Ahmedabad: ભગવાન શિવ અંગે અભદ્ર ટિપ્પણી કરનાર AIMIM નેતા દાનીશ કુરેશીની અટકાયત

|

May 18, 2022 | 4:43 PM

ભગવાન શિવ અંગે અભદ્ર ટિપ્પણી કરનાર AIMIM નેતા દાનીશ કુરેશીની અટકાયત કરવામાં આવી છે. સાયબર ક્રાઇમ બ્રાંચમાં દાનીશ કુરેશી વિરુદ્ધ વિવાદિત પોસ્ટ કરી લોકોને ભડકાવાનો અને ગુજરાતમાં શાંતિ ડોળવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નોંધાઇ હતી જેના પગલે અમદાવાદમાં દાનિશ કુરેશીના ઘરે પોલીસ પહોંચી હતી. પોલીસે AIMIM નેતા દાનિશ કુરેશીની અટકાયત કરી પુછપરછની તજવીજ હાથ ધરી હતી.

Ahmedabad: ભગવાન શિવ અંગે અભદ્ર ટિપ્પણી કરનાર AIMIM નેતા દાનીશ કુરેશીની અટકાયત
VHP leaders file complaint

Follow us on

ભગવાન શિવ (Lord Shiva) અંગે અભદ્ર ટિપ્પણી કરનાર AIMIM નેતા દાનીશ કુરેશી (Danish Qureshi) ની અટકાયત કરવામાં આવી છે. સાયબર ક્રાઇમ બ્રાંચમાં દાનીશ કુરેશી વિરુદ્ધ વિવાદિત પોસ્ટ કરી લોકોને ભડકાવવાનો અને ગુજરાતમાં શાંતિ ડોળવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નોંધાઇ હતી જેના પગલે અમદાવાદમાં દાનિશ કુરેશીના ઘરે પોલીસ પહોંચી હતી. પોલીસે AIMIM નેતા દાનિશ કુરેશીની અટકાયત કરી પુછપરછની તજવીજ હાથ ધરી હતી.

શિવલિંગ પર અશ્લિલ ટિપ્પણી કરવા મુદ્દે AIMIMના નેતા દાનીશ કુરેશીની સાયબર ક્રાઈમે અટકાયત કરી છે. અટકાયત બાદ AIMIM નેતા દાનિશ કુરેશીની કડક પૂછપરછ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે શિવલિંગ મુદ્દે વિવાદિત પોસ્ટ કરી દાનિશ કુરેશી પર લોકોને ભડકાવાનો અને ગુજરાતમાં શાંતિ ડોળવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. જે અંતર્ગત વાસણા પોલીસ સ્ટેશનમાં દાનીશ કુરેશી વિરુદ્ધ અરજી કરાઈ હતી. દાનિશ કુરેશીએ હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ કરતા વિવાદ વકર્યો છે.

આ તરફ દાનિશ કુરેશીની અટકાયત બાદ રાજકારણ ગરમાયું છે.. કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકે AIMIMને ભાજપની B ટીમ ગાણાવી હતી. દાનિશ કુરેશીને કેન્દ્રમાં રાખીને કોંગ્રેસે આડકતરી રીતે ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે ભાજપ ખરેખર હિંદુનું સન્માન કરતી હોય તો દાનિશ સહિત સમગ્ર AIMIM વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઇએ.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

ઉલ્લેખની છે કે સમગ્ર દેશમાં જ્ઞાનવાપી મસ્જિદને લઈને ઉઠેલા વંટોળ વચ્ચે અમદાવાદના AIMIMના નેતા દાનિશ કુરેશીએ સોશ્યલ મીડિયા પર વિવાદિત પોસ્ટ કરીને બળતામાં ઘી હોમ્યું છે. જ્ઞાનવાપી મસ્જિદમાંથી શિવલિંગ મળવા મામલે AIMIMના નેતા દાનિશ કુરેશીએ સોશિયલ મીડિયા પર અભદ્ર પોસ્ટ મુકી હતી. આ પોસ્ટ બાદ હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાઈ છે.. હિન્દુ સંગઠનો સતત દાનિશ કુરેશીની ટીકા કરી રહ્યા છે અને તેના વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે.. જે અંતર્ગત VHPના કાર્યકરોએ આ વિવાદીત પોસ્ટ મુદ્દે નરોડા પોલીસ સ્ટેશન ખાતે દાનિશ કુરેશી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.. VHPના કાર્યકરે દાનિશ કુરેશીને પડકાર ફેંક્યો છે કે જો સાચે જ તેઓએ કોઈ જાણકારી મેળવવા માટે આ ટ્વીટ કર્યું હોય, તો તેઓ સનાતન ધર્મનો સ્વીકાર કરી લે.

AIMIMના નેતા દાનિશ કુરેશી દ્વારા શિવલિંગ પર કરવામાં આવેલી અશ્લિલ ટિપ્પણી મુદ્દે વડોદરામાં પણ હિન્દુ સંગઠનોમાં રોષ છે. આ તરફ જ્યોતિર્નાથ મહારાજે દાનિશ કુરેશની પોસ્ટને ભગવાન શિવ અને હિન્દુઓનું અપમાન ગણાવ્યું છે અને આ અંગે દાનિશ કુરેશી વિરુદ્ધ ફરિયાદ નોંધાવાની તૈયારી દર્શાવી છે.

Published On - 10:39 am, Wed, 18 May 22

Next Article