વડોદરાની શાળાનાં આચાર્યએ બનાવી 12000 રાખડી, સરહદ પર સેનાનાં જવાનોને મોકલીને લખ્યું આભાર, જયહિંદ

|

Jul 31, 2020 | 8:59 AM

સંસ્કાર નગરી વડોદરામાં એક શાળાનાં આચાર્યએ દેશની બોર્ડર પર સજ્જ ભારતીય જવાનો માટે રાખડી મોકલી છે. રાખડી મોકલવા માટે ઈચ્છુક લોકો પાસેથી તેમણે પહેલા જ રાખડી ભેગી કરી લીધી હતી અને પછી સરહદ પર તેેને મોકલી આપી હતી. વડોદરાનાં આ પ્રિન્સિપાલનું નામ સંજય બછાવ છે કે જે છેલ્લા પાંચ વર્ષથી આ કામ કરી રહ્યા છે.  […]

વડોદરાની શાળાનાં આચાર્યએ બનાવી 12000 રાખડી, સરહદ પર સેનાનાં જવાનોને મોકલીને લખ્યું આભાર, જયહિંદ
http://tv9gujarati.in/vadodara-ni-shad…-aabhar-jay-hind/

Follow us on

સંસ્કાર નગરી વડોદરામાં એક શાળાનાં આચાર્યએ દેશની બોર્ડર પર સજ્જ ભારતીય જવાનો માટે રાખડી મોકલી છે. રાખડી મોકલવા માટે ઈચ્છુક લોકો પાસેથી તેમણે પહેલા જ રાખડી ભેગી કરી લીધી હતી અને પછી સરહદ પર તેેને મોકલી આપી હતી. વડોદરાનાં આ પ્રિન્સિપાલનું નામ સંજય બછાવ છે કે જે છેલ્લા પાંચ વર્ષથી આ કામ કરી રહ્યા છે. 

સંજય બછાવે આ કાર્યની શરૂઆત 2015માં કરી હતી. સૌથી પહેલા તેમણે બોર્ડર પર 75 રાખડી મોકલાવી હતી. પછી ધીરે ધીરે ઘણાં લોકોએ તેમની મદદ કરી અને હવે મોટી સંખ્યામાં રાખડી બોર્ડર પર સૈનિકોને પહોચાડવામાં આવી રહી છે. પહેલા તે શાળાનાં બાળકો પાસેથી રાખડી લેતા હતા પરંતુ આ વર્ષે કોવીડને લઈ શાળા બંધ છે તેવામાં સામાન્ય લોકો તેમની મદદમાં આવ્યા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સંજય બછાવે જણાવ્યું કે 2015માં 75 રાખડી સાથે કરેલી શરૂઆત આજે 12000 રાખડી પર પહોચી ગઈ છે. આ વખતે કોવીડને લઈને શાળા બંધ છે એટલે બાળકોની મદદ ન મળી અને રાખડી પણ ઓછી આવી પરંતુ જેમને અમારા આ કાર્ય વિશે ખબર છે તેમણે વિદેશમાંથી અને રાજ્યનાં અનેક ભાગમાંથી અમને રાખડી મોકલી આપી હવે આ રાખડીને પેક કરીને સિયાચીન, કારગીલ, ગલવાન ઘાટીમાં રહેલા સૈનિકોને મોકલવામાં આવશે.

Published On - 11:06 am, Mon, 20 July 20

Next Article