Vadodara : પોલીસ જવાન સાથે દાદાગીરી કરવી ભારે પડી ! પોલીસે દંપતિની અટકાયત કરી

|

Aug 12, 2022 | 8:23 AM

માંજલપુર ગામથી લાલબાગ બ્રિજ નજીકના માર્ગ પર બુધવારે રાત્રે પોલીસ જવાન (police Constable) સાથે પતિ-પત્નીનો ઝઘડો થયો હતો

Vadodara : પોલીસ જવાન સાથે દાદાગીરી કરવી ભારે પડી ! પોલીસે દંપતિની અટકાયત કરી
Police Arrested accused

Follow us on

વડોદરાના (vadodara) માંજલપુર પોલીસ (Vadodara Police) મથકના જવાન સાથે મારામારી કરનારા દંપત્તિ સામે ગુનો નોંધીને અટકાયત કરી છે.માંજલપુર પોલીસે લોમેશ અને ભૈરવી બ્રહ્મભટ્ટની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.પોલીસે દાખલ કરેલા ગુનામાં યુનિફોર્મમાં હોવા છતાં મારામારી અને સરકારી કામમાં રૂકાવટનો પણ ઉલ્લેખ છે.તમને જણાવી દઈએ કે, માંજલપુર ગામથી લાલબાગ બ્રિજ નજીકના માર્ગ પર બુધવારે રાત્રે પોલીસ જવાન (police Constable) સાથે પતિ-પત્નીનો ઝઘડો થયો હતો. પોલીસ જવાન અશ્વિન ઝાલાની બાઈક આગળ ભૈરવી બ્રહ્મભટ્ટે એક્ટિવા મૂકીને દાદાગીરી શરૂ કરી.

 

દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો

સોશિયલ મીડિયા (Social media) પર તેનો વીડિયો વાયરલ થયો હતો.જેમાં પોલીસ જવાન સાથે એક શખ્સ સાથે મારામારી કરતો જોવા મળી રહ્યો છે.મળતી માહિતી મુજબ વડોદરાના (vadodara news)  માંજલપુર નાકા પાસે ગત રાત્રે 10 વાગ્યાની આસપાસ પોલીસ  અને સામાન્ય નાગરિક વચ્ચે છુટાહાથની મારામારી થઈ. પ્રત્યક્ષદર્શીઓના મતે બાઈક પાર્કિંગ કરવાને લઈ બે પક્ષો વચ્ચે સામાન્ય બોલાચાલીથી શરૂ થયેલો વિવાદ ઉગ્ર બન્યો. હુમલો કરનારા નાગરિકે પહેલા બેફામ અપશબ્દો બોલવા લાગ્યો.સાથે જ તેણે પોલીસ જવાનને માર પણ માર્યો.એટલું જ નહીં પોલીસ જવાન સાથે ઝપાઝપી કરનાર શખ્સે તેનો ભાઈ પોલીસમાં(Gujarat Police)  જ મોટા પદ પર હોવાની શેખી પણ મારતો હતો.આ મારામારીની ઘટના આસપાસના લોકોએ કેમેરામાં કેદ કરી.

Next Article