Vadodara : પોલીસકર્મી દ્વારા કોરોના નિયમોના ધજાગરા, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

|

Jan 06, 2021 | 7:48 PM

Vadodara : નિયમોના ધજાગરા ઉડાવતા પોલીસકર્મીનો વીડિયો વાયરલ થયો છે.પોલીસકર્મી એક છે જોકે તેની ચાર મહાભુલો સોશિયલ મીડિયામાં વાયરલ

Vadodara : પોલીસકર્મી દ્વારા કોરોના નિયમોના ધજાગરા, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

Follow us on

Vadodara : નિયમોના ધજાગરા ઉડાવતા પોલીસકર્મીનો વીડિયો વાયરલ થયો છે.પોલીસકર્મી એક છે જોકે તેની ચાર-ચાર જેટલી મહાભુલો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.જેને સવાલોની વણઝાર ઉઠાવી છે. આ વીડિયોને જોઈ જનતા પણ હવે રોષની લાગણી ઠાલવી રહી છે. વડોદરાના જનમાર્ગ ઉપર આ પોલીસકર્મી હેલમેટ અને માસ્ક પહેર્યા વિના બિન્દાસ ફોન પર વાત કરતા જઈ રહ્યો હતો. આ ઉપરાંત બાઈક પર નંબર પ્લેટ પણ લગાવેલું ન હતું. જેને જોઈ અન્ય વાહનચાલકો પણ ભડકી ઉઠ્યા હતા. અને વીડિયો બનાવવાનું શરૂ કરી દીધું હતું.

 

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

 

જોકે પોલીસકર્મીએ પોતાની ભુલ સ્વિકારવાને બદલે નાગરિકોના જ મોબાઈલ ફોન જ લઈ લેવા સહિતના પ્રયાસો કર્યા હતા. જોકે જનતાએ કોવિડના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 1 હજાર રૂપિયા દંડ ભરવાનું કહેતા અને નંબર પ્લેટ ન હોવાથી બાઈક પણ પોલીસ સ્ટેશનમાં જમા કરવાનું કહેતા પોલીસકર્મીએ શાંત પડ્યા હતા. મહત્વનું છે કે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ જનતાનો આક્રોશ જોઈ અંતમાં પોતાની ભૂલ સ્વિકારે છે. જોકે સવાલ હવે એ ઉઠે છે કે સામાન્ય જનતા પાસે જે રીતે દંડાત્મક કાર્યવાહી પોલીસ કરે છે ત્યારે આવા પોલીસકર્મી સામે એક્શન લેવામાં આવશે ?

Next Article