વડોદરામાં મેયરે SSG હોસ્પિટલની લીધી મુલાકાત, કોરોનાની તૈયારીઓની કરી સમીક્ષા
Vadodara: શહેરના મેયર કેયુર રોકડિયાએ SSG હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને કોરોનાને લઈને કરવામાં આવી રહેલી તૈયારીઓવી સમીક્ષા કરી હતી. જેમા મેયરે ઓક્સિજન પ્લાન્ટની પણ મુલાકાત લીધી હતી
વડોદરામાં મેયરે SSG હોસ્પિટલની મુલાકાત લીધી હતી. કોરોનાની તૈયારીઓની સમીક્ષા માટે મેયર કેયુર રોકડિયાએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે કોવિડના દર્દીઓની સારવાર માટે કરાયેલી તૈયારીઓની સમીક્ષા કરી હતી. કોવિડ વોર્ડની તૈયારીઓ, બેડ, વેન્ટિલેટરની વ્યવસ્થાની વિગતો મેળવી હતી. મેયરે ઓક્સિજન પ્લાન્ટની પણ મુલાકાત લીધી હતી
મેયરે જણાવ્યુ કે SSG હોસ્પિટલ હોય કે કોર્પોરેશનની અમારી ટીમ હોય તેની સાથે એક સમીક્ષા બેઠક કરવાની અને વિવિધ વ્યવસ્થાઓ જેવી કે ઓક્સિજન, ઓક્સિજન ટેન્ક, તેમજ વોર્ડની અંદરની વ્યવસ્થા અંગેની સમીક્ષા કરવામાં આવી છે.
ઓક્સિજન પ્લાન્ટ અને અન્ય જરૂરી ટેકનિકલ બાબતોની ચકાસણી
રાજ્યમાં કોરોનાને લઈને રાજ્ય સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે. અમદાવાદ, વડોદરા, સુરત સહિતના તમામ શહેરોમાં હોસ્પિટલમાં કોરોનાની સંભવિત લહેરને ધ્યાને રાખી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. વડોદરામાં SSG હોસ્પિટલમાં કોરોનાની સંભવિત લહેરને ધ્યાને રાખી તમામ સંસાધનોની સમીક્ષા કરવામાં આવી છે. ઓક્સિજન પ્લાન્ટ અને અન્ય જરૂરી ટેક્નિકલ બાબતોની ચકાસણી કરવામાં આવી છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં એક ઉચ્ચસ્તરિય બેઠક યોજીને રાજ્યમાં કોરોના વાયરસના સંભવિત નવા વેરિઅન્ટની સ્થિતિ અને તે માટે આરોગ્યતંત્રની સજ્જ્તાની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી.આ બેઠક પૂર્વે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ રાજ્યના આરોગ્ય મંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને સમગ્ર દેશની સ્થિતિનો તાગ મેળવવાની સાથે આરોગ્ય મંત્રીઓના સુઝાવ પણ સાંભળ્યા હતા.