બરોડા ડેરીનો વિવાદ ગાંધીનગર પહોચ્યો, આવતીકાલે સીઆર પાટીલની અધ્યક્ષતામાં ધારાસભ્યો અને ડેરીના સત્તાધીશોની બેઠક યોજાશે
આવતીકાલે 22 સપ્ટેમ્બરે સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ધારાસભ્યો અને ડેરીના સત્તાધીશોની બેઠક યોજાશે. આ બેઠક બાદ કો સકારાત્મક નિર્ણય થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
બરોડા ડેરીના સભાસદોને ભાવફેર આપવા મુદ્દે સમાધાનની બે-બે બેઠકો નિષ્ફળ રહ્યાં બાદ હવે કેતન ઇનામદાર સહીતના ધારાસભ્યો ગાંધીનગર પહોચ્યા અને સી.આર.પાટીલ સાથે બેઠક કરી
VADODARA : બરોડા ડેરીનો વિવાદ દિવસે ને દિવસે વકરતો જાય છે અને હવે આ વિવાદ ગાંધીનગર પહોચ્યો છે. બરોડા ડેરીના સભાસદોને ભાવફેર આપવા મુદ્દે સમાધાનની બે-બે બેઠકો નિષ્ફળ રહ્યાં બાદ હવે કેતન ઇનામદાર સહીતના ધારાસભ્યો ગાંધીનગર પહોચ્યા અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે બેઠક કરી હતી. આ બેઠકના પરિણામે આવતીકાલે 22 સપ્ટેમ્બરે સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ધારાસભ્યો અને ડેરીના સત્તાધીશોની બેઠક યોજાશે. આ બેઠક બાદ કો સકારાત્મક નિર્ણય થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગઈકાલે 20 સપ્ટેમ્બરે બરોડા ડેરીના હોદ્દેદારો અને ધારાસભ્યો વચ્ચે યોજાયેલી બેઠક પણ નિષ્ફળ રહી હતી.ધારાસભ્યો આક્રોશ પૂર્વક બેઠક છોડી ચાલી નીકળ્યા હતા અને ધારાસભ્યોએ ચિમકી ઉચ્ચારી હતી કે, ગુરૂવારે હલ્લાબોલ ચાલું રાખવામાં આવશે અને બરોડા ડેરી સામે ધરણા કરવામાં આવશે. તો બીજી તરફ બરોડા ડેરીના ચેરમેને ભાવફેર નહીં થાય તેવી વાત કરી હતી, સાથે જ જણાવ્યું હતું કે, ડેરીએ પહેલેથી જ ભાવ વધારો કર્યો છે.
આ બેઠક બાદ ધારાસભ્ય કેતન ઈનામદારનું નિવેદન સામે આવ્યું હતું. Tv9 સાથેની ખાસ વાતચીતમાં કેતન ઇનામદરે કહ્યું કે સાંસદ રંજનબેન અને પ્રભારી પરાક્રમસિંહ જાડેજાની હાજરીમાં યોજાયેલી બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે 15 સપ્ટેમ્બરે યોજાનારી વાર્ષિક સામાન્ય સભામાં સભાસદોને ભાવફેર આપવામાં આવશે, જેમાં ડેરીના શાસકો ચુક્યા છે. MLA કેતન ઈનામદારે કહ્યું હતું કે ડેરીમાં હવે ભાવફેર સિવાય કોઈ વાત પણ નહીં અને સમાધાન પણ નહીં થાય.
આ પણ વાંચો : સાઈબર ક્રાઈમના આરોપીને બચાવવા ફિલ્મી ઢબે પોલીસ પર હુમલો, મુખ્ય સાગરિત સળિયા પાછળ ધકેલાયો