VADODARA : પાદરાનું દુધવાડા ગામ સંપૂર્ણ કોરોનામુક્ત, “મારૂ ગામ કોરોનામુક્ત ગામ”ના સૂત્રને પુરવાર કર્યું

|

May 03, 2021 | 4:16 PM

VADODARA : કોરોનાની બીજી લહેરમાં ગામડાઓમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે.આ બધાની વચ્ચે એક સારા સમાચાર એ પણ છે કે ગામના સરપંચ અને તેમની ટીમની સતર્કતાના પરિણામે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના એક ગામમાં કોરોના પ્રવેશી શક્યો નથી.

VADODARA : પાદરાનું દુધવાડા ગામ સંપૂર્ણ કોરોનામુક્ત, મારૂ ગામ કોરોનામુક્ત ગામના સૂત્રને પુરવાર કર્યું
પાદરાનું દુધવાડા ગામ સંપૂર્ણ કોરોનામુક્ત

Follow us on

VADODARA : કોરોનાની બીજી લહેરમાં ગામડાઓમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે.આ બધાની વચ્ચે એક સારા સમાચાર એ પણ છે કે ગામના સરપંચ અને તેમની ટીમની સતર્કતાના પરિણામે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના એક ગામમાં કોરોના પ્રવેશી શક્યો નથી.

હવે તમને થતું હશે કે આવું તો કંઈ વળી હોય. કોરોનાએ શહેરો સાથે ગામડાઓમાં પણ પગ પેસારો કર્યો છે,ત્યારે આ ગામ કેવી રીતે કોરોનાના ભરડામાંથી બાકાત રહી શકે ? પણ હા આ શક્ય બન્યું છે.

વાત એમ છે કે પાદરા તાલુકાના અંદાજે ૨૨૦૦ ની વસતિ ધરાવતા દૂધવાડા ગામમાં સરપંચ ઉત્તમ પ્રકાશ પટેલ અને તેમની ટીમની જાગૃતિના કારણે ગામમાં કોરોનાને પ્રવેશવા દીધો નથી. સરપંચ સહિત ગ્રામ પંચાયતના સભ્યો અને યુવાનોની વોરિયર ટીમની મહેનતથી આ ગામે મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીના મારૂ ગામ કોરોના મુક્ત ગામના સંકલ્પને સાચા અર્થમાં સાકાર કરી અન્ય ગામોને પ્રેરણા પુરી પાડી છે.

ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો

સરપંચ શ્રી ઉત્તમ પટેલે જણાવ્યું કે છેલ્લા એક વર્ષથી સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ફેલાઈ છે. પરંતુ આ મહામારી સામે લડવા ગ્રામ પંચાયતની ટીમે મક્કમ નિર્ધાર સાથે કોરોના સામે જંગ છેડયો અને ગ્રામજનોનો તેમાં સંપૂર્ણ સહયોગ મળ્યો તેનું આ પરિણામ છે. ગામમાં ૪૫ થી વધુની વય ધરાવતા ૮૫ ટકા લોકોને કોરોના રસી મૂકવામાં આવી છે. ગામમાં ૧૮ થી વધુ વયના યુવાનોના રસીકરણની પણ આગોતરી તૈયારી કરવામાં આવી છે. વડોદરા જિલ્લામાં શરૂઆત થશે ત્યારે આ રસી મૂકવામાં આવશે.

તેમણે જણાવ્યું કે શરૂઆતથી જ કોરોના સામે લડવા ગ્રામ પંચાયતના સદસ્યોની સમિતિ સાથે ગામના યુવાનોની એક કોરોના યોદ્ધા ટીમ બનાવી અને તેમાંય ગામમાં આવેલા સેમી આરોગ્ય કેન્દ્રના આરોગ્ય કર્મયોગીઓનો સહયોગ મળ્યો જેના પરિણામે અમારા ગામમાં કોરોના પ્રવેશી શક્યો નથી.

સરપંચ ઉત્તમ પટેલ ઉમેરે છે કે છેલ્લા એક વર્ષથી ગામમાં બહારના વિવિધ વસ્તુઓનું ફેરી કરી વેચાણ કરતા ફેરિયાઓ પ્રવેશ કરે નહિ તે માટે નાકાબંધી ઉપરાંત ગામનો કોઈ વ્યક્તિ બહાર જઈને આવે તો તેને પાળવાના નિર્ધારિત નિયમો બનાવવામાં આવ્યા છે તેનું પાલન કરવામાં આવે છે.ગામમાં કોઈ માસ્ક વગર ફરતું હોય તો તેમને યુવાનોની ટીમ સમજ આપી માસ્ક પહેરવા વિનંતી કરે છે અને જો માસ્ક ન હોય તો માસ્ક પણ આપે છે.ગામમાં દૂધ મંડળીમાં બે વેળા દૂધ ભરવા આવતા સભાસદો પણ સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત જાળવે છે.

તકેદારીના ભાગરૂપે ગામમાં બપોર બાદ તમામ વેપારીઓ પોતાના વેપાર સ્વૈચ્છિક રીતે બંધ રાખે છે.તેઓ કહે છે કે આ મહામારીમાંથી ગ્રામજનોને બચાવવા યુવાનોની ટીમ દ્વારા ઘરે ઘરે માસ્ક તેમજ સેનેટાઈઝરનું વિતરણ કરવા સાથે કોરોના અંગે વ્યાપક જનજાગૃતિ ઉભી કરવામાં આવી રહી છે.ઘરે ઘરે લોકોને આ રોગથી કેવી રીતે બચવું તે અંગેનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

તેઓ કહે છે કે આ વર્ષે ગામમાં ૧૦ જેટલા લગ્નો હતા.આ લગ્નોમાં ગ્રામ પંચાયતની ટીમે ખડે પગે રહીને નિર્ધારિત પ્રોટોકોલનો અસરકારક અમલ કરાવ્યો હતો. ગત વર્ષે ગામને એક ખાનગી કંપનીના સહયોગથી ચાર વાર અને હાલમાં એક વાર સેને ટાઈઝ કરવામાં આવ્યું છે એટલુ જ ગામમાં સ્વચ્છતા જળવાય રહે તે માટે સફાઈ પણ નિયમિત કરવામાં આવે છે.ગત વર્ષે લોકડાઉન ના સમયમાં ગામના જરૂરિયાતમંદોને અનાજ તેમજ શાકભાજીની કીટનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું તેમને ઉમેર્યું હતું.

જન પ્રતિનિધિઓ અને ગ્રામ જનશક્તિના સહિયારા પુરૂષાર્થથી કેવું સકારાત્મક પરિણામ મળી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ દૂધવાડા ગામે સમગ્ર રાજ્યને પુરૂ પાડ્યું છે.

Published On - 4:15 pm, Mon, 3 May 21

Next Article