અગાઉની સરકારમાં યોજનાઓ તો બનતી પણ તેમાં કોઇનું હિત સંકળાયેલું રહેતુંઃ જયશંકર

|

May 31, 2022 | 5:17 PM

શીમલામાં વડાપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં જયશંકર વડોદરાથી વર્ચ્યુઅલ સહભાગી બન્યા હતા.

અગાઉની સરકારમાં યોજનાઓ તો બનતી પણ તેમાં કોઇનું હિત સંકળાયેલું રહેતુંઃ જયશંકર
S. Jaishankar in Vadodara

Follow us on

વિદેશ મંત્રી (Foreign Minister) એસ. જયશંકરે (S. Jaishankar) જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ના કુશળ નેતૃત્વમાં દેશ અનેક પડકારોનો સામનો કરીને આગળ વધી રહ્યો છે. તેમણે અમલમાં મૂકેલી યોજનાઓના લાભો મળવાના કારણે ગરીબના લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. આ પરિવર્તન ખુશહાલ ચહેરાના ઉપર સ્પષ્ટ દેખાઇ છે. આવું તેમણે અહીં યોજાયેલા ગરીબ કલ્યાણ સંમેલનમાં જણાવ્યું હતું. શીમલામાં વડાપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં તેઓ વડોદરા (Vadodara) થી વર્ચ્યુઅલ સહભાગી બન્યા હતા.

ભારતીય વિદેશ સેવાના અધિકારી તરીકેના પોતાના અનુભવોનો સાર રહેતા જયશંકરે કહ્યું કે, વર્ષો પહેલા અમે એમ્બેસીમાં ફરજ બજાવી અમે ભારતમાં આવીએ ત્યારે મને એમ થતું કે વિદેશમાં જોવા મળતી પ્રાથમિક સુવિધાઓ આપણા દેશમાં ક્યારે ઉપલબ્ધ થશે ? પાણી, આરોગ્ય, વીજળી, સ્વચ્છતા, રોજગારી જેવી પ્રાથમિક સુવિધાઓ આપવા માટે વડાપ્રધાનએ કેટલીક મહત્વની યોજનાઓ અમલમાં મૂકી અને તેનું સુદ્રઢ અમલીકરણ કરાવ્યું છે. હવે નવા ભારતનું નિર્માણ થઇ રહ્યું છે. દેશના ગરીબોના જીવનધોરણમાં સુધારો થઇ રહ્યો છે.

પહેલા એવું થતું હતું કે, યોજનાઓ તો બનતી પણ તેમાં કોઇનું હિત સંકળાયેલું રહેતું. યોજનાઓનો સારી રીતે અમલ થતો નહી. પણ, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગરીબ લોકોને કેન્દ્રમાં રાખીને તેમના કલ્યાણ માટે યોજનાઓ બનાવી એટલા પૂરતું સીમિતના રાખતા તેના અમલ માટે સતત મોનિટરિંગ કર્યું છે. તેના દ્રઢ વિશ્વાસ અને કામ પ્રત્યેની પ્રતિબદ્ધતા વહીવટી તંત્રમાં પણ ઉત્સાહ લાવે છે. તેથી છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભો પહોંચ્યા છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

તેમણે એમ પણ કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવાયેલી યોજનાની સિદ્ધિની વાત અમે વિદેશી મહેમાનોને કરીએ તો તે આશ્ચર્ય ચકિત થઇ જાય છે. જેમકે અમેરિકાની વસ્તી જેટલા 30 કરોડ જનધન ખાતા ભારતમાં ખોલવામાં આવ્યા છે. જલજીવન મિશન હેઠળ યુરિપિયન યુનિયનની વસ્તી જેટલા એટલે કે ૪૫ કરોડ ઘરોમાં નળ જોડાણ આપવામાં આવ્યા છે.

ગરીબો, પીડિતો અને કિસાનો, માતાઓ, યુવાનો, બાળકો સાથે વડાપ્રધાનનું ભાવનાત્મક જોડાણ છેઃ જયશંકર

સમગ્ર જર્મનીમાં આપી શકાય એટલા 8 કરોડ ગેસ જોડાણ ઉજ્જવલા યોજના તહત આપવામાં આવ્યા છે. જાપાનની વસ્તી 11.5 કરોડ જેટલી છે, તેના જેટલા લાભો પીએમ ગ્રામીણ આવાસ યોજના અને પીએમ કિસાન સમૃદ્ધિ યોજના હેઠળ આપવામાં આવ્યા છે. આટલા મોટા પાયે કેન્દ્ર સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી છે. ગરીબો, પીડિતો અને કિસાનો, માતાઓ, યુવાનો, બાળકો સાથે વડાપ્રધાનનું ભાવનાત્મક જોડાણ છે. જે તેમને કામ કરવા માટે પ્રેરણા આપે છે, પ્રતિબદ્ધ બનાવે છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે લાભાર્થીઓના પ્રતિભાવ જાણ્યા હતા.

મોદીએ ગરીબોને લાભ આપવાની નૂતન પરંપરા શરૂ કરી હતીઃ જીતુ વાઘાણી

શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ આ પ્રસંગે જણાવ્યું કે, નરેન્દ્રભાઇ મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે કામ કરતા હતા ત્યારે, તેમણે ગરીબ કલ્યાણ મેળા યોજી યોજનાકીય લાભો સીધા લાભાર્થીઓને આપવાની નૂતન પરંપરા શરૂ કરી હતી. આ પરંપરા તેમણે વડાપ્રધાન તરીકે પણ જાળવી રાખી છે. આ યોજનાનો હેતું ગરીબો પ્રત્યે સંવેદનશીલ રહીને તેમના જીવનધોરણમાં બદલાવ લાવવાનો છે. આજે આ બદલાવ જોવા મળી રહ્યો છે. આજે ગુજરાતના 58 લાખથી વધુ કિસાનોને રૂ. 1168 કરોડ મળ્યા છે. તે સીધા લાભો આપવાનું ઉત્તમ ઉદાહરણ છે.

ગરીબો બિચારા-બાપડા ના રહે એ માટે સરકાર દ્વારા અનેક કદમ ઉઠાવાયાં

ગરીબો બિચારા-બાપડા ના રહે એ માટે સરકાર દ્વારા અનેક કદમ ઉઠાવવામાં આવ્યા છે, તેની ભૂમિકા આપતા વાઘાણીએ જણાવ્યું કે, છેવાડાના માનવી સુધી પીવાના શુદ્ધ પાણી, સારા શિક્ષણ, આરોગ્ય, માર્ગોની સુવિધા આપવામાં આવી છે. તેમને વિવિધ સહાય અને લાભો આપીને પગભર બનાવી સ્વમાની બનાવ્યા છે. વંચિતોને મુખ્યપ્રવાહમાં લાવવાનું કામ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે.

Published On - 5:04 pm, Tue, 31 May 22

Next Article