વડોદરામાં મહાલક્ષ્મી શોપિંગ સેન્ટરમાં આગ, પાંચ દુકાનો બળી ગઈ, કોઈ જાનહાની નહીં

| Edited By: | Updated on: Apr 18, 2022 | 1:48 PM

આગ લાગવાનું સત્તાવાર કારણ જાણી શકાયું નથી પણ રેસ્ટોરન્ટના માલિક અને ત્યાં હાજર રહેલા લોકોનું કહેવું છે કે મીટરમાં બેથી ત્રણ ઘડાકા થયા બાદ આ સ્પાર્કના કારણે આગ લાગી હતી અને આગ ગેસ લાઈનમાં પહોંચી ગઈ હોવાથી આગ વધુ ફેલાઈ હતી. જોકે રાહતની વાત એ છે કે આ આગમાં કોઈ જાનહાની થઈ નથી.

વડોદરા (Vadodara) માં મહાલક્ષ્મી શોપિંગ સેન્ટરમાં આગ (Fire) લાગતાં પાંચ દુકાનો (Shop) બળી ગઈ હોવાની જાણકારી મળી છે. શોપિંગ સેન્ટર (Shopping Center) માં આવેલી આમલેટની રેસ્ટોરેન્ટ (Restaurant) માં આગ લાગ્યા બાદ તેણે વિકરાળ રૂપ લીધું હતું અને કોંપ્લેક્ષની પાંચ દુકાનોને ઝપટમાં લઈ લીધી હતી. તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલા ફાયર બ્રિગેડે આગ ઓલવવાની કામગીરી શરૂ કરી છે.

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મહાલક્ષમી શોપિંગ સેન્ટરમાં એક આમલેટની રોસ્ટોરન્ટમાં આગ લાગવાની ઘટના બની છે. પ્રાથમિક સ્તરે આગ લાગવાનું સત્તાવાર કારણ જાણી શકાયું નથી. પણ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે. આગ લાગવાની જાણ થતાં આગને કાબુમાં લેવાની કેશિશ કરી રહી છે. ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હોવા છતાં અંદર રહેલાં લાકડાંના કારણે આગ ઓલવવામાં વાર લાગી રહી છે.

રેસ્ટોરન્ટના માલિક અને ત્યાં હાજર રહેલા લોકોનું કહેવું છે કે મીટરમાં બેથી ત્રણ ઘડાકા થયા બાદ આ સ્પાર્કના કારણે આગ લાગી હતી અને આગ ગેસ લાઈનમાં પહોંચી ગઈ હોવાથી આગ વધુ ફેલાઈ હતી. જોકે રાહતની વાત એ છે કે આ આગમાં કોઈ જાનહાની થઈ નથી.

આ પણ વાંચોઃ Surat : સુરત મહાનગર પાલિકાને 5 ઈ-કારની ડિલિવરી મળી, મનપાએ કચરા માટે પણ ઈ-વ્હીલનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું

આ પણ વાંચોઃ Surat: કરોડો રૂપિયાની જમીન ગેરકાયદે કબ્જો કરવા અને 2 કરોડની ખંડણી માંગનાર સામે લેન્ડગ્રેબીંગ એક્ટ હેઠળ નોંધાઈ ફરિયાદ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published on: Apr 18, 2022 01:20 PM