વડોદરાને ભિક્ષુક મુક્ત બનાવવા કવાયત હાથ ધરાઇ, અનેક યોજનાઓ અમલમાં મુકાશે

વડોદરાને ભિક્ષુક મુક્ત બનાવવા કવાયત હાથ ધરાઇ, અનેક યોજનાઓ અમલમાં મુકાશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2021 | 5:27 PM

વડોદરા બાદ રાજ્યના 8 મહાનગરમાં પણ તબક્કાવાર ભિક્ષુકોને સુવિધા આપવામાં આવશે. જેમાં સ્વૈચ્છિક સંગઠનો કે કોર્પોરેટ કંપનીઓનો પણ સહકાર લેવામાં આવશે.

વડોદરામાં (Vadodara)ભિક્ષુકોની (Beggar )વિવિધ સમસ્યાઓ હલ કરવા મહિલા અને બાળ વિકાસ પ્રધાન મનીષા વકીલના (Manisha Vakil) અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી .જેમાં સાંસદ રંજન ભટ્ટ, મેયર કેયુર રોકડિયા, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ અધિકારીઓની હાજરીમાં ચર્ચા-વિચારણા થઈ હતી. તેમજ વડોદરામાં ભિક્ષુકો સરકારની વિવિધ યોજના થકી પગભર બને અને રોજી રળતા થાય તે અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

વડોદરા બાદ રાજ્યના 8 મહાનગરમાં પણ તબક્કાવાર ભિક્ષુકોને સુવિધા આપવામાં આવશે. જેમાં સ્વૈચ્છિક સંગઠનો કે કોર્પોરેટ કંપનીઓનો પણ સહકાર લેવામાં આવશે. વડોદરાને આગામી 100 દિવસમાં ભિક્ષુક મુક્ત બનાવવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે.

ગુજરાતના મહાનગરોમાં ભિક્ષુકોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. તેમજ તેમણે સારું જીવન ધોરણ અને જીવન જીવવાના અધિકારને પ્રસ્થાપિત કરવાના હેતુથી રાજ્યના સામાજિક ન્યાય ને અધિકારિતા મંત્રાલય દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગના સંકલનથી પણ અનેક યોજનાઓ અમલી બની શકે તેમ છે.

જેના લીધે શહેરમાં ભિક્ષુકોની સંખ્યામાં ઘટાડો થશે તેમજ ભિક્ષુકોની પગભર થતાં તે સારું જીવન ધોરણ પણ મેળવી શકશે. તેમજ તેમના પરિવાર પણ સારી રીતે જીવન ગુજારી શકશે.

આ પણ વાંચો :  ગુજરાતમાં પોલીસ વિભાગ બાદ હવે આ વિભાગના કર્મચારીઓ પણ પગારના મુદ્દે આંદોલનના મૂડમાં

આ પણ વાંચો : સ્મિથસોનિયન્સ નેશનલ મ્યુઝિયમ ઓફ એશિયન આર્ટ દ્વારા બોર્ડમાં નવી નિમણૂંક, રિલાયન્સ જિયોના ડિરેક્ટર ઈશા અંબાણીનો બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં સમાવેશ

g clip-path="url(#clip0_868_265)">