New Fungus in Gujarat : વિવિઘ રંગોની ફૂગ બાદ ગુજરાતમાં સામે આવ્યો નવો રોગ, જાણો શું છે કારણ

|

May 27, 2021 | 5:22 PM

જાણીતા કોવિડ-19ના સલાહકાર ડો. શીતલ મિસ્ત્રી અનુસાર, નબળી ઇમ્યુનિટી ધરાવતા લોકોમાં પ્લ્મોનરી એસ્પર્જલોસિસ (Pulmonary Aspergillosis)ના મામલાઓ તો જોવા મળતા જ હતા પરંતુ પહેલી વાર સાયનસ એસ્પર્જલોસિસનો દુર્લભ કેસ જોવા મળ્યો

New Fungus in Gujarat : વિવિઘ રંગોની ફૂગ બાદ ગુજરાતમાં સામે આવ્યો નવો રોગ, જાણો શું છે કારણ
રચનાત્મક તસવીર

Follow us on

New Fungus in Gujarat : કાળી ફૂગ, સફેદ ફૂગ અને પીળી ફૂગ પછી ગુજરાતમાં એક નવા પ્રકારનો ચેપ સામે આવ્યો છે. વડોદરામાં  કોરોના દર્દીઓ તેમજ આ રોગમાંથી સ્વસ્થ થયેલા લોકોને એસ્પર્જલોસિસ (Aspergillosis) ફૂગના ચેપ થયાના કિસ્સા સામે આવ્યા છે. બ્લેક ફંગસ (black fungus) અથવા મ્યુકોમીકોસીસ (Mucormycosis) ના વધતા જતા કિસ્સાઓમાં દર્દીઓ માટે નવી પરેશાની અને ડોક્ટરો માટે એક પડકાર સમાન છે.

Black Fungus ના 262 દર્દીઓનો ચાલી રહ્યો છે ઈલાજ
વડોદરાની બે સરકારી હોસ્પિટલોમાં mucormycosis ના 262 જેટલા દર્દીઓની સારવાર ચાલી રહી છે. આમાંની એક હોસ્પિટલમાં, છેલ્લા એક અઠવાડિયા દરમિયાન આઠ લોકોમાં એસ્પર્જલોસિસનું ચેપ જોવા મળ્યું છે. ઓક્સિજન સપ્લાયને હાઇડ્રેટ કરવા માટે બિન-જંતુરહિત પાણીનો ઉપયોગ કરવા સાથે, કોવિડ દર્દીઓની સારવારમાં વધતા સ્ટીરોઇડ્સ, આ ફૂગના ચેપના વધતા જતા કિસ્સાઓ માટે કારણભૂત છે. આ હોસ્પિટલમાં, મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્સ યીસ્ટ ઇન્ફેક્શનના કેન્ડિડા ઑરિસના 13 કેસ નોંધાયા છે.

પ્રથમવાર સાયનસ એસ્પર્જલોસિસ રેયર કેસ
મીડિયા સાથે વાત કરતાં શહેરના જાણીતા કોવિડ-19ના સલાહકાર ડો. શીતલ મિસ્ત્રી અનુસાર, નબળી ઇમ્યુનિટી ધરાવતા લોકોમાં પ્લ્મોનરી એસ્પર્જલોસિસ (Pulmonary Aspergillosis)ના મામલાઓ તો જોવા મળતા જ હતા પરંતુ પહેલી વાર સાયનસ એસ્પર્જલોસિસ (Sinus Aspergillosis)નો દુર્લભ કેસ જોવા મળ્યો, જે કોરોના સંક્રમિત વ્યક્તિ અથવા તો આ સંક્રમણથી સજા થયા છે તેવા લોકોમાં આ કેસ જોવા મળે છે. જો કે આ બ્લેક ફંગસની જેમ જલ્દી નથી ફેલાતો પરંતુ આ અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

કોરોના કેસ ઘટ્યા તો નાઈટ કર્ફ્યુમાં આપી ઢીલ
ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં તીવ્ર ઘટાડાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે બુધવારે 36 શહેરોમાં નાઇટ કર્ફ્યુમાં એક કલાકની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે, જ્યારે દિવસ દરમિયાન લગાવવામાં આવેલા પ્રતિબંધો અમલમાં રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં કેબિનેટની બેઠક બાદ કર્ફ્યુના સુધારેલા સમયની ઘોષણા કરી હતી. રાજ્યમાં 30 એપ્રિલના રોજ સૌથી વધુ 14,600 નવા કેસ નોંધાયા હતા, જ્યારે હાલમાં દરરોજ આશરે 3,200 કેસ નોંધાય છે.

ત્રીજી લહેરની સંભાવના માટે તંત્ર સજાગ
મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય સરકાર કોવિડ -19 ની ત્રીજી લહેરની સંભાવના માટે સજાગ છે. અને તેને લઈને ટૂંક સમયમાં વિગતવાર એક્શન પ્લાન જાહેર કરવામાં આવશે. સત્તાવાર આંકડા મુજબ, ગુજરાતમાં મંગળવારે કોરોના વાયરસના 25,255 નવા કેસ નોંધાયા છે અને 44 દર્દીઓનાં મોત થયાં છે, જે પછીનાં કેસોની સંખ્યા 7,94,912 થઈ ગઈ છે અને મૃત્યુઆંક વધીને 9,665 પર પહોંચી ગયો છે.

આ પણ વાંચો : Program Error : શું થાય જો પહેલો ડોઝ Covishield અને બીજો ડોઝ Covaxin લીધો હોય ? જાણો ઉત્તરપ્રદેશની ઘટના

Next Article