Vadodara: સયાજી હોસ્પિટલમાં એપીલેપ્સી સારવાર માટે વિનામૂલ્યે નિદાન કેમ્પનું કરાયું આયોજન

|

Jun 24, 2022 | 3:20 PM

સયાજી હોસ્પિટલના બાળ સારવાર વિભાગ દ્વારા એક પહેલના રૂપમાં એપીલેપ્સી (વાઈ/ખેંચ) સારવાર કેમ્પ યોજવામાં આવ્યો છે. વાઈ, ખેંચ કે, મિર્ગીના નામે ઓળખાતા આ રોગના જે દર્દીઓને વધારે દવા આપવા છતાં રોગ કાબૂમાં આવતો નથી તેમની કેરળની સેવા સંસ્થાના તજજ્ઞ તબીબો દ્વારા સઘન તબીબી ચકાસણી કરવા માટે આ કેમ્પ યોજવામાં આવ્યો છે જેની સેવાઓ વિનામૂલ્યે આપવામાં આવી રહી છે.

Vadodara: સયાજી હોસ્પિટલમાં એપીલેપ્સી સારવાર માટે વિનામૂલ્યે નિદાન કેમ્પનું કરાયું આયોજન
Camp for Epilepsy Treatment

Follow us on

Vadodara: સયાજી હોસ્પિટલના બાળ સારવાર વિભાગ દ્વારા એક પહેલના રૂપમાં એપીલેપ્સી (Epilepsy) (વાઈ/ખેંચ) સારવાર કેમ્પ યોજવામાં આવ્યો છે. વાઈ, ખેંચ કે, મિર્ગીના નામે ઓળખાતા આ રોગના જે દર્દીઓને વધારે દવા આપવા છતાં રોગ કાબૂમાં આવતો નથી તેમની કેરળની સેવા સંસ્થાના તજજ્ઞ તબીબો દ્વારા સઘન તબીબી ચકાસણી કરવા માટે આ કેમ્પ યોજવામાં આવ્યો છે જેની સેવાઓ વિનામૂલ્યે આપવામાં આવી રહી છે. આ બાબતે વાત કરતા વિભાગના વડા ડો.શીલા ઐયરે જણાવ્યું કે, મિશન બેટર ટુમોરો અને aster – mims કાલિકટ તેમજ આઇ.એમ.એ. વડોદરાના સહયોગથી આયોજિત આ બે દિવસના કેમ્પમાં વાઈ/ ખેંચ/ મિર્ગી પીડિત દર્દીઓને વિનામૂલ્યે સારવારનો લાભ મળશે.

મહત્વનું છે કે, આ રોગ મોટેભાગે બાળકોમાં અને કેટલાંક પુખ્ત વયના લોકોમાં જોવા મળે છે અને સયાજી હોસ્પિટલના બાળ રોગ વિભાગમાં તેના બાળ દર્દીઓને નિયમિત સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ છે જ. જો કે કેટલાક બાળ અને પુખ્ત વયના વાય પીડિત રોગીઓમાં, દવાઓ બદલવા છતાં અને વધુ દવાઓ આપવા છતાં રોગ કાબૂમાં આવતો નથી. આવા દર્દીઓની સઘન તપાસ આ કેમ્પમાં કરીને તેમનો વધુ ઈલાજ કેવી રીતે થઈ શકે તે માટે આ કેમ્પ યોજવામાં આવ્યો છે. કાલીકટની ઉપરોક્ત સંસ્થામાં આ પ્રકારના જટિલ કેસોની સારવાર અને લાભ થવાની શક્યતા હોય તો ખાસ પ્રકારની સર્જરી કરવામાં આવે છે. આ કેમ્પમાં વિનામૂલ્યે સેવા આપવામાં આવી રહી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

aster – mims, કાલીકટના તબીબી તજજ્ઞએ જણાવ્યું કે, અમારા સેન્ટર ખાતે હઠીલા વાઈ રોગથી પીડિત અને લાભ થવાની શક્યતાઓ હોય તેવા બાળ દર્દીઓની મિશન બેટર ટુમૉરો સંસ્થાના સહયોગથી વિનામૂલ્યે સર્જરી કરવામાં આવે છે. રાજકોટ પછી વડોદરામાં ગુજરાતનો આ બીજો કેમ્પ અમે યોજી રહ્યાં છે. અમે આ કેમ્પમાં જે બાળકો દવા આપવા છતાં વારંવાર આ રોગના હુમલાનો ભોગ બને છે એમનું સઘન સ્ક્રીનીંગ કરીશું. દવા બદલવાથી કે, સર્જરીથી એમને ફાયદો થાય કે કેમ તેનું મૂલ્યાંકન કરીને વધુ સારવારના વિકલ્પો ચકાસીશું.

Next Article