Vadodara: બરોડા મેડિકલ કોલેજમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે લેડી ફેકલ્ટી જિમની સુવિધા શરૂ કરાઈ

|

Mar 08, 2022 | 6:24 PM

જીમમાં હળવી શારીરિક કસરત, યોગ અને વ્યાયામ થઈ શકે તેવા જુદાં જુદાં ઉપકરણો રાખવામાં આવ્યા છે જેનો ઉપયોગ મહિલા પ્રશિક્ષકો કામ પૂરું કરીને ઘેર જાય તે પહેલાં પોતાની ફૂરસતે કરી શકશે. આ સુવિધા તેમને સ્વાસ્થ્ય સંભાળમાં મદદરૂપ બનશે.

Vadodara: બરોડા મેડિકલ કોલેજમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે લેડી ફેકલ્ટી જિમની સુવિધા શરૂ કરાઈ
બરોડા મેડિકલ કોલેજમાં લેડી ફેકલ્ટી જીમનો પ્રારંભ કરાયો

Follow us on

બરોડા મેડિકલ કોલેજ (Baroda Medical College) માં આજે વિશ્વ મહિલા દિવસ (Womens Day) ની અનોખી ઉજવણી (celebration) કરવામાં આવી હતી. તેના ભાગ રૂપે જિલ્લા કલેકટરઅતુલ ગોરે, ડીન ડો.તનુજા જાવડેકર અને તબીબી પ્રાધ્યાપકોની ઉપસ્થિતિમાં મહિલા પ્રાધ્યાપકો/ વ્યાખ્યાતા ઇત્યાદિના ઉપયોગ માટે બનાવવામાં આવેલા લેડી ફેકલ્ટી જીમ (Gym) નો પી.એસ.એમ.મ્યુઝિયમ નજીકની જગ્યામાં પ્રારંભ કરાવ્યો હતો.

કચેરીમાં મહિલા અને અન્ય કર્મચારીઓને શારીરિક તંદુરસ્તીની જાળવણી માટે જીમ જેવી સુવિધા શરૂ કરવા પ્રયત્ન કરીશ એવી લાગણી વ્યક્ત કરતાં કલેકટરે જણાવ્યું કે આમ તો મહિલાઓ ઘરકામ માટે પણ ખૂબ પરિશ્રમ કરતી હોય છે તેમ છતાં, કામકાજી મહિલાઓને તેમના કામના સ્થળે જીમની સુવિધા મળી રહે તો તેમની તંદુરસ્તી જાળવવામાં ઉપયોગી બને છે.બરોડા મેડિકલ કોલેજની આ આવકાર્ય પહેલ છે.

મધ્ય યુગને બાદ કરતાં ભારતીય સંસ્કૃતિમાં મહિલા અસ્મિતાનું સદા ગૌરવ કરવામાં આવ્યું છે. હવે ભારત સરકાર અને રાજ્ય સરકાર અનેકવિધ યોજનાઓ દ્વારા નારી ગૌરવનની ભાવનાને વેગ આપી રહી છે. તેમણે ડીન અને તેમની ટીમને આ સુવિધા માટે અભિનંદન આપ્યા હતા.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

દાતાઓના સહયોગથી આ લેડી ફેકલ્ટી જીમ બનાવ્યું છે તેવી જાણકારી આપતાં ડીન ડો.તનુજાએ જણાવ્યું કે પી.એસ.એમ.મ્યુઝિયમ પાસે ઉપલબ્ધ જગ્યાનો તેના માટે સાર્થક ઉપયોગ થયો છે. અહીં વિવિધ હળવી શારીરિક કસરત,યોગ અને વ્યાયામ થઈ શકે તેવા જુદાં જુદાં ઉપકરણો રાખવામાં આવ્યા છે જેનો ઉપયોગ મહિલા પ્રશિક્ષકો કામ પૂરું કરીને ઘેર જાય તે પહેલાં પોતાની ફૂરસતે કરી શકશે.આ સુવિધા તેમને સ્વાસ્થ્ય સંભાળમાં મદદરૂપ બનશે.

આ પણ વાંચોઃ દેશમાં મહિલાઓની સુરક્ષા માટે ગુજરાતે સૌપ્રથમ પગલું ભર્યું હતું, 7 વર્ષ પહેલાં 181 હેલ્પલાઈન શરૂ કરીને 9.90 લાખ મહિલાઓને મદદ પૂરી પાડી

આ પણ વાંચોઃ Banaskantha: પશુપાલનના વ્યવસાયમાં કરોડો રૂપિયા કમાતી બનાસ ડેરીની મહિલા પશુપાલકોનું મહિલા દિને શક્તિ પ્રદર્શન

Next Article