VIDEO: વડોદરા શહેરની પાણીની સમસ્યાને લઇને તંત્ર થયું દોડતું, નિમેટા પ્લાન્ટ ખાતે યોગેશ પટેલ સહિત અધિકારીઓની બેઠક

|

Oct 18, 2019 | 7:52 AM

દિવાળીના તહેવાર પહેલા વડોદરા શહેરની પાણીની સમસ્યા દૂર થાય તે માટે તંત્ર દોડતુ થયું છે. જેને લઈ સરકારે નિમેટા પ્લાન્ટમાં પાણીની સમસ્યાને શોધવા બેઠકોનો દોર શરૂ કર્યો છે. સરકારના રાજ્યકક્ષાના પ્રધાન યોગેશ પટેલે અન્ય અધિકારીઓ સાથે નિમેટા પ્લાન્ટની મુલાકાત લઈ ચર્ચા કરી હતી. મહત્વનું છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી નિમેટા પ્લાન્ટમાંથી થતા પાણી વિતરણને લઈ […]

VIDEO: વડોદરા શહેરની પાણીની સમસ્યાને લઇને તંત્ર થયું દોડતું, નિમેટા પ્લાન્ટ ખાતે યોગેશ પટેલ સહિત અધિકારીઓની બેઠક

Follow us on

દિવાળીના તહેવાર પહેલા વડોદરા શહેરની પાણીની સમસ્યા દૂર થાય તે માટે તંત્ર દોડતુ થયું છે. જેને લઈ સરકારે નિમેટા પ્લાન્ટમાં પાણીની સમસ્યાને શોધવા બેઠકોનો દોર શરૂ કર્યો છે. સરકારના રાજ્યકક્ષાના પ્રધાન યોગેશ પટેલે અન્ય અધિકારીઓ સાથે નિમેટા પ્લાન્ટની મુલાકાત લઈ ચર્ચા કરી હતી. મહત્વનું છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી નિમેટા પ્લાન્ટમાંથી થતા પાણી વિતરણને લઈ અનેક ફરિયાદો ઉઠી રહી છે.

આ પણ વાંચો: VIDEO: રાજકોટમાં ડેન્ગ્યુએ ઉચક્યું માથુ, 1 દિવસમાં ડેન્ગ્યુના 20 કેસ નોંધાયા

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

ક્યારેક અશુદ્ધ પાણી, તો ક્યારેક ઓછુ પાણી મળતુ હોવાનો વડોદરા વાસીઓનો આક્ષેપ છે. ત્યારે આ સમસ્યાને દૂર કરવા સરકારે કેટલાક અધિકારીઓને નિમેટા પ્લાન્ટ ખાતે મોકલ્યા છે. વહેલી તકે પાણીની સમસ્યા દૂર કરવા જણાવ્યુ છે. મહત્વનું છે કે વડોદરામાં વિકટ પાણીની સમસ્યાને લઈને યોગેશ પટેલે મુખ્યપ્રધાન રૂપાણીને પણ જાણ કરી હતી. જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીની હંમેશા સમસ્યા સર્જાતી હોવાનું જણાવ્યુ હતુ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

નિમેટા પ્લાન્ટ ખાતેની બેઠકમાં યોગેશ પટેલ સાથે સાંસદ રંજન ભટ્ટ પણ હાજર રહ્યા હતા. સાંસદે વડોદરા શહેરને દિવાળી પહેલા જ પાણીની સમસ્યાથી મુક્તિ મળી જશે તેવો દાવો કર્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=PLGoApm-8-MXzD14NO8pj9P7M1LiEqm3v8[/embedyt]

Next Article