VADODARA : ખાસ ફરજ પરના અધિકારીની ગોત્રી હોસ્પિટલની મધ્ય રાત્રિ મુલાકાત, અધિકારીની છલકાઇ લાગણી

|

May 10, 2021 | 6:46 PM

VADODARA : લાગણી સભરતા સાથે લખ્યું કે હું જ્યારે જ્યારે આ હોસ્પિટલની મુલાકાત લઉં છું ત્યારે તીર્થયાત્રા કરતો હોઉં એવી અનુભૂતિ થાય છે.

VADODARA : ખાસ ફરજ પરના અધિકારીની ગોત્રી હોસ્પિટલની મધ્ય રાત્રિ મુલાકાત, અધિકારીની છલકાઇ લાગણી
અધિકારીની હોસ્પિટલ મુલાકાત

Follow us on

VADODARA : લાગણી સભરતા સાથે લખ્યું કે હું જ્યારે જ્યારે આ હોસ્પિટલની મુલાકાત લઉં છું ત્યારે તીર્થયાત્રા કરતો હોઉં એવી અનુભૂતિ થાય છે.

ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે જ્યારે રવિવારની મધ્ય રાત્રિએ કોવિડ સારવારમાં અગ્રેસર અને સતત કાર્યરત ગોત્રી હોસ્પિટલની મુલાકાત લીધી ત્યારે પારાવાર લાગણીશીલતા અનુભવતા તેમણે વોટ્સેપ પોસ્ટમાં લખ્યું કે હું જ્યારે જ્યારે આ દવાખાનાની મુલાકાત લઉં છું ત્યારે ત્યારે મને એક તીર્થયાત્રા કર્યાની અનુભૂતિ થાય છે. હું અહી અવિરત સેવા આપનાર તમામને હૃદયથી વંદન કરું છું.

આ હોસ્પીટલ ખાતે કોવિડ સારવાર ની સમર્પિત સેવા શરૂ કર્યાને આજે બરોબર 400 દિવસ થયાં તેની યાદ અપાવતાં તેમણે જણાવ્યું કે આ દરમિયાન અહીંની કોવિડ ઓપીડી માં 70 હજાર થી વધુ લોકોની કોવિડ વિષયક તપાસ કરવામાં આવી અને તે પૈકી પોઝિટિવ જણાયેલા 20 હજારથી વધુ દર્દીઓને દાખલ કરી સારવાર આપવામાં આવી. જ્યારે અન્ય ઘણાં દર્દીઓને ફ્રી બેડ ધરાવતા સહયોગી દવાખાનાઓમાં મોકલવામાં આવ્યાં.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

તેમણે જણાવ્યું કે ગોત્રી હોસ્પિટલ એ વિશ્વની અને ભારતની એવી જૂજ હોસ્પિટલો પૈકી એક છે.જ્યાં હજારો કોવિડ દર્દીઓની સમર્પિત સારવાર કરીને જિંદગીઓ બચાવવામાં આવી છે. કોવિડ સારવાર સુવિધાના 400 દિવસ પૂરી કરનારી આ હોસ્પીટલમાં આ દરમિયાન 70 હજારથી વધુ લોકોની થઈ તપાસ 20 હજારથી વધુ પોઝિટિવને મળી સારવાર.

તેમણે મધ્યરાત્રિ એ મુલાકાત લીધી ત્યારે અહી નવીન ક્યૂઆરટી માં 51 સહિત 581 દર્દીઓ અને અટલાદરા ની સહયોગી હોસ્પિટલ ખાતે 255 દર્દીઓ સારવાર હેઠળ હતા. રવિવારે અહીંની ઓપીડીમાં 171 દર્દીઓ તપાસવામાં આવ્યા હતા. જે પૈકી 52ને ગોત્રીમાં અને અન્ય 41ને સેટેલાઇટ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Next Article