Breaking News : વડોદરાની પાવર કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ, જુઓ Video

વડોદરાના ધનોરામાં આવેલી ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિમિટેડ (GIPCL)ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભરેલો ઈમેઈલ મળ્યો છે. ચેન્નાઈથી મોકલાયેલા ઈમેઈલ બાદ કંપનીમાં અફરાતફરી મચી ગઈ છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી, બોમ્બ સ્ક્વોડ, SOG અને DCBની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

Breaking News : વડોદરાની પાવર કંપનીને બોમ્બથી ઉડાવી  દેવાની ધમકીથી ખળભળાટ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ, જુઓ Video
| Edited By: | Updated on: Apr 10, 2025 | 5:43 PM

વડોદરા જિલ્લાના ધનોરા વિસ્તારમાં આવેલી Gujarat Industries Power Company Limited (GIPCL)ને બોમ્બથી ઉડાવવાની ધમકી ભરેલો ઇમેઇલ મળતા સંસ્થામાં અફરા-તફરી મચી ગઈ છે. મળતી માહિતી અનુસાર, કંપનીના મેનેજિંગ ડિરેક્ટરને ચેન્નાઈમાંથી “સિંધુ જા શ્રીનિવાસન” નામે એક ઈમેઇલ મળ્યો છે જેમાં સંસ્થામાં બોમ્બ મુક્યો હોવાનું કહેવામાં આવ્યું છે.

ધમકીના મેસેજ મળતાની સાથે જ GIPCLના HR વિભાગે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસ કમિશનર ઓફિસે ઘટનાને ગંભીરતાથી લેતાં તરત જ બોમ્બ સ્કવોડ, એસઓજી, ડીસીબી અને સ્થાનિક પોલીસ સહિતના જુદા જુદા વિભાગોની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી.

સંપૂર્ણ પરિસરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હાલ સુધી કોઇ શંકાસ્પદ વસ્તુ મળી નથી, તેમ અધિકારીઓએ જણાવ્યું છે. ઘટના અંગે DCP જે.સી. કોઠિયાએ જણાવ્યું હતું કે, મળેલા ઈમેઇલમાં સ્પષ્ટ રીતે બોમ્બ મૂક્યાની વાત કરી છે અને પોલીસે સમગ્ર ઇમેઇલની વિગતવાર તપાસ શરૂ કરી છે. કયા સરનામેથી અને કોના દ્વારા ઈમેઇલ મોકલાયો છે તેની વિગત પણ ચકાસવામાં આવી રહી છે.

હાલ કંપની અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે અને તપાસ ચાલુ છે. તમામ કર્મચારીઓ સુરક્ષિત છે અને પોલીસ દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

Published On - 4:31 pm, Thu, 10 April 25