
વડોદરાના ઈતિહાસપ્રસિદ્ધ લક્ષ્મી વિલાસ પેલેસમાં મહારાણી રાધિકા રાજે ગાયકવાડની આગેવાનીમાં “ઊર્જા એક્ઝિબિશન”નું આયોજન કરવામાં આવ્યું છે. આ વિશિષ્ટ પ્રદર્શન દેશમાં વિવિધ પ્રદેશોના સમૃદ્ધ હસ્તકલા વારસાને ઉજાગર કરે છે. એક્ઝિબિશનનું મુખ્ય ઉદ્દેશ લોકો અને કારીગરો વચ્ચે સીધો સંપર્ક સાધવાનો છે, જેથી સૌરાષ્ટ્રથી લઇ હિમાલય સુધીની હસ્તકલા લોકો સુધી પહોંચે.
આ પ્રદર્શનમાં દેશના 18 રાજ્યોમાંથી કુલ 33 પ્રતિભાશાળી કલાકારોએ ભાગ લીધો છે. લેહ-લદાખ, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઓડિશા, પંજાબ, આસામ જેવા વિસ્તારોમાંથી આવ્યા કારીગરો અને કલાકારોએ તેમની અદભૂત કૃતિઓ રજૂ કરી છે. વિવિધ ધાતુશિલ્પો, વસ્ત્રકલા, પેઇન્ટિંગ્સ અને પરંપરાગત શૈલીઓનું આ એક અનોખું સમાગમ છે.
લક્ષ્મી વિલાસ પેલેસ એ માત્ર એક મહેલ નથી, પણ ગુજરાતની શાહી ઇતિહાસની જીવંત ઓળખ છે. 1890ના દાયકામાં ગાયકવાડ રાજવી પરિવાર દ્વારા બનાવવામાં આવેલો આ મહેલ યુરોપિયન આર્કિટેક્ચર અને ભારતીય વૈભવનું એક ભવ્ય સમન્વય છે. ચાર વખત બક્કિંગહામ પેલેસ કરતા મોટો ગણાતો આ પેલેસ હજુ પણ ગાયકવાડ વંશના વતન તરીકે જાણીતો છે.
અમે ત્યાં યોજાયેલ “ઊર્જા એક્ઝિબિશન” જેવી ઘટનાઓથી ન માત્ર સંસ્કૃતિને સહારો મળે છે, પણ સ્થાનિક અને રાષ્ટ્રીય કલા જગતને પણ નવી ઊર્જા મળે છે. આવા કાર્યક્રમો વડોદરા શહેરને એક આર્ટ અને કલ્ચરલ હબ તરીકે વધુ મજબૂત બનાવે છે.
Published On - 10:34 pm, Sat, 2 August 25