Vadodara : દૂષિત પાણીથી યુવતીના મોત મામલે રાજકારણ છેડાયું, ન્યાય અને વળતર માટે કોંગ્રેસ જનઆંદોલન કરશે

|

Jul 23, 2022 | 8:12 AM

કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવતે (narendra rawat) કહ્યું હતું કે, વડોદરામાં મેયરના વિસ્તારમાં જ દૂષિત પાણીથી યુવતીના મોતની ઘટના ખુબજ દુઃખદ અને શરમજનક છે.

Vadodara : દૂષિત પાણીથી યુવતીના મોત મામલે રાજકારણ છેડાયું, ન્યાય અને વળતર માટે કોંગ્રેસ જનઆંદોલન કરશે
Congress protest over death of a girl

Follow us on

વડોદરામાં (Vadodara) દૂષિત પાણીથી યુવતીના મોત મુદ્દે કોંગ્રેસ વિરોધ (Congress Protest) નોંધાવશે. સાથે જ કોંગ્રેસે યુવતીના પરિવારને વળતરની માગણી કરી છે. કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવતે (narendra rawat) કહ્યું હતું કે, વડોદરામાં મેયરના વિસ્તારમાં જ દૂષિત પાણીથી યુવતીના મોતની ઘટના ખુબજ દુઃખદ અને શરમજનક છે. આ મુદ્દે જો યુવતી અને તેના પરિવારને વહેલી તકે ન્યાય અને વળતર મળે તે માટે આગામી સમયમાં કોંગ્રેસ (Congress) જનઆંદોલન કરશે.

વડોદરામાં રોગચાળો હવે જીવલેણ બની ગયો

વડોદરા (Vadodara) માં રોગચાળો (Epidemic ) હવે જીવલેણ બની ગયો છે. ખુદ મેયરના મત વિસ્તારમાં જ શંકાસ્પદ કોલેરા (cholera) થી યુવતીનું મોત થયા બાદ રાજકારણ ગરમાયું છે. મેયરના વોર્ડમાં સમાવિષ્ટ જેતલપુર રોડ પરના હરિજન વાસમાં દૂષિત પાણીને પગલે શંકાસ્પદ કોલેરાથી 20 વર્ષની યુવતીનું મોત થયુ હતુ. જેને લઈ સ્થાનિકો સહિત વિપક્ષે સત્તાધીશોને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. કારણ કે શહેરના મહેબૂબ પુરા, આજવા રોડ સહિત અનેક વિસ્તારોમાં દૂષિત પાણી આવતું હોવાથી ઘરે-ઘરે બીમારીના ખાટલા છે. કમળો, ઝાડા-ઉલ્ટી, કોલેરા સહિતના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એસએસજી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા કતારો જોવા મળે છે. સવારે અને સાંજે ઓપીડીના સમય દરમિયાન દર્દીઓના ખચોખચ લાઈનો જોવા મળે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

શુદ્ધ પાણીના અભાવે સ્થિતિ વધુ વણસશે

આંકડાની વાત કરીએ તો 11થી 18 જુલાઈ સુધી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના 2 હજાર 253 કેસ નોંધાયા છે. જ્યારે SSG હોસ્પિટલના વિવિધ 7 વોર્ડમાં 197 જેટલા દર્દીઓ સારવાર આપવામાં આવી રહી છે. બીમાર દર્દીઓના પરિવારોની માંગ છે કે તેમના વિસ્તારમાં તાત્કાલિક શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવામાં આવે નહીં તો સ્થિતિ વધારે વણસે તેમ છે.

Next Article