Breaking News: વડોદરાથી પકડાયેલા આતંકી સેહરુલ ઈસ્લામના 14 દિવસના રિમાન્ડ મંજૂર, હવે ATS ઓકાવશે રાઝ

વડોદરાથી પકડાાયેલા આતંકી શાહરૂલ ઈસ્લામ કબીરુદ્દીને ATS દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. કોર્ટે આતંકીના 10 મી ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

| Edited By: | Updated on: Nov 27, 2026 | 8:31 PM

ગુજરાતમાં વધુ એક આતંકી ડોળો મંડરાયો હતો અને વડોદરાના ઍરફોર્સ સ્ટેશનને ઉડાડવાનો પ્લાન સફળ થાય એ પહેલા જ ગુજરાત ATS એ આતંકી સેહરુલ ઈસ્લામ કબિરુદ્દીનની ધરપકડ કરી છે. આ આંતકીની ગતિવિધિ પહેલેથી જ શંકાસ્પદ જણાતા તેની તપાસ કરવામાં આવતા તેની પાસે 23 જીવતા કારતૂસ અને એક AK 47 મળી આવી છે. આ ઉપરાંત તેની પાસેથી પાસેથી વડોદરા ઍરફોર્સ સ્ટેશનની રેકી કરેલા ફોટોગ્રાફ્સ મળી આવ્યા. હેન્ડલરની સૂચના મુજબ ઍરફોર્સ સ્ટેશન ગેટના ફોટો અન વીડિયો બનાવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યુ છે. મોબાઈલ વોટ્સએપ ચેટ અને ગેલેરીમાંથી આ તસવીરો અને વીડિયો મળી આવ્યા છે.

આ તમામ ઘટનાક્રમ અને પૂછપરછને અંતે તે ગુજરાતમાં લોન વુલ્ફ એટેક કરવાની ફિરાકમાં હોવાનો પણ ખૂલાસો થયો છે. આ તમામ ખૂલાસા બાદ આતંકીસ સેહરુલને વાઘોડિયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. આ તકે આરોપીને જજે પોતાની વાત મુકવાનો મોકો આપ્યો. આરોપી પાસે પોતાના વકીલ હોય તો તેને બોલાવી શકે છે તેવુ જણાવવામાં આવ્યુ. જો કે આતંકીએ તેની ના પાડી હતી. આ તકે કોર્ટમાં જજે એવુ કોઈ જજમનેટ બતાવવા આદેશ કર્યો જેમા આરોપી તરફે વકીલ ન હોય અને રિમાન્ડ મંજૂર કર્યા હોય.

જે બાદ ATS એ કોર્ટમાં રિમાન્ડની માગની તરફેણમાં દલીલ કરી કે આરોપી જે સ્થળેથી આવ્યો છે તે બાંગ્લાદેશથી થોડા કિલોમીટરના અંતરે આવેલુ છે. આ ઉપરાંત તેની પાસેથી AK 47 મળી આવી છે જે ગુજરાતમાં 30 વર્ષ બાદ પહેલીવાર આ પ્રકારે કોઈ પાસેથી મળી આવી છે. આરોપીની ઘરની તપાસ કરવી જરૂરી હોય 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી. કોર્ટે ATS ની દલીલ સાંભળ્યા બાદ 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા.

ક્યાંથી આવ્યો આતંકી ?

આ આતંકી મૂળ આસામના કરીમગંજથી ટ્રેન દ્વારા પહેલા ભોપાલ પહોંચ્યો અને ભોપાલ થી બસ દ્વારા વડોદરા આવ્યો હતો. વડોદરામાં હાલોલ હાઈવે પર આવેલી મિલન હોટેલમાં તે રોકાયો હતો અને ATS ની તપાસ શરૂ થવાની જાણ થતા જ હોટેલમાંથી ચેકઆઉટ કર્યા વિના જ ફરાર થઈ ગયો. ATS એ હોટેલમાંથી મળેલી વિગતોને આધારે તેની શોધ આદરી હતી અને બાતમી મળી હતી કે દાહોદ થી પરત વડોદરા આવી રહ્યો છે. ત્યારબાદ હાલોલ વડોદરા રોડ પર ગોલ્ડન ચોકડી પર ATSએ નાકાબંધી કરી દબોચી લીધો હતો.

