Vadodara: વિવાદ બાદ એમ એસ યુનિવર્સિટી હવે નવેસરથી છાપશે ડાયરી

|

Feb 01, 2023 | 3:09 PM

ડાયરીમાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્ અને પૂર્વ કુલપતિઓના ફોટોનું પેજ ઉમેરવામાં આવશે. આ ઉપરાંત ડાયરીમાં પ્રાધ્યાપકો અને પ્રોફેસરના નામો અને નંબર પણ ઉમેરવામાં આવશે સાથે જ ડાયરીમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડનો ફોટો મોટો ફોટો છાપવામાં આવશે.

Vadodara: વિવાદ બાદ એમ એસ યુનિવર્સિટી હવે નવેસરથી છાપશે ડાયરી
controversy of MS University of Vadodara
Image Credit source: File Photo

Follow us on

વડોદરાની MS યુનિવર્સિટી અવરનવાર વિવાદોમાં સપડાયેલી જોવા મળે છે. નેકની A+ ગ્રેડ ધરાવતી MS યુનિવર્સિટીના સત્તાધીશોએ વર્ષ 2023ની ડાયરીમાંથી ભારતના રાષ્ટ્રીય ગીતની બાદબાકી કરી છે. તેને લઈને MS યુનિવર્સિટીમાં હોબાળો થઈ રહ્યો છે. જેના પગલે એમ.એસ. યુનિવર્સિટીમાં ડાયરી વિવાદને લઈને બેઠક યોજવામાં આવી હતી. જેમાં વિવાદીત ડાયરીને પાછી ખેંચીને નવી ડાયરી છાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ગુજરાતી વીડીયો : ગુજરાત પેપર લીક કાંડના આરોપી જીત નાયકના 10 દિવસના રિમાન્ડ મંજૂર

વિવાદિત ડાયરીમાં જરુરી સુધારા વધારા કરીને ફરીથી છાપવામાં આવશે. ડાયરીમાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્ અને પૂર્વ કુલપતિઓના ફોટોનું પેજ ઉમેરવામાં આવશે. આ ઉપરાંત ડાયરીમાં પ્રાધ્યાપકો અને પ્રોફેસરના નામો અને નંબર પણ ઉમેરવામાં આવશે સાથે જ ડાયરીમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડનો ફોટો મોટો ફોટો છાપવામાં આવશે. આ ઉપરાંત બેઠકમાં 7 ફેકલ્ટીના નવા ડીનની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વનની બાબતએ છે કે MS યુનિવર્સિટીની વર્ષ 2022ની ડાયરીમાં પેજ નંબર 8 પર વંદેમાતરમ ગીતનો ઉલ્લેખ કરાયો હતો. જેની સરખામણીએ 2023ની ડાયરીમાં વંદેમાતરમની સાથે પ્રથમ વાઈસ ચાન્સેલનર ડો. હંસા મહેતા સહિત 17 પૂર્વ વાઈસ ચાન્સેલનરના ફોટાની બાદબાકી કરાઈ હતી. જેની જગ્યા પર પેજ નંબર 7 પર વર્તમાન ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવનો ફોટો મુકવામાં આવ્યો હતો. જેના કારણે MS યુનિવર્સિટીમાં હોબાળો થયો હતો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

MS યુનિવર્સિટીને ગત વર્ષે નેકની A+ ગ્રેડ મળી હતી

જેની સરખામણીમાં 2023ની ડાયરીમાં પ્રથમ વાઈસ ચાન્સેલર ડો. હંસા મહેતા સહિત 17 પૂર્વ વાઈસ ચાન્સેલનરના ફોટા મુકવામાં આવ્યા નથી. જેની જગ્યા પર પેજ નંબર 7 પર વર્તમાન ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવનો ફોટો મુકવામાં આવ્યો છે. ફોટાની બાજુમાં પાંચ સંકલ્પ સૂત્રનો પણ ઉલ્લેખ કરાયો છે. વધુમાં ડાયરીના પેજ ઘટાડવાના બહાને કેમ્પસની બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલના નામ નંબરો જાહેર કરવામાં આવ્યા નથી. જેથી નવી ડાયરી અનેક છબરડાના કારણે હાલ વિવાદમાં સપડાઈ છે.

આ તરફ યુનિવર્સિટીના જનસંપર્ક અધિકારીએ ડાયરીમાં ભૂલ થઈ હોવાનો સ્વીકાર કર્યો છે. કહ્યું, ડાયરીમાં ભૂલથી વંદે માતરમનું પેજ મૂકવાનું રહી ગયું છે. હાલમાં 150 ડાયરી જ છપાઈ છે.

Next Article