ફરી વિવાદોમાં MS યુનિવર્સિટી ! હવે નવી ડાયરીના કારણે સત્તાધીશોના વહીવટ સામે ઉભા થયા સવાલ

|

Jan 31, 2023 | 12:45 PM

નેકની A+ ગ્રેડ ધરાવતી MS યુનિવર્સિટીના સત્તાધીશોએ વર્ષ 2023ની ડાયરીમાંથી ભારતના રાષ્ટ્રીય ગીતની બાદબાકી કરી છે. ઉપરાંત મહારાજા સયાજીરાવ ગાયકવાડ અને યુનિવર્સિટીના સ્થાપક મહારાજા પ્રતાપસિંહરાવ ગાયકવાડના ફોટા કરતા વધુ વાઈસ ચાન્સેલનરના ફોટા છે.

ફરી વિવાદોમાં MS યુનિવર્સિટી ! હવે નવી ડાયરીના કારણે સત્તાધીશોના વહીવટ સામે ઉભા થયા સવાલ
MS University Controversy
Image Credit source: File Photo

Follow us on

વડોદરાની MS યુનિવર્સિટી ફરી વિવાદમાં સપડાઈ. નેકની A+ ગ્રેડ ધરાવતી MS યુનિવર્સિટીના સત્તાધીશોએ વર્ષ 2023ની ડાયરીમાંથી ભારતના રાષ્ટ્રીય ગીતની બાદબાકી કરી છે. ઉપરાંત મહારાજા સયાજીરાવ ગાયકવાડ અને યુનિવર્સિટીના સ્થાપક મહારાજા પ્રતાપસિંહરાવ ગાયકવાડના ફોટા કરતા વધુ વાઈસ ચાન્સેલનરના ફોટા છે. જેના કારણે નવી ડાયરી વિવાદમાં સપડાઈ છે. MS યુનિવર્સિટીને ગત વર્ષે નેકની A+ ગ્રેડ મળી હતી. ત્યાર બાદ યુનિવર્સિટીના સત્તાધીશો સતત વિવાદમાં રહ્યા છે. હવે નવી ડાયરીના કારણે સત્તાધીશોના વહીવટ સામે અનેક સવાલ ઉભા થાય છે. વર્ષ 2022ની ડાયરીમાં પેજ નંબર 8 પર વંદેમાતરમ ગીતનો ઉલ્લેખ કરાયો હતો.

MS યુનિવર્સિટીને ગત વર્ષે નેકની A+ ગ્રેડ મળી હતી

જેની સરખામણીમાં 2023ની ડાયરીમાં પ્રથમ વાઈસ ચાન્સેલનર ડો. હંસા મહેતા સહિત 17 પૂર્વ વાઈસ ચાન્સેલનરના ફોટા મુકાયા નથી. જેની જગ્યા પર પેજ નંબર 7 પર વર્તમાન ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવનો ફોટો મુકવામાં આવ્યો છે. ફોટાની બાજુમાં પાંચ સંકલ્પ સૂત્રનો પણ ઉલ્લેખ કરાયો છે. વધુમાં ડાયરીના પેજ ઘટાડવાના બહાને કેમ્પસની બોયઝ અને ગલ્સ હોસ્ટેલના નામ નંબરો જાહેર કરવામાં આવ્યા નથી. જેથી નવી ડાયરી અનેક છબરડાના કારણે હાલ વિવાદમાં સપડાઈ છે.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

આ તરફ યુનિવર્સિટીના જનસંપર્ક અધિકારીએ ડાયરીમાં ભૂલ થઈ હોવાનો સ્વીકાર કર્યો. કહ્યું, ડાયરીમાં ભૂલથી વંદે માતરમનું પેજ મૂકવાનું રહી ગયું છે. હાલમાં 150 ડાયરી છપાઈ છે. બાકીની ડાયરીમાં વંદે માતરમનું પેજ ઉમેરવા કમિટી નક્કી કરશે. યુનિવર્સિટી આ બાબતનું સંજ્ઞાન લઈ ચિંતા કરશે.

Published On - 11:39 am, Tue, 31 January 23

Next Article