AK 47, 23 જીવતા કારતૂસ અને ઍરફોર્સ સ્ટેશનના રેકી કરેલા ફોટોગ્રાફ્સ મળ્યા

હોટેલમાંથી ચેકઆઉટ કર્યા વિના ફરાર થયાની શંકાસ્પદ હિલચાલ ને જોતા જ તેની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન તેની પાસેથી AK-47 રાયફલ તથા 23 જીવતા કારતૂસ મળી આવ્યા છે. આ ઉપરાંત તેની પાસેથી વડોદરા ઍરફોર્સ સ્ટેશનની રેકી કરેલા ફોટોગ્રાફ્સ મળી આવ્યા. હેન્ડલરની સૂચના મુજબ ઍરફોર્સ સ્ટેશન ગેટના ફોટો અન વીડિયો બનાવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યુ છે. મોબાઈલ વોટ્સએપ ચેટ અને ગેલેરીમાંથી આ તસવીરો અને વીડિયો મળી આવ્યા છે. જે બતાવે છે કે ઍરફોર્સ સ્ટેશનને બંધક બનાવી અત્યંત સંવેદનશીલ માહિતી એકત્રિત કરવાની ફિરાકમાં હતો.

ઍરફોર્સ સ્ટેશન પર હુમલાનો પ્લાન

આ આતંકીની પૂછપરછમાં ખૂલાસો થયો છે કે તે વડોદરા ઍરફોર્સ સ્ટેશન પર હુમલો કરવાની ફિરાકમાં અને લોન વુલ્ફ એટેક કરવાની તૈયારીમાં હતો. પ્રાથમિક તપાસમાં આરોપી જેહાદી વિચારધારા અપનાવતો હોવાની વિગતો મળી હોવાનો ATSનો દાવો છે. તપાસ મુજબ આરોપી હોટેલમાંથી નીકલીને દાહોદ પહોંચ્યો હતો અને ત્યાંથી
AK-47 રાયફલ તથા 23 જીવતા કારતૂસ મેળવ્યા હતા. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે ગુજરાતમાં આસામથી આવેલા આ શખ્સને આટલા ઘાતક હથિયાર કોણે પહોંચાડ્યા?

પાકિસ્તાની આતંકી આકાના સંપર્કમાં હતો સેહરુલ

ATSના જણાવ્યા મુજબ આરોપી છેલ્લા એક વર્ષથી પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદના હેન્ડલર મુફ્તી રફીક ઉર્ફે ઈબ્ન અબ્દુલ્લાના સંપર્કમાં હતો. હેન્ડલરે નવો મોબાઈલ ખરીદવા માટે રૂ.50 હજાર રોકડા આપ્યા હોવાની વિગતો પણ તપાસમાં સામે આવી છે. એટલે હવે તપાસનો વ્યાપ માત્ર એક આરોપી પૂરતો સીમિત નથી. સવાલ એ છે કે ATSની તપાસમાં આરોપીના ઇરાદા અંગે વધુ એક ગંભીર બાબત સામે આવી છે. આતંકી હુમલાની ઘટનાને અંજામ આપ્યા બાદ પાકિસ્તાન જવા અને જૈશ-એ-મોહમ્મદમાં જોડાવાની ઇચ્છા ધરાવતો હતો. મોબાઈલમાંથી ઓટોમેટિક એસોલ્ટ રાયફલ ચલાવવાની તાલીમના વીડિયો મળ્યા હોવાનો પણ દાવો છે.

ગુજરાત ATS માટે હવે સૌથી મોટો પડકાર માત્ર પકડાયેલા આરોપીની પૂછપરછ કરવાનો નથી. પરંતુ તેની પાછળના સમગ્ર નેટવર્કને શોધવાનો છે. કારણ કે સવાલ એક જ છે કે ગુજરાતમાં આતંકનો આ ખેલ એક જ ખેલાડીનો હતો કે પડદા પાછળ આખી ટીમ કામ કરી રહી હતી તે જોવુ રહ્યુ.

Fingerprint Sensor: વ્યક્તિના મૃત્યુ બાદ ફોનનું ફિંગરપ્રિન્ટ સેન્સર કામ કરતુ કેમ બંધ થઈ જાય છે? લોક્ડ ફોનનો ડેટા કેવી રીતે મેળવશો- જાણો

Published On - 8:31 pm, Fri, 27 November 26

Follow Us
Loading...
Unable to load recommendations.