વડોદરાની સયાજી હોસ્પિટલમાં Mucormycosis ની 710 સર્જરી કરવામાં આવી

|

Jun 11, 2021 | 10:00 PM

Vadodara ની સયાજી (Sayaji)  હોસ્પિટલમાં 10 જૂન સુધીમાં 446 દાખલ દર્દીઓને મ્યુકર માઇકોસિસ રોગની જરૂરી સારવાર આપવામાં આવી છે. આ રોગગ્રસ્તોમાં રોગના પ્રભાવને નિવારવા વિવિધ અવયવોની 710 સર્જરી કરવામાં આવી છે.

વડોદરાની સયાજી હોસ્પિટલમાં  Mucormycosis ની 710 સર્જરી કરવામાં આવી
વડોદરાની સયાજી હોસ્પિટલમાં Mucormycosis ની 710 સર્જરી કરવામાં આવી

Follow us on

કોરોનાની બીજી લહેરમાં કોરોના ગ્રસ્ત અને સાજા થયેલા દર્દીઓમાં  મ્યુકર માઇકોસિસ(Mucormycosis )ના કેસમાં જોવા મળ્યા હતા. જેમાં ગુજરાતમાં Vadodara ની સયાજી(Sayaji)  હોસ્પિટલમાં 10 જૂન સુધીમાં 446 દાખલ દર્દીઓને આ રોગની જરૂરી સારવાર આપવામાં આવી છે અને રોગગ્રસ્તોમાં રોગના પ્રભાવને નિવારવા વિવિધ અવયવોની 710 સર્જરી કરવામાં આવી છે. એક જ દર્દીમાં એક થી વધુ પ્રકારની સર્જરીઓ કરવાની આ રોગમાં જરૂર પડે છે.

આ રોગની સારવારમાં એક થી વધુ તબીબી વિદ્યાશાખાઓ સંકળાયેલી

સયાજી (Sayaji) હોસ્પિટલના નાક કાન અને ગળાના વિભાગના વડા અને તબીબી અધિક્ષક ડો.રંજન ઐયરે જણાવ્યું કે તા.10 મી જૂન સુધીમાં હાલમાં કાન નાક અને ગળાના વિભાગ ઉપરાંત આંખ,દાંત,પ્લાસ્ટિક સર્જરી, મેડિસીન,માઇક્રોબાયોલોજી, રેડીઓલોજી, એનેસ્થેસિયા જેવા વિભાગોના નિષ્ણાત તબીબો,દર્દીમાં આ ફૂગજન્ય રોગના પ્રમાણ અને વ્યાપ અનુસાર સંકલિત ટીમ વર્ક થી સારવારમાં યોગદાન આપે છે.આમ,કોરોના ની જેમ જ લગભગ આ રોગની સારવારમાં એક થી વધુ તબીબી વિદ્યાશાખાઓ સંકળાયેલી છે.

જયા કિશોરી, ધીરેન્દ્ર શાસ્ત્રી, પ્રેમાનંદ મહારાજ... જાણીતા આધ્યાત્મિક ગુરુઓ રોજ શું ખાય છે?
તમે અમીર બનવા માગતા હોવ તો જીવનમાં મુકેશ અંબાણીના આ 5 નિયમોનું કરો પાલન
પેટની બધી ગંદકી થઈ જશે સાફ, આ સફેદ વસ્તુને ગોળ સાથે ખાવાનું શરૂ કરી દો
મહાકુંભમાં આવ્યા છોટૂ બાબા,32 વર્ષથી નથી કર્યુ સ્નાન
Gundar benefits : મહિલાઓ માટે ગુંદર છે વરદાન, ફાયદા સાંભળી ચોંકી જશો
રુ 1200થી પણ ઓછી કિંમતમાં મળી રહ્યો છે 365 દિવસનો સૌથી સસ્તો પ્લાન !

ઓપરેશન થીયેટરમાં મોડી સવાર થી શરૂ કરી મોડી રાત સુધી સર્જરી ચાલુ

સર્જરીની આવશ્યકતા પ્રમાણે છેલ્લા ઘણાં દિવસ થી ઓપરેશન થીયેટરમાં મોડી સવાર થી શરૂ કરી મોડી રાત સુધી સર્જરી ચાલુ રહે છે.તબીબો દ્વારા જાણે કે દર્દીઓની જીવન રક્ષા અને આંખ,મોઢા સહિતના અવયવો ને બચાવવા અવિરત અને થાક્યા વગર રાત્રી જાગરણ કરવામાં આવી રહ્યું છે.

કોરોનાની બીજી લહેરની આડ અસર જેવી મ્યુકર(Mucormycosis ) ની બીજી લહેર પહેલી કરતાં વધુ પડકાર જનક છે અને આ લહેરમાં દર્દીઓના પ્રભાવિત અવયવો અને જિંદગી બચાવવા વધુ પરિશ્રમ કરવો પડ્યો છે. જેની માટે સમર્પિત તબીબોની ટીમે મોડી રાત સુધી જાગરણ કરીને સર્જરી કરે છે.

સર્જરીમાં માઇક્રોડીબ્રાઇડર નામક એક યંત્રનો ઉપયોગ
સયાજી(Sayaji) હોસ્પિટલના નાક કાન અને ગળાના રોગોના વિભાગ માં હાલ પોસ્ટ કોવિડ પડકાર જેવા મ્યુકર માઈકોસિસ(Mucormycosis ) ના પડકારજનક રોગ ની સારવારનું કામ ખૂબ સમર્પિતતા સાથે ચાલી રહ્યું છે.તેમાં માઇક્રોડીબ્રાઇડર નામક એક યંત્રનો લગભગ પ્રત્યેક દર્દીની સારવારમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

મૂળ કાનના રોગો અને ઓર્થોપેડીક પ્રોસીજર માટે બનાવવામાં આવેલું માઈક્રોડીબ્રાઇડર 1990 થી સાઇનસ ની સર્જરી માટે ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. હાલમાં આ યંત્ર મ્યુકર માઈકોસિસના દર્દીઓની સર્જરીમાં ઉપયોગી બન્યું છે.

Published On - 9:56 pm, Fri, 11 June 21

Next Article