Vadodara : ભારે વરસાદ બાદ જિલ્લા વહીવટીતંત્ર રાહત અને બચાવ કામગીરીમાં જોતરાયું, અનેક લોકોને રેસ્ક્યૂ કર્યા

|

Jul 14, 2022 | 6:06 PM

વડોદરા(Vadodara) જિલ્લા વહીવટી તંત્ર જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવતી માંગણીઓ પ્રમાણે સ્થાનિક ઉપલબ્ધ સાધન સહાયતાનું સંકલન કરીને શક્ય તેટલી ઝડપ થી બચાવ અને રાહત માટે મદદરૂપ બને છે

Vadodara : ભારે વરસાદ બાદ જિલ્લા વહીવટીતંત્ર રાહત અને બચાવ કામગીરીમાં જોતરાયું, અનેક લોકોને રેસ્ક્યૂ કર્યા
Vadodara Relief And Reascue Work

Follow us on

વડોદરા(Vadodara) જિલ્લા વહીવટી તંત્ર વરસાદી(Rain)  આફતોમાં બચાવ રાહત માટે અન્ય જિલ્લાઓમાંથી આવતી માંગણીઓ સામે મદદ પહોંચાડવાનું સંકલન કરી રહ્યું છે. જેમાં તાજેતરમાં વડોદરા મહાનગર પાલિકા સાથે સંકલન કરીને બોડેલી- છોટાઉદેપુર(Chotaudepur) મોકલેલી વડોદરા ફાયર બ્રિગેડની બે ટીમોએ બચાવની સાહસ ભરેલી ઉમદા કામગીરી કરી છે. હાલમાં વડોદરા અને આસપાસના જિલ્લાઓમાં વરસાદી માહોલ છે. નદી નાળા ઉભરાયા છે અને કાંસો છલકાવાને લીધે કામચલાઉ પાણી ભરાવાની મુશ્કેલીઓ સર્જાય છે. જેમાં જિલ્લા કલેકટર અતુલ ગોરના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લા વહીવટી તંત્ર જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવતી માંગણીઓ પ્રમાણે સ્થાનિક ઉપલબ્ધ સાધન સહાયતાનું સંકલન કરીને શક્ય તેટલી ઝડપ થી બચાવ અને રાહત માટે મદદરૂપ બને છે. જો કે આસપાસના જિલ્લાઓમાં થી પણ બચાવ અને રાહત માટે મદદની માંગણીઓ આવે છે.તેમાં પણ જિલ્લા વહીવટી તંત્ર મદદ પહોંચાડવાનું સુચારુ સંકલન કરી રહ્યું છે.

આ અંગે જાણકારી આપતાં ડી.પી.ઓ. બંતિશકુમાર પરમારે જણાવ્યું કે તાજેતરમાં જ્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી – સંખેડા વિસ્તારમાં વરસાદી આફત ત્રાટકી ત્યારે એ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા વડોદરા ફાયર અને ઇમરજન્સી સર્વિસની કુશળ બચાવ ટીમોની મદદ માંગવામાં આવી હતી. આ અંગે વડોદરા મહાનગર પાલિકાને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાણ કરવામાં આવતા,સકારાત્મક અને ત્વરિત પ્રતિભાવ રૂપે સબ ઓફિસર,સૈનિકો અને વાહન ચાલકો મળીને ૧૯ કુશળ બચાવકારોની બે ટીમો મોકલી હતી અને આ ટીમોએ કપરી પરિસ્થિતિમાં સાહસ અને કુશળતાના સમન્વય થી લોકોને બચાવવાની ઉમદા કામગીરી કરી હતી.અને વિવિધ સ્થળો એ થી પાણીમાં ફસાયેલા  50 થી વધુ લોકોને બચાવીને સલામત સ્થળે ખસેડયા હતા.

આ બે ટીમો એ જરૂરિયાત પ્રમાણે રાત દિવસ અવિરત કામગીરી કરી હતી.આ ટીમો ૨ બોટ,૨ omr,4 કટર ,4 જનરેટર, 30/30 લાઇફ બોયા અને લાઇફ જેકેટ્સ,10 હલેસાં,15 ટોર્ચ અને દોરડા થી સજ્જ હતી. આ સાધનોનો કુશળતાપૂર્વક ઉપયોગ કરીને જવાનોએ હિંમતપૂર્વક પાણીમાં ફસાયેલી બસ અને ઇકો ગાડી,તેમજ કંટેશ્વર,માલપુર,હરેશ્વર અને નાની બુમડી ગામોમાં લોકોના જીવન બચાવવાની ઉમદા કામગીરી કરી હતી. આમ,વડોદરા જિલ્લા વહીવટી તંત્રના સફળ સંકલનથી પડોશના જિલ્લામાં આફત પ્રસંગે બચાવની સફળ કામગીરી શક્ય બની હતી.

આ પણ વાંચો

શંભોઈ ગામમાં બચાવ કામગીરી દરમિયાન એન.ડી.આર.એફ.ની ટીમે ૮ વ્યક્તિઓ ને ઉગાર્યા હતા. તેમજ કરજણ તાલુકાના શંભોઇ ગામે ઢાઢર નદીના પાણી વધતા ગામનો એક વિસ્તાર વિખૂટો પડી ગયો હતો. એન.ડી.આર.એફ.બટાલિયન 7 ની ટીમ આ ઘટના સ્થળે બોટ અને બચાવની અદ્યતન સાધન સામગ્રી સાથે પહોંચી ગઈ હતી અને સામે કાંઠે ફસાયેલા લોકોને ઉગારવાનો પ્રયત્ન શરૂ કર્યો હતો. જેમાં કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ અને કરજણના પ્રાંત અધિકારી તેમજ તાલુકા વહીવટી તંત્ર પણ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરીમાં સંકલનમાં જોડાયું હતું. જેમાં બટાલિયન 6 ના પ્રવક્તાના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કામાં કુલ ૮ લોકોને સફળતાપૂર્વક સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.તેમાં બે પુરુષ,બે સ્ત્રીઓ અને ૪ બાળકોનો સમાવેશ થાય છે. તેમજ બચાવ કામગીરી હાલમાં ચાલુ છે.

Published On - 5:23 pm, Thu, 14 July 22

Next Article