકરણની પૂર્ણ

વડોદરા જિલ્લાનું અલ્હાદપુરા (Alhadpura) ગામ 15થી 18 વર્ષના કિશોરોમાં પહેલા ડોઝનું 100 ટકા રસીકરણ પૂરું કરનારું જિલ્લાનું પહેલું ગામ બન્યું છે. આ અગાઉ 18થી વધુ વર્ષ ઉંમર ધરાવતા તમામ ગ્રામજનોના બંને ડોઝના 100 ટકા રસીકરણની(Vaccination) સિદ્ધિ પણ ગામને મળી છે.

VADODARA : અલ્હાદપુરા ગામમાં કિશોરોનું પહેલા ડોઝનું 100 ટકા રસીકરણની પૂર્ણ
VADODARA: Alhadpura village completes 100 per cent first dose vaccination of adolescents (FILE)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2022 | 6:03 PM
Share

વડોદરા (Vadodara) જિલ્લાના નાનકડા અલ્હાદપુરા ગામ (Alhadpura village) એ રસીકરણ મામલે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. 15થી 18 વર્ષના કિશોરોમાં પહેલા ડોઝનું 100 ટકા રસીકરણ પૂરું કરવાની સિદ્ધી મેળવી છે. આ ઉપરાંત 18થી વધુ વર્ષ ઉંમર ધરાવતા તમામ ગ્રામજનોના બંને ડોઝના 100 ટકા રસીકરણની(Vaccination) સિદ્ધિ પણ ગામને મળી ચૂકી છે. આ ગામમાં કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (Primary Health Center)દ્વારા કિશોરોને (Teenagers) રસી મૂકવાની કામગીરી હાથ ધરાઇ હતી.

પહેલા જ દિવસે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં કોરોના (Corona) રસી મેળવવાને પાત્ર તમામ 48 તરુણોને રસી આપવામાં આવી હતી અને પહેલા ડોઝનું (First dose) 100 ટકા રસીકરણ પૂરું કરી પ્રેરણારૂપ કાર્ય કર્યું છે. કિશોરોમાં રસીકરણ 100 ટકા પૂરું કર્યું હોય તેવું વડોદરા જિલ્લાનું આ પ્રથમ ગામ ( village) બન્યું છે.

આ ગામમાં સામાજિક પ્રવૃત્તિઓ કરતી સંસ્થા ઈ.એસ.આર. ફાઉન્ડેશનનો સહયોગ નોંધનીય રહ્યો છે. આરોગ્ય તંત્રના સર્વે ઉપરાંત આ સંસ્થાએ લગભગ બે દિવસ પહેલાથી શાળાએ જતા અને શાળા બહારના રસી લેવાને પાત્ર કિશોરોનો સર્વે કર્યો હતો અને ગામના પ્રત્યેક ઘરના સંતાનોને અચૂક રસી મુકાવવા વિનંતી કરાઇ હતી.

મહત્ત્વની વાત એ છે કે 18થી વધુ વર્ષ ઉંમર ધરાવતા તમામ ગ્રામજનોના બંને ડોઝના 100 ટકા રસીકરણની(Vaccination) સિદ્ધિ પણ ગામને મળી છે.

સરકારે કોરોના સામે લોકોને સુરક્ષિત રાખવા રસી મૂકવાનું વ્યાપક અભિયાન ઉપાડ્યું છે. વિનામૂલ્યે રસી આપવામાં આવી રહી છે. આખું આરોગ્ય તંત્ર પરિશ્રમ કરી રહ્યું છે, ત્યારે અલ્હાદપુરા જેવી સમજદારી બધાં ગામોમાં કેળવાય અને સંસ્થાઓનો સહયોગ મળે તો 100 ટકા રસીકરણ નક્કર વાસ્તવિકતા બની શકે છે.

આ પણ વાંચો : વિધાનસભા ચૂંટણી પહેલાં કોળી સમાજમાં ફાંટા, ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપરા નારાજ

આ પણ વાંચો : પંજાબ પ્રવાસ દરમિયાન PM મોદીની સુરક્ષામાં મોટી ખામી, વિરોધીઓએ કર્યો રસ્તો બ્લોક, PM ફ્લાયઓવર પર અટવાયા

g clip-path="url(#clip0_868_265)">